SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ આમરાજાનો સંબંધ ૫૦૯ રાજ્યને વિષે પૃથ્વી સાર છે. પૃથ્વીમાં સાર નગર છે. નગરમાં સાર મહેલ છે. મહેલમાં રાધ્યા એ સાર છે. ને રાધ્યામાં કામદેવનું સર્વધન એવી શ્રેષ્ઠ સ્ત્રી છે. વળી ફક્ત પ્રિયનું જ દર્શન થાઓ. બીજાં દર્શન વડે પ્રયોજન શું? તેથી સરાગી એવા ચિત્ત વડે પણ નિર્વાણ પમાય છે. હમણાં તમારી સેવા કરવા માટે આમરાજાવડે હું મોક્લાઈ છું. તેથી સુરિવર્ષે તેને શું જ્ઞાનદ્રષ્ટિવાલા અમારા વ્યામોહને માટે દેવાંગના સરખી એવી પણ સ્ત્રીઓ ક્યારેય જરા પણ સમર્થ થતી નથી, કહ્યું છે કે: मलमूत्रादि पात्रेषु - गात्रेषु मृगचक्षुषाम् । रतिं करोतु को नाम सुधीर्व!गृहेष्विव॥१॥ સંડાસની જેવા સ્ત્રીઓનાં મલમૂત્ર આદિનાં પાત્ર એવા અવયવોને વિષે ક્યો બુદ્ધિાળી પ્રીતિ કરે ? ગુરુને વિકાર વગરના જોઈને ઘણા સંતોષવાલી વેશ્યાએ સવારે રાજા પાસે આવીને રાત્રિ સંબંધી વૃતાંત ાં. કે હે સ્વામી! તમારા ગુરુ મેરુપર્વતની જેમ વજચિત્તવાલા છે. તે દેવાંગનાઓ વડે પણ ક્ષોભ પમાડી શકાય એવા નથી. અમારવડે તો કેમ ચલાયમાન કરી શકાય? હે રાજા ! અમારાવડે જન્મથી માંડીને શિક્ષા પામેલ અપાયવાલી ફૂટ આદિની રચના અહીં અમારી નિષ્ફળ થઈ. વેશ્યાની પાસે ગુના ધર્મની સ્થિરતા સાંભળીને આશ્ચર્યના ઉદયથી ભરેલો રાજા મનમાં આ પ્રમાણે વિચારવા લાગ્યો न्युञ्छने यामि वाक्यानां, दृशोर्याम्यवतारणम् बलिक्रिये तु सौहार्दा - च्छ्रीगुरुणां पदोस्तथो। હું વાક્યોની લુંછનાને પામું છે. બે દ્રષ્ટિમાં અવતારણ પામું છે. અને મિત્રતાથી શ્રી ગુનાં બે ચરણોમાં પૂજા धन्यास्त एव धवलायतलोचनानां, तारुण्यदर्पघनपीनपयोधराणाम्। क्षामोदरोपरि लसत् त्रिवली लतानो, दृष्टवाऽऽकृति विकृतमेति मनो न येषाम्॥१॥ (તે ગુરુઓ ધન્ય છે.) શ્વેત અને લાંબા નેત્રવાલી – યૌવનના અભિમાનથી ઘણાં પુષ્ટ- (મોટો) સ્તનવાલી - સામ (નાના) પેટની ઉપર દેદીપ્યમાન ત્રિવલીની લતાવાળી એવી સ્ત્રીઓની આકૃતિ જોઈને જેઓનું મન વિકાર પામતું નથી તે ખરેખર ધન્ય છે. આ પ્રમાણે વિચારી રાજા આચાર્યને નમીને બોલ્યો કે ખેદની વાત છે કે મારાવડે મૂઢતાથી યાની પાસે આપની
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy