SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ મિથ્યાત પાંચમું અણા ભોગ ટાલો સહી રે, બોલિ વરાઇ જેહ; અદીમું ઓછું વચન કહઈ સીધાંતનું, પાતીગ હોઈ તેહ. મીથા ૨૮૨ મીથ્યાત પાંચઈ મુકીનિ જગના નરા રે, આદરી સમકત સાર; મીથ્યા ધર્મ કરતાં જગમાં કો વલીરે, મોગ્ય ન ગયો નીરધાર મીથ્યા ...૨૮૩ અર્થ : સમ્યકત્વના સ્વામી તમે પાંચ મિથ્યાત્વનો ત્યાગ કરો. પ્રથમ અભિગ્રહિક મિથ્યાત્વ છે, જેમાં આગ્રહ હોવાથી જેએકવાર ગ્રહણ કર્યું તે જ સાચું છે, એવું મનમાં દઢ કરી રાખે છે ...૨૭૮ બીજું અનભિગ્રહિક મિથ્યાત્વ છે. તેનો પણ ત્યાગ કરવો જોઈએ. જે મનુષ્યનું મન હઠાગ્રહી છે, તે અન્ય ધર્મ જોઈ કાયર બની તે તરફ વળે છે .૨૭૯ જગતમાં ત્રીજું અભિનિવેશિક મિથ્યાત્વ છે. વીતરાગ કથિત ધર્મને જાણવા છતાં ધર્મ વિરુદ્ધ પ્રરૂપણા કરે છે તેવો જીવ ચીકણા કર્મો બાંધી ચારે ગતિમાં ફરે છે..૨૮૦ ચોથું સાંશયિક મિથ્યાત્વ છે, જેમાં જિનેશ્વર દેવના વચનોની પ્રમાણિકતા સંબંધી મન શંકાશીલ રહે છે. આ સાચું છે કે ખોટું એવો સંશય રહે છે તેવો મનુષ્ય ભવપાર ન કરી શકે...૨૮૧ પાંચમું અણાભોગ મિથ્યાત્વ છે. તે ત્યજવા યોગ્ય છે. તે અજ્ઞાન કે અણસમજમાં હોય છે. શાસ્ત્રના વચનોથી ઓછું કે અધિક બોલી કે વિચારીને પાપલાગે છે ...૨૮૨ હે જગતના માનવો! પાંચે મિથ્યાત્વનો ત્યાગ કરો અને શ્રેષ્ઠ, કલ્યાણકારી સમકિતની આરાધના કરો. મિથ્યાત્વ ધર્મનું સેવન કરવાથી નિશ્ચયથી જગતમાં (આજસુધી) કોઇને મુક્તિ મળી નથી..૨૮૩ • મિથ્યાત્વઃ સંસારનું મૂળ કારણ જૈનદર્શનની દ્રષ્ટિએ મિથ્યાત્વ છે.વેદાંતમાં માયા તરીકે ઓળખાય છે. ખ્રિસ્તી ધર્મમાં 'Devil sin' તરીકે ઓળખાય છે. બુદ્ધો તેને માર' કહે છે. જૈનો તેને મિથ્યાત્વ' કહે છે. તે બહિરાત્મભાવ' નામે પણ ઓળખાય છે. કાયાદિને હું માનવો તે મિથ્યાત્વ છે. હું અને મારાપણાની' અજ્ઞાનબુદ્ધિ એ મિથ્યાત્વ, બહિરાત્મભાવ, અજ્ઞાન કે અવિદ્યા નામે ઓળખાય છે. સંસારનું મૂળકારણ અવિદ્યા છે. તેનાથી મુક્ત થવાનો મૂળ ઉપાય વિદ્યા છે. કણાદે વિદ્યાનું નિરૂપણ કર્યું છે. આચાર્ય પતંજલિ તેને વિવેકખ્યાતિની સંજ્ઞા આપે છે. અક્ષપાદ તત્ત્વજ્ઞાન અને સમ્યગુજ્ઞાન શબ્દનો પ્રયોગ કરે છે. બૌધ સાહિત્યમાં તેને વિપશ્યના કહેવાય છે. આ પ્રમાણે સર્વભારતીય પરંપરાએ જ્ઞાનને મહત્વ આપ્યું છે. પોતાના સ્વરૂપનું જ્ઞાન ન થવું તે અવિદ્યા છે. તે સંસારનું મૂળ છે. તેને મિથ્યાત્વ કહેવાય છે. न मिथ्यात्व समः शत्रुर्न मिथ्यात्व समं विषम् । न मिथ्यात्व समो रोगो न मिथ्यात्व समं तमः।। અર્થ: મિથ્યાત્વ સમાન કોઇ શત્રુ નથી. મિથ્યાત્વ સમાન કોઇ વિષ નથી. મિથ્યાત્વ સમાન કોઈ રોગ નથી અને મિથ્યાત્વ સમાન કોઈ અંધકાર નથી. અર્થાતુ મિથ્યાત્વ પ્રબળ શત્રુ છે, તે ભયંકર વિષ છે, તે દુઃસાધ્ય રોગ છે તેમજ ગાઢ અંધકાર છે. રહ
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy