SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૫ જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ તત્વથી અભિન્ન છે. સમ્યગુદૃષ્ટિ સ્યાવાદી હોય જ. સ્યાદ્વાદી અહિંસાના ભાવ ધરાવતો હોય. અહિંસાનો આરાધકસ્યાદ્વાદીકે સમ્યગુદૃષ્ટિહોય. અહીં સ્પષ્ટ થાય છે કે એક સમકિત ગુણથી અનેક સગુણો પ્રગટે છે. આ સગુણો સમકિતરૂપી ભાજનના કારણે તેમાં સુરક્ષિત રહી શકે છે. સમકિરૂપીભાજન જ્ઞાનરૂપી રત્નોની ઈચ્છા કરે છે. મૂળ, દ્વાર અને પ્રતિષ્ઠાન (પાયો) આ ત્રણ ભાવનામાં સમકિતના મૂળ (આધાર) દર્શાવેલ છે, જ્યારે નિષિ, આધાર અને ભાજન આત્રણ ભાવનામાં સમકિતથી ધર્મનું રક્ષણ થાય છે, એવું દર્શાવેલ છે. • છ સ્થાનઃ કવિએ કડી૮૧૮ થી ૮રરમાં સમકિતના છ સ્થાનનું સ્વરૂપ દર્શાવેલ છે. अत्थि जिओ तह निच्चो कत्ता भुताय पुण्णपावाणा अयि धुवं निबाणं तस्सोवाओ यछट्टाणाशा અર્થ: (૧) આત્મા છે. (૨) તે નિત્ય છે. (૩) તે કર્મોનો કર્તા છે. (૪) પુણ્ય-પાપનો ભોક્તા છે. (૫) મોક્ષ છે. (૬) મોક્ષનો ઉપાય છે; આસમકિતના છ સ્થાનો છે. જૈનદર્શનના સિદ્ધાંતની શ્રદ્ધા કરવાના જુદા જુદા પ્રકાર તેને સ્થાન કહેવાય છે. જેમ ભટકતો માનવી સ્વસ્થાને સ્થિર થઈ સુખી થાય છે, તેમ અનાદિકાળથી મિથ્યા માર્ગે ચડેલો આત્મા છ સ્થાનનો વિચાર કરી સમકિતમાં સ્થિર થાય છે. આ સ્થાનની શ્રદ્ધામાં નવતત્ત્વની શ્રદ્ધાસમાયેલી છે. (૧) જીવ છે. પ્રાણને ધારણ કરે તે જીવ કહેવાય. શ્રી ભગવતીસૂત્રમાં જીવ માટે પ્રાણ, ભૂત, સત્વ, વિજ્ઞ, વેતા જેવા શબ્દો દર્શાવેલ છે. જીવને આત્મા પણ કહેવાય છે. પ્રાયઃ સર્વ દર્શનોએ આત્મામાં વિશ્વાસ રાખ્યો છે. આત્માના સંદર્ભમાં અન્યદર્શનકારો ભિન્નભિન્ન મત ધરાવે છે. ચાર્વાકદર્શન નાસ્તિકદર્શન છે, પરંતુ આત્માની વિચારણામાં પૂર્ણતઃ ઉપેક્ષા કરી નથી. તે ફક્ત ચેતના સ્વરૂપના વિષયમાં મતભેદ છે. તે આત્માને મૌલિકતત્ત્વમાનતા નથી. વેદોમાં સ્પષ્ટરૂપે આત્માનું ચિંતન ઉપલબ્ધ નથી. ઉપનિષદ અનુસાર આત્મા શરીરથી ભિન્ન, વ્યાપક અને અપરિણામી છે.તેવાણી દ્વારા અગમ્ય છે. સાંખ્યદર્શન આત્માને નિત્ય, નિષ્ક્રિય, સર્વગત, ચિદાનંદ સ્વરૂપ, અમૂર્ત, અકર્તા માને છે. તેઓ આત્માને પુરુષ કહે છે. પુરુષનો બંધઅને મોક્ષ થતો નથી. ન્યાયદર્શનમાં આત્માને નિત્ય, વ્યાપક અને ફૂટસ્થ નિત્ય (જેમાં કોઈ ફેરફાર નથાય) કહ્યો છે. વેદાન્તદર્શનમાં આત્માએક છે.દેહાદિઉપાધિઓને કારણે અનેક હોય તેવું પ્રતીત થાય છે. બૌદ્ધદર્શન આત્માના અસ્તિત્વને કાલ્પનિક સંજ્ઞા માને છે. આત્માને ક્ષણિક માને છે. જૈનદર્શન અનુસાર આત્મા છે. તે અરૂપી છે. તે ઈન્દ્રિય ગ્રાહ્ય નથી. આત્માને પ્રથમ પદ આપ્યું છે કારણકે આત્માના અસ્તિત્વવિના સાધનાનું મૂલ્ય નથી. આત્મા છે માટે જ સાધના-આરાધના છે. જ્યાં આત્માના અસ્તિત્વનો સ્વીકાર ન હોય, ત્યાં પુણ્ય-પાપ, પુનર્જન્મ, સ્વર્ગ-નરકઆદિવ્યવસ્થા પણ નહોય. કેવળી ભગવાન આત્માને પ્રત્યક્ષ જાણે અને જુએ છે. તે આત્મજ્ઞાન, ચેતના, સુખ દુખ આદિનો
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy