SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ આમરાજાનો સંબંધ ૫૦૧ રાજાવડે સાડાત્રણ કરોડ ધનવડે બનાવેલા શ્રેષ્ઠ મંદિરમાં જે ગોપગિરિમાં જિનેશ્વર છે. તે જયવંતા વર્તે છે. સવારે ઊઠીને રાજા હાથી ઉપર ચઢી સેવકો સાથે પોતાના કરાવેલા ચૈત્યમાં શ્રી વીરભગવંતને નમીને ગુરુને વંદન કરે છે. તે વખતે મિથ્યા દ્રષ્ટિઓની દ્રષ્ટિ નિમક્વડે પુરાય છે. અને સમ્યક્ દ્રષ્ટિઓની દ્રષ્ટિ ચૈત્યને જોવાથી અમૃતવડે ભરાય છે. સવારે સુવર્ણના આસન ઉપર પોતાના ઉત્તમ ગુરુને બેસાડીને જ્યારે આમરાજા ધર્મ સાંભળતો હતો. ત્યારે બ્રાહ્મણોમાંના કેટલાક બ્રાહ્મણો રાજાના ઘરે આવીને રાજાની આગળ આ પ્રમાણે બોલ્યા કે – આ શ્વેત વસવાળાઓને સુવર્ણનું આસન યોગ્ય નથી. આ સાધુઓ જુગુપ્સા કરવા લાયક ભિક્ષાવડે ભોજન કરનારા ને શુદ્ધ જાતિવાલા છે. તેથી તેને બેસવા માટે હમણાં બીજું આસન અપાય. એ પ્રમાણે બ્રાહ્મણો વડે કહેવાય ને આચાર્યને બેસવા માટે રાજાએ નાનું આસન (સિંહાસન) મોક્લીને મૂલ આસનને ખજાનામાં રહેલું ક્યું મૂક્યું) તે સિંહાસન ઉપર દિવસની શરૂઆતમાં બેસીને રાજાની આગળ આચાર્ય મહારાજે એક લોક ક્યો. मर्दय मानमतमजदएं, विनयशरीरविनाशनसर्पम्। क्षीणो दर्पाद्दशवदनोऽपि, यस्य न तुल्यो भुवने कोऽपि ॥१॥ મારૂપી હાથીના દર્પનું અભિમાનનું) તું મર્દન કર. કારણ કે માન વિનયરૂપી શરીરનો વિનાશ કરવામાં સર્પ છે. જેના સરખો ભુવનમાં કોઈ નથી તે રાવણ પણ અભિમાનથી નાશ પામ્યો. એ સાંભળીને ગુરુના ચિત્તમાં રહેલા ભાવને જાણીને લજજા પામેલા રાજાએ તરત જતે મૂલ સિંહાસન તે વખતે ગુરુના માટે મોલ્યું, આમ રાજાએ ભક્તિથી ગુનાં બે ચરણમાં લાગીને મન-વચન-અને કાયાના યોગથી શ્રી ગુરુને નમાવ્યા. ગુએ કહ્યું કે પોતાની જાતિવડે ગર્વિત મનવાલા બ્રાહ્મણો ક્યારે પણ બીજી જાતિઓને તરણાં સમાન માનતા નથી. બ્રહ્મચર્ય વડે બ્રાહ્મણ થાય. શસ્ત્ર ધારણ કરનારા ક્ષત્રિયો થાય. કૃષિકર્મ (ખેતી કર્મ) કરનારા વૈશ્ય થાય, અને સેવા કરનારા શૂદ્ર થાય. અંગોપાંગસહિત-લક્ષણો સહિત–ચારે વેદ્યને ભણીને શૂદ્ર પાસેથી ગ્રહણ કરીને બ્રાહ્મણ ગધેડે થાય છે. બાર જન્મ સુધી ગધેડો થાય છે. સાઠ (૬૦) જન્મ સુધી ભૂંડ થાય છે. સિત્તેર (૭૦) જન્મ સુધી કૂતરા થાય છે. આ પ્રમાણે મનુએ હ્યું છે. જૂના ઘરમાંથી બ્રાહ્મણો હંમેશાં ગ્રહણ કરે છે. વણિક એ શુદ્ર નથી. પરંતુ હે રાજા તે વૈશ્ય છે. ત્યારે જે જેવા પ્રકારનું કર્મ કરે છે તે તેવા પ્રકારનો થાય છે. શુભ અથવા અશુભજાતિ કર્મથી થાય છે. હમણાં બ્રાહ્મણો ખરાબ કર્મકરતા દેખાય છે. આથી તેઓ શુદ્ર કહેવાય છે. બીજા વળી બ્રાહ્મણો છે. તે વખતે રાજાએ ગુસ્સે એક કરોડ સોનામહોર આપી. પરંતુ તે (સોનામહોર) ઈચ્છા રહિત હોવાથી ગુએ ગ્રહણ કરી નહિ. તે પછી સંઘ સહિત રાજાએ ગુના વાક્યથી એક કરોડ સોનામહોર જીજિનમંદિના ઉદ્ધારમાં વાપરી. એક વખત અંતઃપુરમાં પત્નીને કરમાયેલા મુખવાલી જોઈને રાજા ગુરુની આગળ અર્ધ ગાથા લઈ ગયો.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy