SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય માટે શી આગમ સૂત્રોના આધારો 603 અર્થ : ત્યાર પછી તે યુધિષ્ઠિર વગેરે પાંચેય અણગારો ઘણા મનુષ્યોની પાસે આ અર્થને (વાતને) સાંભળીને એક બીજા વિચારે છે. વિચારીને આ પ્રમાણે બોલે છે. ખરેખર નિશ્ચયવડે હે દેવાનુપ્રિય ! અરિહંત શ્રી અરિષ્ટનેમિ ભગવાન એક ગામથી બીજે ગામ વિચારી રહ્યા છે. તે લ્યાણને માટે છે. ખરેખર આપણે સ્થવિરોને પૂછીને અરિહંત શ્રી અરિષ્ટ નેમિને વંદન માટે જઇએ. આ વાત એક બીજાને પૂછે છે. અને પૂછીને જ્યાં આગળ સ્થવિર ભગવંતો હતા, ત્યાં તેમની પાસે આવે છે. અને આવીને સ્થવિર ભગવંતોને વંદન કરે છે. નમસ્કાર કરે છે. અને નમસ્કાર કરીને એ પ્રમાણે બોલે છે. ઇચ્છા કરીએ છીએ, તમારાવડે આજ્ઞા પામેલા અમે અરિહંત શ્રી અરિષ્ટનેમિને વંદન કરવાની ઇચ્છા કરીએ છીએ, ત્યારે વિરોએ હ્યું કે હે દેવાનુપ્રિય! તમને સુખ ઊપજે તેમ કરો. ત્યાર પછી તે યુધિષ્ઠિર વગેરે પાંચે અણગારો સ્થવિર ભગવંતો વડે આજ્ઞા પામેલા સ્થવિર ભગવંતોને વંદન કરે છે, નમસ્કાર કરે છે. વંદન અને નમસ્કાર કરીને સ્થવિરો પાસેથી નીકળે છે. અને માસ લમણના પારણે – માસ ક્ષમણ – આવા નહિ ટાળેલા તપવડે એક ગામથી બીજે ગામ વિચરતાં જયાં હસ્તિષ્પ નામનું નગર છે ત્યાં આવે છે. અને ત્યાં હસ્તિષ્પ નગરની બહાર જયાં સહસ્રામ નામનું વન – ઉદ્યાન છે ત્યાં આવે છે. અને વિચરે છે. (રહે છે.). ત્યાર પછી તે યુધિષ્ઠિર સિવાયના ચારેય અણગારો માસક્ષમણના પારણે પહેલી પોરિસીમાં સ્વાધ્યાય કરે છે. અને બીજી પોરિસીમાં જેમ ગૌતમ સ્વામી ગોચરી જતા હતા તેમ યુધિષ્ઠિરને પૂછે છે અને પછી (ગોચરી) જતાં ઘણા મનુષ્યોનો શબ્દ સાંભળે છે. એ પ્રમાણે ખરેખરહેવાનુપ્રિય અરિહંત શ્રી અરિષ્ટનેમિપ્રભુશ્રી ઉજિંજત શૈલશિખર ઉપર-ગિરનાર પર્વત પર પાણી વગરના ચોવિહારા માસિભક્ત કરવાવડે- પ૩૬ - અણગારો સાથે કાલ પામ્યા. યાવત સર્વદુ:ખથી મુક્ત થયા. ત્યાર પછી તે યુધિષ્ઠિર સિવાયના ચારે અણગારે ઘણા મનુષ્યોની પાસે આ વાર્તાને સાંભળીને (કાલધર્મની વાર્તા સાંભળીને) જ્યાં યુધિષ્ઠિર નામના અણગાર છે ત્યાં આવે છે. અને આવીને ભાત પાણીના પચ્ચકખાણ કરીને ગમણાગમણ-ઈયિાવહિયંને કરે છે. અને ઇરિયાવહિયં કરીને ગોચરીમાં લાગેલા ઘોષોને આલોવે છે. અને ભાત પાણીને બતાવે છે. અને બતાવીને આ પ્રમાણે બોલે છે. (હતિલ્પ એટલે વર્તમાનમાં અત્યારે આપણે જેને હાથસણી કહીએ છીએ. તે ગામ સંભવી શકે. (સંશોધનમાં તેવા નામનું ગામ ન મળે ત્યાં સુધી) એ પ્રમાણે નિશ્ચયવડે હે દેવાનુપ્રિય ! શ્રી નેમિનાથ ભગવાન કાલધર્મ – નિર્વાણ પામ્યા છે. માટે હે દેવાનુપિય! અમોને પણ આ લ્યાણકારી છે. આ પૂર્વે ગ્રહણ કરેલાં ભાત પાણીને પાઠવીને શ્રી શત્રુંજ્ય પર્વતપર ધીમે ધીમે ચઢવું. સંલેખનાની સેવનામાં તત્પર અને કાલને નહિ ના એવા વિચારીએ. આ પ્રમાણે અન્યોન્ય આ વાતને સાંભળે છે. અને આ સાંભળીને પૂર્વ ગ્રહણ કરેલાં ભાત પાણીને એકાતમાં પરક્વી દે છે. અને પરવીનેજ્યાં શત્રુંજય નામનો પર્વત છે ત્યાં આવે છે. અને ત્યાં આવીને શ્રી શત્રુંજય પર્વતપર ચઢે છે. યાવત સમયની ગણના કર્યા વગર સ્થિરપણે વર્તે છે. ત્યારપછી તે યુધિષ્ઠિર વગેરે પાંચે અણગારો સામાયિકથી માંડીને ચૌદ પૂર્વોડે ઘણાં વર્ષો વ્યતીત ક્ય, બે માસિક સંલેખના કરતાં, આત્માને ભાવતાં હેતુ માટે નગ્ન ભાવ – સાધુપણું ધારણ કર્યું છે. તે ભાવને સાધ્યો. (અર્થાત મોક્ષને મેળવ્યો.)
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy