SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે (જેને ત્યાં) શ્રેષ્ઠ કામકુંભ, ચિંતામણિરત્ન અને કામધેનુ હોય તેનાં સર્વ મનોરથ પૂર્ણ થાય છે. તેમ(સમકિત રાસ રચી) મારી સર્વઇચ્છાઓ પૂર્ણ થઈ છે.....૮૪૫ આજે હૃદયરૂપી પવિત્ર મંદિરમાં અદ્ભૂત ઓચ્છવ ઊજવાય છે. ત્યાં હાથી, ઘોડા, રથ પુષ્કળ પ્રમાણમાં છે. ત્યાં ગુણીજનો સુંદર અને મધુર ગીતો ગાઈ રહ્યાં છે.....૮૪૬ (કવિ કલ્પના કરતાં કહે છે)નિજ આત્માનાં રૂપ, રંગ અનુપમછે. સમકિત આત્મારૂપી પાલખીમાં પોઢેલ છે.(સતિરૂપી દાસ) સેવક તેનાં ચરણ દાબે છે.આવીદિવ્ય શય્યામાં પોઢવાથી ઘણો લાભ થાય છે....૮૪૭ (સમકિતરૂપી દિવ્ય પદવી મળતાં) પાંચે ઈન્દ્રિયો અને મન આજે પવિત્ર બન્યાં. આ જન્મ(મિથ્યાત્વ મેલ દૂર થતાં) નિરોગી બન્યો. ઈન્દ્રિયો ભોગોથી નિવૃત્ત થઈ, તેથી મનોવાંછિત સુખ પ્રાપ્ત થયું...૮૪૮ સમકિત રાસનું શ્રવણ કરતાં (સાધકને) નવનિધાન અને શ્રેષ્ઠ ચૌદ રત્નો (જેવી ભૌતિક સંપત્તિ) પ્રાપ્ત થાય છે. તે પૃથ્વી પર સર્વત્ર પૂજનીય બને છે....૮૪૯ સમ્યક્ત્વ રાસનું શ્રવણ ક૨તાં સાધક પોતાના ચિત્તને સ્થિર કરે છે. તે સમકિતને દ્રઢ કરતો પુણ્યનાં કાર્યો કરે છે....૮૫૦ શ્રેષ્ઠ જિનમંદિરોનું નિર્માણ અને જિનબિંબોની પૂજા કરવાથી, પૌષધ અને પ્રતિક્રમણ આદિ (અનુષ્ઠાનો શુધ્ધિપૂર્વક) કરતાં પાપ કર્મ ધ્રૂજે છે. (ભાગેછે)....૮૫૧ (સમકિતી આત્મા) દાન, શીયળ, તપ અને ભાવધર્મની આરાધના કરે છે. તે (સાધુ-સાધ્વી, શ્રાવકશ્રાવિકા રૂપ) ચતુર્વિધ સંઘની ભક્તિ કરે છે. તે પરોપકારનાં કાર્યો કરે છે. તે કોઈની નિંદા કરતો નથી.....૮૫૨ (સમકિતી આત્મા) પ્રાણીમાત્રની જીવદયા પાળે છે. તે મુખથી જૂઠું બોલતો નથી. તે પરધનનું અપહરણ (ચોરી) કરતો નથી. તે કોઈને ઓછું તોલી આપતો નથી....૮૫૩ સમ્યગ્દષ્ટિ આત્મા મુખેથી અમૃત (મધુર) વચનો બોલે છે. નિત્ય શુભ ધ્યાનમાં રહે છે. પોતાના ગુણોને ઢાંકે છે. તે નિત્ય જિનવાણીનું શ્રવણ કરે છે.....૮૫૪ તે તીર્થ સ્થાનોની યાત્રા કરે છે. ગુણીજનોનાં ગુણો ગ્રહણ કરે છે. પોતાની ઈન્દ્રિયોનું નિયંત્રણ કરે છે તેથી ચારે ગતિના પરિભ્રમણનો અંત આવે છે....૮૫૫ તે રાગદ્વેષનો ત્યાગ કરે છે. તે ક્રોધ, લોભ, મદ, માયા આદિ કષાયોનો ત્યાગ કરે છે. તે બીજાના કલ્યાણની ચિંતા કરે છે. તે સર્વત્ર પૂજનીય બને છે....૮૫૬ · આત્માનુભૂતિનો આનંદ : આત્મા કષાયોથી અળગો થઈ આત્મઘરમાં જાય છે, ત્યારે સ્વરૂપનો આનંદ પામે છે. આત્માનુભૂતિનો આનંદ કેવો હોય તે કડી૮૪૪ થી૮૪૮માં કવિ જણાવે છે . કામધેનુ, કામકુંભ અને ચિંતામણિ રત્નથી પણ અધિક કિંમતી એવું સમકિત પ્રાપ્ત થતાં હૃદયરૂપી મંદિર આજે પવિત્ર બન્યું છે. જેમ ખુશીના પ્રસંગે ગીતો ગવાય છે તેમ આત્માના સમસ્ત ગુણોરૂપી સ્વજનો આજે આલોકિત બની પુલકિત થયાં છે. તેઓ ખુશીથી મધુર ગીતો ગાઈ રહ્યા છે કારણકે આજે દુર્લભ એવી આત્માનુભૂતિ થઈ છે. મોક્ષના કારણભૂત સમકિતનો લાભ થતાં જીવને અચિંત્ય આનંદનો અનુભવ
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy