SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ ઘર્મ તત્ત્વ એ ત્રીજું તત્ત્વ છે. તેનું વિધિપૂર્વક આચરણ કરનારો સમ્યગુદૃષ્ટિ છે. તે મુક્તિમાર્ગનો આરાધક છે...૨૫૬, સમ્યગુદૃષ્ટિ ત્રણ તત્ત્વની આરાધના કરે છે અને ત્રણ અતત્વનો ત્યાગ કરે છે. હે ભવ્ય જનો ! કુદેવ, કુગુરુ અને કુધર્મ એ ત્રણતત્ત્વની વાત સાંભળો...૨૫૭ પુ૭િ સુણ સ્તોત્રમાં ગાથા ૨૯ ના અને સમક્તિસાર રાસની કડી-ર૫૫ અને ૨૫૬ના ભાવમાં ઘણી સામ્યતા છે. सोच्चा य धम्म अरिहंत भासियं, समाहियं अट्ठपओवसुद्धं । तंसद्हणा यजणा अणाउ, इंदेव देवाहि व आगमिस्संति।। અર્થ : શ્રી અરિહંત દેવ દ્વારા ભાષિત, સમ્યકરૂપે કહેવાયેલા, યુક્તિસંગત, શુદ્ધ અર્થ અને પદ યુક્ત ધર્મનું શ્રવણ, તેના પર શ્રદ્ધા કરનાર વ્યક્તિઓ મોક્ષ મેળવે છે અથવા ઇન્દ્રની જેમ દેવ પદવીઓ પામે છે. શ્રત અને ચારિત્ર ધર્મનો આરાધક આત્મા ફળશ્રુતિરૂપે મોક્ષ અથવા દેવલોકમાં ઇન્દ્રની પદવી મેળવે છે. તે એકાવનારી બને છે. સમ્યકદર્શનનું આવું ફળ જાણી સુદેવ, સુગુરુ અને સુધર્મની આરાધના કરવાની કવિ પ્રેરણા આપે છે. કુદેવનું સ્વરૂપ ઢાળઃ ૧ર દિશી – ચંદાયણની(ચંદ્રાયણાની) રાગ કેદાર) વાત સુણો રે સમકતધારી, દેવ કુદેવ તજો નરનારી; એહની નવિ કીજઇ મનોહારી, એ નવિ આપિ મૂગતિ જ સારી. ...૨૫૮ પોતિ મૂગતિ માંહિ નવ્ય માહાલિ, માગી મૂત્ય તે કેહી પરિ આલિ; શક્તિ હીણ પર અર્થ ન સારિ, આપ ન તરિ તે પર કયમ તારિ. ૨૫૯ મદ મછર દીસઈ સૂરમાઈ, માની લોભી કામ કષાઈ; પરનિ પ્રહાર ચૂંકિ જે ઘાઇ, તે પરમેશ્વર નહી સુખદાઇ. •..ર૬૦ હાશ વિનોદ કીડા બહુ કરતા, જીવહંશાદીક નવી પરહરતા; પર શ્રી ગમન તોહિ આદરતા, તે પરમેશ્વર પાપ ન હતા. આમીષ ભખિ મદિરા પણિ ચાખિ, વાહન પરીગ્રહિ પોતિ રાખિ; અસત્ય વચન મુખ્યથી પણ ભાખિ કો નવિ દીસિ નારી પાષિ. .ર૬ર અર્થ: સમકિતધારી નર-નારી તમે વાત સાંભળો. દેવતત્વમાં કુદેવ તત્વનો ત્યાગ કરો. તેમની મનથી ચાહના (શ્રદ્ધા)નકરો કારણકે તેઓ મુક્તિ અપાવી શકે તેવી તેમનામાં યોગ્યતા નથી..૨૫૮ જેમણે સ્વયં મુક્તિ પ્રાપ્ત કરી નથી તેમની પાસે મુક્તિ માંગવાથી તેઓ મુક્તિ કયાંથી આપી શકે? જે સ્વયં શક્તિહીન છે તેવાદેવતાઓથી શું સરે? જે સ્વયં ડૂબેલા છે તે અન્યને ક્યાંથી તારી શકે?...૨૫૯ તે દેવમાં ગર્વ (અહંકાર), કપટ (માયા) માન, લોભ, કામ અને કષાય જેવા અવગુણો રહેલા છે. ર૬૧
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy