SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ મોતીશની ટૂક - મોતીવસતી ૮૮૭ ગિરિરાજ પર ટૂફ બાંધવા માટેની જગ્યા જોઈએ તેવી જથ્વી ન હતી. ત્યારે તેઓને આ કુંતાસર નામની ખીણ પૂરીને એના ઉપર ટુકુ બાંધવાનો વિચાર આવ્યો. વળી આ રીતે જો ખાઈ પૂરીને ટ્રક બાંધવામાં આવે તો યાત્રિકોને જે ફરી ફરીને દાદાના દરબારમાં જવું પડતું હતું તે પણ સીધું થઈ જાય. પરંતુ બે પહાડો વચ્ચેની ખીણને પૂરવાનું કામ સહેલું ન હતું. ત્યાં તો લાખો અને કરોડોની વાત થાય. અને ખીણ પુરાયા પછી જ ટૂંકુ બંધાય. છેવટે સાહસિક અને ધર્મની ધગશવાળા શેઠે ખીણને પૂરવાનો વિચાર નકકી ક્યું. અને લાખોના ખર્ચે પુરાવી. અને તેના પર ટ્રની રચના કરવી. ૧૬-મોટાં મંદિરો અને ૧ર૩ – દેરીઓથી મંડિત આંખોને ઠારતી ને હૃદયને ઉજજવળ બનાવતી આ દ્રશ્નો ખર્ચ લાખો અને કરોડેના હિસાબે થયો હતો. (આજની ગણતરીએ તો આંકડા પણ ન મૂકી શકાય) એમ કહેવાય છે કે આ ટૂકુ બનાવતાં જે ઘરડાઓ વપરાયાં હતાં, તેનો જ ખર્ચ લાખોના હિસાબે થયો હતો. ભવ્ય રંગમંડપ અને વિશાળ પટાંગણમાં બનેલી મોતીવસહીની " પાછળ શેઠ મોતીશાનો ઉત્સાહ ધર્મ ભાવના, ધર્મપ્રત્યેની ઊંડી શ્રદ્ધા અને વિશાળ દૃષ્ટિ જણાઈ આવે છે. મોતીશાની ક્ના મુખ્ય દેરાસરોમાં મૂળનાયક પ્રભુશ્રી આદિનાથ દાદા બિરાજે છે. આ મંદિરની પ્રતિષ્ઠા વિ. સં– ૧૮૯૩ માં મહાવદ બીજના દિવસે શેઠ મોતીશાહના પુત્ર શ્રી ખીમચંદભાઇના હસ્તે થઈ. મોતીશાની આ ટૂકમાં – ર૭રર – આરસની પ્રતિમાઓ છે. ૧૪૩ – ધાતુની પ્રતિમાઓ અને –૧૪૫૭ – પગલાંની જોડ યાત્રિકોને જોવા મળે છે. અલૌક્તિાને સાકાર કરતી – નલિની ગુલ્મવિમાનના આકાર જેવી આ ટૂર્ની રચના પૂરી કરતાં – ૭વર્ષ લાગ્યાં હતાં, ૧૧ળ, સલાટો તથા – ૩ – હજાર મજૂરોએ રાત દિવસ કામ કર્યું હતું, પરંતુ વિધિની ભવિવ્યતા કંઇક જુદી જ વાત કરી રહી હતી. પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં રોઠબીમાર પડ્યા. અને તેમાંથી તેઓ નજ બચી શક્યા. જે કામ તેઓએ આપ્યું હતું, તે કામ તેમના પુત્ર શ્રી ખીમચંદભાઇ એ પૂર્ણ કર્યું. સવા લાખ માણસોનો સંઘ લઈને ખીમચંદ ભાઈ પાલિતાણા પધાર્યા તે વખતે તેમના સંઘમાં-પર-સંઘપતિઓ હતા, અઢાર દિવસ સુધી આખું પાલિતાણા શહેર ધુમાડા બંધ કર્યું હતું. એમ કહેવાય છે કે એ સમયે રોજના હિસાબે રસોડાનો ખર્ચચાલીસ હજારનો આવતો હતો. સં. ૧૮૭-માં દાદાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. શ્રી શત્રુંજય તીર્થપની હજારો પ્રતિમાજીઓમાં આ ની દરેક પ્રતિમાજી શિલ્પ-સ્થાપત્યની દૃષ્ટિએ સર્વોત્તમ લેખાય છે. દાદાનાં દર્શન કરતી શેઠ મોતીશા અને તેમનાં ધર્મપત્નીની મૂર્તિ તથા તેમના માતુશ્રીની મૂર્તિપણ દેરાસરમાં પધરાવેલ છે. મુખ્ય દેરાસરજી સાથે જે-૧૬– દેરાસરો છે તે દેરાસરો શેઠ મોતીશાના મિત્રો-સગાંઓ અને સ્નેહીઓએ બંધાવેલાં છે મોતીશાની ટ્રમાં જે મંદિરે છે તેની નોંધ :
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy