SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસીને આધારે નિર્વાહ કરતાં કઠિન કાળ આવે, ત્યારે અનિચ્છાએ કોઈ કાર્ય કરવું પડે, તેથી સમકિતનષ્ટ થતું નથી....૮૦૯ આ છ આગાર (છીંડી-કાણાં-છૂટ) કહ્યા, તે કાયર નર માટે છે. ધર્મમાં શૂરવીર નર કોઈ પણ પરિસ્થિતિમાં ધર્મથી ચુત થતાં નથી. જેમકે જિનકલ્પી સાધુ અપવાદ માર્ગનો આશ્રય લેતાં નથી. તેઓ પોતાના માર્ગને છોડતાં નથી...૮૧૦ દર્શન સિરીમાં છ ભાવનાઓ દર્શાવેલ છે. ઉત્તમ નર આછ ભાવનાઓનું ચિંતન કરે છે. સમ્યકત્વ એ ધર્મનું મૂળ છે. આ પ્રથમભાવના છે. તે વાતનો વિચાર ત્યાં કહેલ છે...૮૧૧ ધર્મરૂપી વૃક્ષ પર અનેક પત્રફળ, ફૂલ છે. તે વૃક્ષનું સમકિતરૂપી મૂળ કહ્યું છે. તેથી મિથ્યાત્વરૂપી કંટક દૂર ભાગે છે...૮૧૨ તાર એ સમકિતની બીજી ભાવના છે. મોક્ષરૂપી નગર છે. તેનું સમકિતરૂપી દ્વાર છે. ત્યાં મિથ્યાત્વરૂપ ચોરનું બળ ટકી શકતું નથી...૮૧૩ પ્રતિષ્ઠાપન એ સમકિતની ત્રીજી ભાવના છે. વ્રતરૂપી મહેલ સમકિતરૂપી પાયા પર પ્રતિષ્ઠિત છે. ધર્મરૂપી મહેલ સમ્યકત્વરૂપી પાયા ઉપર અખંડપણે ઊભો છે૮૧૪ નિધાન (ભંડાર, તિજોરી) સમકિતની ચોથી ભાવના છે. મૂળગુણ અને ઉત્તરગુણરૂપરત્નસમકિતરૂપી તિજોરીથી અખંડ રહે છે...૮૧૫ (પાંચમી) આધાર ભાવના ભાવવી જોઈએ. જેમ સર્વ જીવોનો આધાર પૃથ્વી તેમ સંયમરૂપ ધર્મનો આધાર સમ્યકત્વ છે. તે આધાર ભાવનાનો વિચાર કરતાં ભવસાગર પાર પમાય છે...૮૧૬ (છઠ્ઠી) ભાજનભાવનાભાવતાં, સર્વોત્તમ મોક્ષ સુખ પ્રાપ્ત થાય છે. શીલ અને શ્રત ધર્મથી ઉપશમરસની પ્રાપ્તિ થાય છે. તે રસ સમ્યકત્વરૂપી પાત્રમાં સુરક્ષિત રહે છે. ધર્મરૂપ અમૃતને સાચવવા સમ્યકત્વરૂપ પાત્રની ભાવના ભાવો..૮૧૭ સમકિતના છ સ્થાન છે. સમકિતદેષ્ટિ જીવે આ છ સ્થાન જાણવા યોગ્ય છે. જગતમાં “જીવ છે', તેની શ્રદ્ધા કરો.ચૈતન્ય લક્ષણથી યુક્ત જીવ કહેવાય. (આ પ્રથમ સ્થાન છે.).૮૧૮ તે “જીવનિત્ય છે', જીવનો વિનાશ થતો નથી. જીવની ઉત્પત્તિ નથી. તે શાશ્વત છે. આ સમકિતનું બીજું સ્થાન છે.૮૧૯ સમકિતનું ત્રીજું સ્થાન છે - “જીવ કર્મનો કર્તા છે', આજીવ મિથ્યાત્વ, અવત અને કષાયના કારણે બહુ કર્મસમુદાયથી મલિન બને છે...૮૨૦. “જીવ કર્મનો ભોક્તા છે. પોતાનાં કરેલા કર્મો પોતે જ ભોગવે છે. એ સમકિતનું ચોથું સ્થાન છે. કર્મથી મુક્ત થવારૂપ “મોક્ષ છે', એપાંચમું સ્થાન છે...૮૨૧ મોક્ષ મેળવવાનાં સાધનો છે. તેથી “મોક્ષનો ઉપાય છે. એ સમકિતનું છઠું સ્થાન છે. આ પ્રમાણે વ્યવહાર સમકિતના સડસઠબોલપૂરા થયા.તે દર્શનસિત્તરી ગ્રંથમાં કહ્યાં છે...૮૨૨ કવિએ આ ચોપાઈમાં સમકિતના વિવિધ કારોનું વર્ણન કર્યું છે. તેમણે સમકિતના લક્ષણ, યતના, આગાર, ભાવના અને સ્થાન દર્શાવેલ છે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy