SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે ૬૫૧ થી ૬૫૪માં સંવિજ્ઞ(ગીતાર્થ) ગુરુનો પરિચય કરાવે છે. ત્યાર પછી સિકકાની બીજી બાજુ દર્શાવી પાસસ્થા, અવસાન, કુશીલ, સંસક્ત અને યથાછંદ જેવા શિથિલાચારી ગુરુઓનો પરિચય કરાવે છે. • તીર્થસેવા: જેનાથી સંસાર સાગર તરી શકાય તે તીર્થ છે. તીર્થના બે પ્રકાર છે. દ્રવ્ય તીર્થ અને ભાવતીર્થ. તીર્થયાત્રા કરવી એ દ્રવ્ય તીર્થ છે,જે સમકિતનું પ્રબળ કારણ છે. અરિહંત તીર્થના સંસ્થાપક છે. તેમણે પ્રતિપાદન કરેલો સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ અથવા પ્રથમ ગણધર એ ભાવ તીર્થ છે. દ્રવ્ય અને ભાવતીર્થની યાત્રા-ભક્તિ, વિનયાદિ રૂપ સેવા કરવાથી સમ્યગુદર્શન આગાઢ (સ્થિર) થાય છે. સંવિજ્ઞ = મોક્ષ પ્રાપ્તિની તીવ્ર ઝંખના અને તે તરફના પુરુષાર્થવાળા મુમુક્ષુ મુનિનો સંસર્ગ કરવો, તે ભાવ તીર્થ છે. સંવિજ્ઞ મહાત્માઓ સંસારરૂપી વ્યાધિ નાશ કરવા માટે ઘવંતરી વેદ્ય જેવા છે. તેઓ ભવ્ય જીવોને સમકિતનું બીજાધાન કરાવે છે. સંવિજ્ઞ મુનિજનોનાં લક્ષણો શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર“ તથા શ્રી સમ્યકત્વ સમિતિમાંÉદર્શાવેલ છે. શ્રીમદ્ રાજચંદ્રજી પણ કહે છે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત; ઈચ્છે છે જે જોગી જન અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધ તે આત્મપદ સયોગી જિન સ્વરૂપ... સંવિજ્ઞ મુનિ ભવ્ય જીવ માટે સમકિતનું કારણ છે. જયંતી" શ્રાવિકાએ ભગવાન મહાવીર સાથે ધર્મચર્ચા કરી. આદ્રકમુનિ સાથે પાંચ મતવાદીઓએ ચર્ચા કરી. (૧) ગોશાલક (૨) બૌદ્ધ ભિક્ષુ (૩) વેદવાદી બ્રાહ્મણ (૪) સાંખ્યમતવાદી એક દંડી (૫) હસ્તિતાપસ. આર્દક મુનિએ જૈન સિદ્ધાંત અનુસાર ઉત્તર આપી સત્યમાર્ગનું પ્રતિપાદન કર્યું. જેમ શંખિયા, પાર, સોમલ, ખાર વગેરે ઝેરી પદાર્થોને યોગ્ય વૈદ્ય રસાયણ દ્વારા સંજીવની જડીબુટ્ટીના રૂપમાં ફેરવે છે, તેમ સંવિજ્ઞ મુનિના સંગથી અનાદિનો મિથ્યાત્વરૂપી વિષ-ઝેર, સમ્યગુદર્શનરૂપીરસાયણ બની સંજીવની જડીબુટ્ટી બને છે. જેમણે દેહાધ્યાસનો ત્યાગ કર્યો નથી, પાંચ ઈન્દ્રિયના વિષયોને છોડ્યા નથી, અનાસક્ત ભાવ કેળવ્યો નથી પરંતુ પોતાની વાચતુરાઈથી, બાહ્ય આચરણથી ધર્મી બતાવવાનો ઢોંગ કરનારા, હિંસામાં રત સાધુઓથી સાધકનો કદી ઉદ્ધારન થાય. જેમ ઘાસલેટ ફ્રીજમાં રહે પણ તેની દાહકશક્તિનાશન પામે, તેમ જેની આસક્તિ છૂટી નથી તેવા સાધુઓ અરણ્યમાં રહે છતાં તેનો મિથ્યાત્વનો સંગ છૂટે નહીં. એવાં જીવો બીજાનું શું કલ્યાણ કરી શકે? સત્યધર્મ, શુદ્ધ દેવ અને નિગ્રંથ સાધુ આ ત્રણ પરનિશ્ચલ રાગ એ સંવેગ છે. મોક્ષાર્થી સાધુહંમેશા માતા સમાન હિતકારી એવી ઈર્યાસમિતિ આદિ પાંચ સમિતિ અને મનોગુપ્તિ આદિ ત્રણ ગુણિએ આઠ પ્રવચનમાતાનું શુદ્ધ રીતે પાલન કરે છે. તેઓ દેહાધ્યાસ તોડવા અનિત્ય આદિ બાર ભાવનાઓ ભાવે છે. એવા સુસાધુ સદા વંદનીય છે. સુસાધુનું સ્વરૂપદર્શાવી કવિ પાસસ્થા આદિ પાંચમુસાધુઓનું સ્વરૂપદર્શાવે છે. સંબોધપ્રકરણમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજ કહે છે -
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy