SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસને આધારે • ચૈત્ય વિનય : ચૈત્ય એટલે જિન પ્રતિમા, જિનબિંબો. ઉર્વલોકમાં એક અબજ, બાવન કરોડ, નવાણું લાખ, ચુમ્માળીસ હજાર સાતસો ને આઠ શાશ્વતા જિનબિંબો છે. તિર્થાલોકમાં ત્રણ લાખ, એકાણું હજાર ત્રણસો ને વીસ શાશ્વત જિનબિંબો (જ્યોતિષ વર્જીને) છે. ભવનપતિમાં તેરશો ને નેવ્યાસી કરોડ, સાઠ લાખ શાશ્વત જિનબિંબો છે. જ્યોતિષી વિમાનમાં અસંખ્યતા શાશ્વતા જિનબિંબો છે. તેવી જ રીતે વ્યંતરનિકામાં પણ અસંખ્યાતા જિનબિંબો છે. પંદર અબજ, બેતાળીસ કરોડ, અઠ્ઠાવન લાખ, છત્રીસ હજાર એશી જેટલા કુલ શાશ્વત જિનબિંબો છે તેમનો વિનય કરવો. ચૈત્યનો બીજો અર્થ જ્ઞાન થાય છે. • શ્રુતનો વિનય સામાયિક સહિત સર્વજિનાગમોનો વિનય કરવો. સામાયિકના ચાર પ્રકાર છે. ૧. સમ્યકત્વ સામાયિક-તે મિથ્યાત્વથી નિવૃતિ અને ઔપશમિકાદિ સમ્યકત્વની પ્રાપ્તિ રૂપ છે. ૨. શ્રુત સામાયિક-તે જઘન્યથી અષ્ટપ્રવચન માતા અને ઉત્કૃષ્ટથી દ્વાદશાંગીના અભ્યાસરૂપ છે. ૩. દેશવિરતિ સામાયિક-તે ગૃહસ્થના બાર વ્રતના પાલન સ્વરૂપ છે. ૪. સર્વવિરતિ સામાયિક-તે સર્વસાવધ યોગોના ત્યાગરૂપ છે. • ધર્મનો વિનય ક્ષમા, નમ્રતા, સરળતા, તપ, સંયમ, સત્ય, શૌચ, બ્રહ્મચર્ય, નિર્લોભી, અને અકિંચન આ દશ પ્રકારનો સાધુ ધર્મ છે. તેનો વિનય કરવો. • સાધુનો વિનય ચારિત્રધર્મના આધારભૂત એવા સાધુવનો વિનય કરવો. • આચાર્યનો વિનય - પંચાચારના પ્રકાશક અને છત્રીસ ગુણધારી ધર્માચાર્યનો વિનય કરવો. • ઉપાધ્યાયનો વિનય :-સૂત્રનું પઠન-પાઠન કરનાર અને કરાવનાર ઉપાધ્યાયનો વિનય કરવો. • પ્રવચનનો વિનય - ચતુર્વિધ સંઘનો વિનય કરવો. • દર્શનનો વિનય - ક્ષાયિક, લાયોપથમિક, અને ઓપશમિક એવા ત્રણ પ્રકારના સમ્યકત્વ અને સમકિતધારી આત્માનો વિનય કરવો તેમજ મિથ્યાદષ્ટિ તરફ માધ્યસ્થભાવ રાખવો એ દર્શનનો વિનય છે. વિનય શબ્દથી અહીં શિષ્ટાચાર, બહુમાન, ગુણગાન, અવર્ણવાદનો ત્યાગ, આશાતનાનો પરિહાર એવો અર્થ થાય છે. આશાતના કરવી એ મિથ્યાત્વ છે, જ્યારે અશાતનાનો પરિહાર કરવો તે સમકિત છે. વિનય વિનાની ધર્મકરણી ખોડખાપણવાળી હોય છે.વિનયથી મોહના પડળો હટે છે. દશ ગુણવંતોનો પાંચ પ્રકારે વિનય કરવો જોઈએ કારણકે વિનયથી સમકિત પ્રાપ્ત થાય છે. સમકિત એટલે લોકભાષામાં સરળતા અને સત્યનો પ્રવેશ. સમકિત એટલે અનાદિકાળની તુચ્છતાને અલવિદા!!દશ પ્રકારના વિનયથી હૃદય નિર્મળ થતાંક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. પરોસે મોરવોવિનયનું અંતિમ ફળ મુક્તિ છે. સ્વ પરહિત, આત્મ શાંતિ, નિરદ્ધતા, નિરાભિમાનતા અને અનાસકિત માટે વિનય જરૂરી છે તેથી વિનયનાં સ્વરૂપને સમકિતના બોલમાં સમાવિષ્ટ કર્યું છે. • શુદ્ધતા: કવિએ કડી ૪પ૬ થી ૪૫૯માં સમકિતના ચોથાધારના સંદર્ભમાં ત્રણ પ્રકારની શુદ્ધિ દર્શાવી છે. અહંકાર અને મમકાર જેવા દુર્ગુણો દૂર થતાં આત્મા વિનમ્ર બને છે. જેમ દીવામાંથી દીવો પ્રગટે તેમ
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy