SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ ૭૬ તપગુણ ઓપે રે, રોપે ધર્મને, ગોપે નવિ જિન આણ; આશ્રવ લોપે રે, નવ કોપે કંદા, પંચમ તપસી તે જાણ. તપથી સંવર અને નિર્જરા થાય છે. ચાર્વાક દર્શન આત્મા, પરમાત્માને અને તપના સિદ્ધાંતને માનતા નથી. બૌદ્ધદર્શન પણ તપને અવગણે છે. આચાર્ય યશોવિજયજી મહારાજ કહે છે – વિશિષ્ટ જ્ઞાન, સંવેગ અને ઉપશમ ગર્ભિત તપ ક્ષાયોપશમિક અને અવ્યાબાધ સુખરૂપ છે. તે ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમથી થયેલી પરિણતિરૂપ છે. ૩૭ ૨૩૧ ચંપા શ્રાવિકાએ છમાસના ઉપવાસ કર્યા. તેનો પ્રભાવ મોગલ સમ્રાટ અકબર બાદશાહ પર પડયો. બાહુબલિ અને ધન્ના અણગાર મહાન તપસ્વી હતા. કવિએ તપસ્વી પ્રભાવકના સંદર્ભમાં *વિષ્ણુકુમાર મુનિ અને સનત્ક્રુમાર ચક્રવતીના દ્રષ્ટાંત નોંધ્યા છે. (૬) વિદ્યા મંત્રવાન પ્રભાવક : કવિએ કડી ૫૪૨ થી ૫૪૯માં વિદ્યા મંત્રવાન પ્રભાવકનું સ્વરૂપ જણાવ્યું છે. પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજ વિધા પ્રભાવકનું સ્વરૂપ દર્શાવતાં કહે છે – सिद्धो बहुविज्जमंतो, विज्जावन्तो य उचियनू । " ૩૮ અર્થ : જે મંત્ર-તંત્ર વિદ્યાથી યુક્ત હોય તે વિદ્યા પ્રભાવક છે. જેની અધિષ્ઠાત્રી દેવી હોય તેને વિદ્યા કહેવાય અને જેનો અધિષ્ઠાયક દેવ હોય તને મંત્ર કહેવાય. જેની સિદ્ધિ માટે હોમ-હવન કરવા પડે તે વિદ્યા કહેવાય. જાપ કરવા માત્રથી જે સિદ્ધ થાય તેને મંત્ર કહેવાય. સમકિતી જીવ ચમત્કારથી અંજાઈ જતો નથી. પોતાના ઉદર પોષણાર્થે આવી વિદ્યાનો ઉપયોગ કરતો નથી. તેઓ સંઘ અને શાસનના કાર્યો માટે મહાવિદ્યાનો ઉપયોગ કરે છે. તેઓ વિધર્મીઓનું જોર વધતાં ધર્મરક્ષાના હેતુથી, જૈન ધર્મની ઉન્નતિ કરવા, લોકોને સત્ય રાહ દર્શાવવા જિનશાસનની પ્રભાવના કરે છે. નદી કિનારે જવાથી જેમ શીતળતાનો અનુભવ થાય છે તેમ આવા વિદ્યા સંપન્ન જ્ઞાની પુરુષોની છત્રછાયામાં મિથ્યા વિવાદરૂપી વિખવાદ સમી જાય છે. સર્વત્ર શાંતિ પ્રસરે છે . એવા એક સમર્થ ગીતાર્થ મહાત્મા આર્ય ખપુટાચાર્ય હતા. જેમણે વિદ્યાઓ અને મંત્રોને સિદ્ધ કર્યા હતા. (૭) સિદ્ધ પ્રભાવક : આર્ય ખપુટાચાર્યે પોતાની વિદ્યાના બળે વ્યંતર દેવના કોપનું નિવારણ કર્યું. રાજા સહિત નગરજનોએ જૈનધર્મ સ્વીકાર્યો. તેમણે જિનશાસનની કિર્તી ફેલાવી પ્રભાવના કરી. કવિએ ૫૧૪ થી ૫૬૭માં સિદ્ધ પ્રભાવકનું સ્વરૂપ વર્ણવ્યું છે. આંખમાં અંજન કરીને, પગે લેપ કરીને, કપાળે તિલક કરીને તથા મુખમાં ગોળી વગેરે રાખીને દુષ્કર કાર્યો કરવાં, વૈક્રિય શરીર આદિ રચી દુઃસાધ્ય કાર્યો કરવાની શક્તિ જેમણે સિદ્ધ કરી છે; તે મહર્ષિને સિદ્ધ પ્રભાવક કહેવાય છે. * વિષ્ણુકુમાર મુનિ અને સનકુમાર ચક્રવતીની કથા : જુઓ પરિશિષ્ટ વિભાગ
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy