SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ક88 ઉપોદુઘાત શ્રાવક કવિ ઋષભદાસ એ મધ્યકાલીન જૈન સાહિત્યની વિશિષ્ટ ઉપલબ્ધિ છે. ૬ મધ્યકાલીન જૈન સાહિત્યમાં મોટાભાગના કવિઓ સાધુ-પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે, તેમાં કે કવિ ઋષભદાસ જેવા કવિઓ શ્રાવક પરંપરાનું ગૌરવ છે. મુખ્યત્વે વેપારને વરેલા જૈન શ્રાવક વર્ગમાં સરસ્વતીનું વરદાન પામીતેની સેવાનું વ્રત ધારણ કરે એ ઘટના અતિવિરલ છે. ખંભાતના જ - માણેકચોકમાં વસનારા કવિની ૩૪ થી વધુ રાસ રચનાઓમાંથી સમકિતસાર રાસ' એ પ્રસ્તુત છે શોધનિબંધનો અભ્યાસવિષય છે. ભાનુ બહેન શાહ મૂળ કચ્છના રહેવાસી ધર્મપ્રિય શ્રાવિકા છે. મુંબઈમાં મેટ્રીકનાં અભ્યાસ બાદ લગ્ન પછી દીર્ઘ સમય બાદ એચ.એસ.સી., બી.એ., એમ. એ. અને હવે આ પી.એચ.ડી. જેવી ઉચ્ચ વિદ્યાસાધના સિદ્ધ કરી છે, તેમાં તેમની ધર્મ અને જ્ઞાન ઉભયની પ્રીતિનો ? ઝળહળાટ છે. જૈનત્વની સાચી ઓળખાણ સમા સમકિતના હાર્દને પામવાના પ્રયત્નરૂપે તેમણે કવિ ઋષભદાસના સમકિતસાર રાસને અભ્યાસવિષય તરીકે પસંદ કર્યો. કવિ ઋષભદાસે સમકિતના મહત્ત્વને વિસ્તૃત રીતે વર્ણવ્યા બાદ સુદેવ, સુગુરૂ, સુધર્મના મહિમાને અંકિત કર્યો છે, સાથે જ સમકિતના સડસઠબોલોનું વિસ્તૃત વર્ણન કરી સમકિત વિશે એ જ આકર ગ્રંથરૂપ આ રાસનું સર્જન કર્યું છે. કવિની કથાકાર તરીકેની અનોખી સિદ્ધિ હોવાથી આમાં . દાંત નિમિત્તે કથારાસનું પણ અપૂર્વસંયોજન કર્યું છે. જ કવિ ઋષભદાસની પ્રાપ્ત હસ્તપ્રત કેટલેક અંશે અશુદ્ધ હોવાથી તેના પરથી લીયંતરનું છે કાર્યકઠિન હતું, આ કાર્ય પણ સાંગોપાંગ પાર પાડી આ કાર્યને યશસ્વી રીતે પૂર્ણ કર્યું. આ રાસનું અધ્યયન કર્યું, તે સાથે જ તેમણે આગમોમાંથી ઉપલબ્ધ સમકિત વિશેની નાની રચનાઓનું પણ આ અધ્યયન કર્યું. તેમણે સમકિતના વિવિધ સંદર્ભોનું અધ્યયન રજૂ કર્યું છે. તેમણે વિવિધ પૂજાઓ પર અને એ સાથે જ તેમણે ઉપાધ્યાય યશોવિજયજી અને શ્રીમદ્ રાજચંદ્રજીની અર્થગંભીર રચનાઓનું તુલનાત્મક અધ્યયન રજૂ કરી વિષયના ગૌરવની વૃદ્ધિ કરી છે. તેમણે આ સાથે જ કે વિવિધ સંલગ્ન વિષયોની પરિશિષ્ટોની રજૂઆત દ્વારા વિષયોનો તલસ્પર્શી અભ્યાસ કરવાનો અનુમોદનીય પ્રયાસ કર્યો છે. આવિષયની ગહનતા ઘણી ઊંડી છે. આથી કેટલેક સ્થળે સંશોધકનો પુરુષાર્થ અપર્યાપ્ત છે પણ અનુભવાય, પરંતુ ભાનુબહેન પુરૂષાર્થશીલ સંશોધક છે. લાંબો સમય સામાયિક કરી જ વિષયના શક્ય એટલા ઊંડાણમાં જવા તત્પર રહ્યાં છે. આથી આપણને હૃદયમાં ઊંડી આશા અને કે શ્રદ્ધા રહે છે કે, શ્રીમતી ભાનુબહેન આ વિષયના વધુ ઊંડાણમાં ચિંતન-મનન કરી જૈન સંઘને જ સમ્યગ્દર્શન સમા અમૂલ્ય રત્ન વિષયક વધુ પ્રકાશ પાથરે... એ સાથે જ મધ્યકાળના ઉપેક્ષિત પર કે સાહિત્યક્ષેત્રમાં પણ પોતાની ગૌરવવંતી અભ્યાસ-પરંપરા ચાલુ રાખે એ જ અભ્યર્થના... Department of Gujarathi, Mumbai Dr. Abhay Doshi કકકકકકકકકકકકક કકક
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy