SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે સમ્યગ્દર્શનથી વિપરીત મિથ્યાદર્શન છે. આસક્તિ, અવિરતિ, ભોગાભ્યાસ, વિષમતા, સરાગતા, અવિનય, અવિવેક, દુર્ગતિ આદિ તેના પરિવારજનો છે. જેમ કામણગારી સ્ત્રીના સહવાસે રહેલો પુરુષ લોકમાં દુઃખી અને નિંદનીય બને છે, તેમ મિથ્યાત્વી જીવ તેના વિપરીત સ્વજનોથી દુઃખી બને છે. સમ્યક્દર્શનીનું ઉપરોક્ત ભાવકુટુંબ સદા તેની સાથે રહે છે. તે તેને કદી છેતરતું નથી. ક્ષાયિક સમકિતી જીવને ઉપરોક્ત સજ્જનો (સ્વજનો)થી વિયોગ થતો નથી. સમ્યક્ત્વનીદુર્લભતા ઃ કવિએ કડી ૮૩૬ થી ૮૪૨ માં સમકિતની દુર્લભતા અને સુરક્ષા વિશે વિવિધ દૃષ્ટાંતો દ્વારા આ વિષયને પ્રસ્તુત કર્યો છે. • सुरेन्द्र नागेन्द्र नरेन्द्र संपदः सुखेन सर्वा लभते भ्रमन् भवे । अशेष दुःखक्षय कारणं परं, न दर्शनं पावनमश्नुते जनः ।। અર્થ : સંસારમાં ભમતાં ઈન્દ્ર, નાગેન્દ્ર કે નરેન્દ્ર (ચક્રવર્તી)ની પદવી સહેલાઈથી મળી શકે છે પરંતુ સર્વ દુઃખોના ક્ષયના કારણ સમાન સમકિત પ્રાપ્ત થવું દુર્લભ છે. જેમ દરિયા કિનારે રહેલી માટી સૂર્યની ગરમી, સતત પાણીના યોગે ધીમે ધીમે ઘન સ્વરૂપ બની કાંકરા અને કાળમીંઠ પત્થરનું સ્વરૂપ ધારણ કરે છે, તેમ અનાદિકાળથી રાગ-દ્વેષરૂપ કર્મની પરિણતિ ઘન, નિબિડ બની વજ્ર જેવી ગાંઠ બને છે. આ મિથ્યાત્વ અવસ્થા છે. સંસાર ભ્રમણ કરતાં આ ગાંઠની ઓળખ ચ૨માવર્તકાળમાં થાય છે. જેમ માંદો માણસ ખોરાક પચાવી ન શકે તેમ મિથ્યાત્વી પરમાર્થને જીરવી ન શકે . પ્રત્યેક જીવે અનંતકાળ સમકિત વિના ગુમાવ્યો છે તેથી શાસ્ત્રકારો કહે છે – ‘સત્તા પરમ પુજ્ઞન્હા ।’ શ્રદ્ધા પરમ દુર્લભ છે. સ્વયંભૂરમણ સમુદ્રની પૂર્વ દિશામાં કોઈ દેવ ગાડાનું ધોંસરું નાખે અને પશ્ચિમ દિશા તરફ ધોંસરાની સાંબેલ નાખે. એ ધોંસરાની સાંબેલ વહેતાં વહેતાં તે ધોંસરા સાથે મળવી જેટલી દુર્લભ છે તેનાથી અધિક ૮૪લાખ જીવાયોનિમાં મનુષ્ય ભવ પ્રાપ્ત કરવો અતિ દુર્લભ છે. પુણ્યના યોગે કદાચ મનુષ્ય જન્મ મળી જાય, છતાં મિથ્યાત્વ તિમિરનું વિનાશક ધર્મશ્રવણ મળવું દુર્લભ છે. ધર્મશ્રવણ પણ કદાચ મળી જાય, છતાં મિથ્યાત્વરૂપી અંધકારને દૂર કરનાર સૂર્ય સમાન શ્રદ્ધા પ્રાપ્ત થવી દુર્લભ છે. થયા પછી પણ તે શ્રદ્ધાથી કેટલાય જીવો વિચલિત થાય છે. વિકાસનાં બધાં સાધનો પ્રાપ્ત થવા છતાં સમકિત પ્રાપ્ત કરવાની રુચિ ન થવી એ પણ એક સખેદાશ્ચર્ય છે ! શ્રદ્ધા જ્ઞાનનો મદ, મતિમંદતા,નિષ્ઠુરવચન, રૌદ્રભાવ,પ્રમાદ દશાથી સમકિત નષ્ટ થાય છે. દુહા - ૫૩ બૂષ્યબીજ મૂકઈ નહી, જિહાં ઘટિ હુઈ જીવ; સમકીત સુધૂ રાખતાં, પામિ પદવી દીવ્ય... ...૮૪૩ અર્થ પ્રતિકૂળતામાં પણ જે જીવ બોધિબીજ (સમ્યક્ત્વ)નો ત્યાગ કરતો નથી તેમજ સમકિત શુદ્ધ રાખે છે તે
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy