SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ કવિ ઋષભદાસ કૃત સમકિતસાર રાસ'ને આધારે વરિ રિલોક સ્તોતર ભણિ, આણિ દેવનિ ખચ્ચરે; એક ગાથા કરીવેગલી, રાખીતે તીહાપંચરે. ભગતી....૫૩૫ અર્થ : જેણે જિનશાસનને દેદીપ્યમાન બનાવ્યો છે એવા પ્રભાવિક પુરુષની ભક્તિ કરો. (ત્યાર પછી વરાહમિહિરે એક દિવસ રાજાને કહ્યું“આકાશમાં સુંદર અને ઉત્તમ મત્સ્ય ઉત્પન્ન થયો છે...પર. તે મત્સ્ય બાવન પલ (૧ પલ = ૪ તોલા) ના વજનવાળો છે. તે આજે પૃથ્વી પર પડશે." એવી ભવિષ્યવાણી વરાહમિહિરે રાજાને કહી”.પર૬. રાજમહેલની ભૂમિ ઉપર વરાહમિહિરે એક મોટું કુંડાળું કર્યું. પછી તેણે રાજાને કહ્યું કે, “હે રાજન! આકાશમાંથી માછલું આ કુંડાળામાં જ પડશે તે વાત ચોક્કસ છે'..પર૭. (રાજાએ પૂછ્યું ત્યારે) ભદ્રબાહુવામીએ કહ્યું, “આ માછલું કુંડાળાની બહાર પડશે; તેમજ તે એકાવન પલ (વજન) નું છે, તેનાથી અધિક નથી”.પ૨૮. (નિયત સમયે) તે મત્સ્ય કુંડાળાની બહાર પડયું. તેનું વજન કરતાં વાદ-વિવાદનો અંત આવ્યો. (ભદ્રબાહુવામીએ કહ્યું હતું તેટલાં વજનનું મત્સ્ય હતું) અહીં ફરીથી વરાહમિહિરનો પરાજય થયો. તે અપમાનિત થયો...પર૯. જેમ પાણી મિશ્રિત તેલથી દીવો બૂઝાઈ જાય છે, તેમ દેવ-ગુરુનો જેઓ અનાદર કરે છે તેના જ્ઞાનનો ક્ષયોપશમ થતો નથી...૫૩૦. (જ્યારે) જ્ઞાનરૂપી દીપક ઝાંખો થાય ત્યારે સમકિતરૂપી તેલનું સિંચન ઈચ્છું છું, પરંતુ અહંકાર અને અજ્ઞાનરૂપી જળ ભરેલું હોય ત્યાં (જ્ઞાનદીપકના અભાવમાં) અંધકાર ફેલાય છે.૫૩૧. વરાહમિહિરમાં મિથ્યાત્વરૂપ અંધકાર ગાઢ રીતે છવાયેલું હતું. તે સર્વત્ર અપમાનિત થયો. અંતે (સંન્યાસ લઇ) મૃત્યુ પામી યંતર જાતિનો દેવ થયો.પ૩ર. (જૈનાચાર્ય અને જૈન સંઘ પર દ્વેષ હોવાથી તે વ્યંતર દેવ ચારે તરફ મરકીનો રોગ ફેલાવી પ્રગટપણે પાપનું આચરણ કરવા લાગ્યો, ત્યારે (ઉપસર્ગનું નિવારણ કરવા) ભદ્રબાહુ સ્વામીએ ઉવસગ્ગહરં સ્તોત્ર'ની રચના કરી. (તેના સ્મરણ અને શ્રવણથી ઉપદ્રવ શાંત થયો.).૫૩૩. ધરણેન્દ્ર દેવે આ પૃથ્વી પર આવી મરકીના રોગના ઉપદ્રવનું નિવારણ કર્યું. તેણે લોકોની સર્વ ઇચ્છાઓ પૂર્ણ કરી તેમજ સર્વ સંજોગો અનુકૂળ કરી આપ્યા...પ૩૪. હવે પ્રત્યેક ઘરે લોકો આ સ્તોત્રનો પાઠ ભણતાં. તેથી ધરણેન્દ્ર દેવને ખેંચાઈને આ પૃથ્વી પર આવવું પડતું તેથી તે સ્તોત્રની એક ગાથા તેમાંથી જુદી કરાઈ. (એક ગાથાનો લોપ કરાયો) અને પાંચ ગાથાઓ રાખવામાં આવી..પ૩૫.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy