SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે દૃષ્ટાંત આપણને દર્શાવે છે કે - સ્વશુળ રક્ષળા તે ધર્મ-'` સ્વગુણ રક્ષણ તે ધર્મ છે. સ્વગુણ વિધ્વંસ એ અધર્મ છે. સ્વગુણની રક્ષા કરનાર ભાવયોગી બની શકે છે. જન્મી જિનશાસન વિષે, મુનિ થયો બહુવાર, મુનિદશા સમજ્યા વિના, હું ભટક્યો બહુવાર; મુનિ થયો વાચક થયો, સૂરિ થયો બહુવાર, ન થયો મુરખ આત્મા, અંતર્મુખ અણગાર; પદ્માક્ષ રાજાએ ગીતાર્થ મુનિને મારી મહામોહનીય કર્મ બાંધ્યું. પૂર્વાચાર્યોએ કહ્યું છે - चेईयद्रव्य विणासे, इसिधाए पवयणस्स उड्डाहे " ૧૩. संजइ चत्थभंगे मूलग्गी बोहिलाभस्स અર્થ - ચૈત્યદ્રવ્યનો વિનાશ કરવામાં, ઋષિઓનો ઘાત કરવામાં, ઉત્સૂત્રની પ્રરૂપણા કરવામાં અને સાધ્વીજીના બ્રહ્મચર્યનું ખંડન કરવામાં બોધિલાભ (સમ્યગ્દર્શન)ના મૂળમાં અગ્નિ મૂકાય છે. ઠાણાંગસૂત્રમાં દુર્લભબોધિનાં પાંચ કારણો દર્શાવેલ છે. 139 अर्थ : पंवहिं ठाणोहिं जेवा दुल्लभवोहियताए कम्मं, अरहंताणमवन्नं वयमाणे, अरहंतणणत्तस्स धम्मस्स अवणणं वममण, आयरिय उवज्झायाणामवणणं वयमाणो, चउवणणसंघस्स आवणणं वयमाणो, विविक्कतव-वंभचराणं देवाणं आवणणं वयमाणा (૧) અરિહંત દેવ (૨) અરિહંત દેવ પ્રરૂપિત ધર્મ (૩) આચાર્ય-ઉપાધ્યાય (૪) ચતુર્વિધ સંઘ (૫) દેવોના અવર્ણવાદ બોલે, તેમની નિંદા-અવહેલના કરે તે તીવ્ર મોહનીય કર્મ બાંધે છે. ગોશાલક ૫રમાત્માનો વિરોધી બન્યો, તેથી તેણે સંસારયાત્રા વધારી. સતી અંજનાએ પૂર્વભવમાં જિનદેવની આરાધક એવી, પોતાની શોક્ય લક્ષ્મીવતી દેવીની ઈર્ષા, નિંદા કરી હતી. તેથી બીજા ભવમાં બાવીસ વર્ષ સુધી પતિનો વિયોગ થયો. સમકિતી ગુણની ગરિમાને ધારણ કરનારો, ઉપશમરસમાં ઝીલનારો હોવાથી કોઈનો પ્રતિક્ષેપ ન કરે. (૫)પ્રભાવનાઃ- વભાવગુસ્સપ્પળાનાં ।' ́ જિનશાસનની ઉન્નતિ કરવી એ પ્રભાવના છે. આઠે પ્રભાવકોનું કર્તવ્ય શાસનની પ્રભાવના કરવાનું છે. શાસનપ્રભાવના સ્વ-પર ઉપકારી અને તીર્થંકર નામકર્મનું કારણ છે. સમકિતમાં તેની પ્રધાનતા જણાવવા માટે પુનઃ ભૂષણ દ્વારમાં પણ પ્રભાવના ગણી છે. ધર્મના અનેક કાર્યો જેમકે દાન, તપ, શીલવ્રત અંગીકાર કરવાં, પાઠશાળા, વિદ્યાલય, સરસ્વતી ભવનની સ્થાપના કરવી તેમજ ધાર્મિક મહોત્સવો દ્વારા જિનશાસનની વિખ્યાતિ કરવી; તે પ્રભાવના નામનું સમ્યક્ત્વનું પાંચમું ભૂષણ છે. વસ્તુપાળ-તેજપાળે મંદિરો, ધર્મશાળાઓ, પુસ્તકાલયો, બંધાવી પરોપકારનાં કાર્યો કર્યાં. તેમણે મંદિરો, મસ્જિદો અને શિવલિંગો બંધાવી, અન્ય દર્શનીઓનાં હ્રદય જીતી લીધાં. આ પાછળનો તેમનો મુખ્ય હેતુ જિનશાસનની પ્રભાવના કરવાનો જ હતો. આ કથામાં સમ્યક્ત્વની દુર્લભતા પણ દર્શાવી છે. અનંત દુઃખો ભોગવી અનંત ભવોની રઝળપાટ પછી
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy