SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસને આધારે છે...૬૧૪ “તમે વંદન કરવાથી નથી ખુશ થતાં કે વંદન ન કરનાર પર નથી ગુસ્સે થતાં એવાં અપમાનજનક શબ્દોથી તિરસ્કારપૂર્વક વંદન કરવું તે તર્જનાદોષ" છે. તેવી વંદના કરવાથી સંસારનો અંત નથાય...૬૧૫ “આ ભક્ત છે' એવો બીજાને વિશ્વાસ ઉત્પન્ન કરાવવા અથવા માયા-કપટથી માંદગીનું બહાનું કાઢીએમતેમ વંદન કરવું, તે શઠ દોષ છે. “અરે ગુરુ! તમને વંદન કરવાથી શું ફળ મળે?” એવી અવજ્ઞાપૂર્વક શિષ્ય વંદન કરે, તેને હીલિતદોષ"(હીલનાકરવી-અવજ્ઞા) કહેવાય છે...૬૧૬ વંદન કરતાં વચ્ચે વિકથા કરવી, તે વિપરિકંચિત દોષ છે. ઘણા વ્યક્તિઓની સાથે વંદન કરતાં ગુરુ જુએ ત્યારે વંદન કરવું, તેને દેખાષ્ટદોષ કહેવાય છે....૬૧૭ વંદન કરતાં હો રાઈ વગેરે બોલીને આવર્ત કરતાં બેહથેળી લલાટના મધ્યભાગે લગાડવી જોઈએ, તે લગાડે નહિ અથવા ડાબી-જમણી તરફ લગાડે; તે શૃંગદોષ" છે. વંદનને રાજાદિનો કર, રાજદંડ (ટેક્સ) માનીને વંદન કરે; તે કરદોષ છે...૬૧૮ જો અમે સત્યસાબિત થઈશું, તો અમે વંદન કરશું એવું વિચારી વંદના કરે (દીક્ષા લેવાથી રાજાનાલૌકિક કરમાંથી તો છૂટ્યા પરંતુ આ વંદનરૂપી કરમાંથી છૂટાય એમ નથી એવું વિચારી વંદન કરે); તે મોચન દોષ" છે. ૬૧૯ આશ્લિષ્ટ-અનાશ્લિષ્ટ દોષના ચાર ભેદ છે. (૧) મસ્તક અને રજોહરણને હથેળીઓનો સ્પર્શ ન કરે, તેથી તે બોલઅશુદ્ધ હોવાથી દોષજનક છે...૯૨૦ (૨) એક વ્યક્તિ રજોહરણની સ્પર્શના કરે પણ લલાટને હાથ સ્પર્શે જ નહિ તેમજ (૩) એક વ્યક્તિ લલાટનેબહથેળી સ્પર્શેપણ રજોહરણને સ્પર્શે ૬૨૧ (૪) હાથ વડે રજોહરણ અને લલાટને સ્પર્શે તે નર ચતુર કહેવાય. એ નર ચોથો ભેદ પ્રમાણ (શુદ્ધ) છે.૬૨૨ જે સાધક પ્રમાદથી બાર વ્રતને ધારણ કરતો નથી, તેમજ વંદનાના પચ્ચીસ આવશ્યક આદિ ક્રિયા ઉતાવળથી અયોગ્ય રીતે કરે છે. તેનો આ ભવવ્યર્થ જાય છે. વંદનસૂત્રના અક્ષરો ઓછાંભણાય; તો ન્યૂનદોષ લાગે છે...૬૨૩ વંદન પૂર્ણ થતાં મોટા અવાજે “અત્યyur વંમિ' એમ બોલવું, તે ઉત્તરચૂડા"દોષ છે. હે ભવ્ય જીવો! આવું જાણીને મતિસ્થિર રાખો...૬૨૪ મૂંગાની જેમ વંદનસૂત્રના અક્ષરો મનમાં જ બોલી, હોઠથી શબ્દનો પોતાના દોષી જાહેર થાય નહિ) ઉચ્ચાર કપટપૂર્વક કરતો નથી, તે મૂકદોષ" છે...૬૨૫ મોટા અવાજેસૂત્ર બોલવાપૂર્વક વંદન કરવું તે ઢહર દોષ" છે. બત્રીસમો ચુડલિક દોષ છે. હવે તેનો અર્થ કહું છું..૬૨૬ જે નર ઊંબાડિયાની જેમ રજોહરણને હાથમાં રાખી ફેરવે છે, એમ ફરતાં ફરતાં સર્વને વંદન કરે, તે ચુડલિક દોષ“છે. આ રીતે વંદનનકરાય તેવું જગત્પતિ જિનેશ્વરદેવ કહે છે...૬૨૭
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy