SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ કવિ કલપના મન્ય ધણીજી, વીગિ લીઆ નીત્ય સોય, ત્રઅે ગારવ તે કરિજી, ત્યાહાં સમકીત નવ્ય હોય...મૂનિ સોય સીલથી ભઠ થયોજી, બુડિછિ નીરધાર સમકીત પામિવેગકૂંજી, પાંચિપૂર્ણ અસાર...મૂનિ મોક્ષ થકી નાહાસિ સહીજી, દૂરગત્ય ઢૂંકડા થાય, એહમાં કો મૂની હુઈ ભલોજી, નવ્ય વંદો તસ પાય... મૂનિ અર્થઃ સંસક્ત નામનો ચોથો (અંવદનીય) કુસાધુ છે. તે મૂર્ખ મુનિ છે.તે જેવા સાથે મળે, ત્યારે તેના જેવો થાય છે...૭૦૪ ...૭૧૮ ...૭૧૬ ૨૫૫ ...૭૧૭ તે મુનિવર સંયમનો ઘાત કરે છે. તેવા પુરુષને વંદન કરતાં થોડું પણ પુણ્ય ઉપાર્જન થતું નથી...૭૦૫ ગાયના ખાણમાં અનેક વસ્તુઓ નંખાય છે. તે ગોળ અને ખોળને સમાન ગણે છે, તેમ ગુણ દોષનો વિવેક કર્યા વિનાના આ મુનિવર ગાય જેવા છે. તેથી તેમનું ચારિત્ર અલ્પ પણ શુદ્ધ નથી...૭૦૬ તે નટની જેમ વિવિધ રૂપો ધારણ કરી બહુરૂપી થાય છે. તેઓ ચારે ગતિરૂપી કૂવાઓમાં પરિભ્રમણ કરે છે. તેમનાસંસારનો અંત ન આવે...૭૦૭ રાજાની જેમ(રાજા કાચા કાનનો હોવાથી લોકોની વાતમાં ભોળવાઈ લોકોની વાત પ્રમાણે રંગધારણ કરે) તથા સ્ફટિક રત્નની જેમ વિવિધ વર્ણવાળો થાય. સ્ફટિક રત્ન પાસે કાળા રંગનો પત્થર ધરતાં પોતે સફેદ હોવા છતાં કાળો દેખાય છે....૭૦૮ દુષ્ટજનોનો સંસર્ગ કરી મુનિ પોતાના પાપ કર્મની જાળ વધારે છે, તેથી મુનિના મૂળગુણોનો નાશ થાય છે અને ઉત્તર ગુણો પણ દૂષિત થાય છે...૭૦૯ સંસક્તા મુનિના બે પ્રકાર છે. તેમાં સંકલિષ્ટ સંસક્તમાં આચાર ધર્મનું પાલન હોતું નથી...૭૧૦ પ્રાણાતિપાત આદિ પાંચ આશ્રવમાં તે પ્રવૃત્ત હોય છે. તેમની પાપ કર્મની આવક વધુ હોય છે. તેઓ ત્રણ ગારવ (ઋદ્ધિ, રસ, શાતા)માં આસક્ત હોય છે...૭૧૧ તે સ્ત્રીકથા આદિ ચાર વિકથાઓ પણ કરે છે. ધર્મક્રિયાઓ પ્રત્યે તેમને બિલકુલ બહુમાન નથી. તે સંયમ જીવનને એક બાજુ મૂકી અસંયમી જીવન જીવે છે. તેઓ લોકોને પાપનો ઉપદેશ આપે છે...૭૧૨ સંસકતાનો બીજો ભેદ કહું છું. જેનું નામ અસંકલિષ્ટ સંસક્ત છે. જ્યારે જેને મળે, ત્યારે તેના જેવી દૃષ્ટિ તેની થાય...૭૧૩ તે (પાસત્થા આદિ) પાંચે કુસાધુઓને મળે, ત્યારે તેના જેવો અધર્મી (મૂખ) બને અને સંવિગ્ન સાધુઓને મળે, ત્યારે પ્રિયધર્મી (ડાહ્યો, રૂડો) બને...૭૧૪ પાંચમો યથાછંદ નામનો કુગુરુ છે. તે પોતે ઉત્સૂત્રનું સેવન કરે છે અને બીજાને ઉત્સૂત્રની પ્રરૂપણા કરે છે. તે સૂત્રોને તોડી-મરોડી પોતાની ઇચ્છા પ્રમાણે કરે છે...૭૧૫
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy