SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ખરતર વસતીની રચના પ્રભુ – શ્રી ચંદપ્રભુ – શ્રી આદીશ્વર પ્રભુ – શ્રી ચૌમુખજી – શ્રી સુમતિનાથ – શ્રી સંભવનાથ અને શ્રી ઋષભદેવ પ્રભુ – એમ કુલ – ૧૨ – જિનમંદિરો ખરતરવસહીમાં છે ૮૮૧ C ચૌમુખજીની ટૂંક – સવા સોમાની ટૂંક . પર્વતરાજ શ્રી શત્રુંજ્ય તીર્થ ઉપરની આ ઊંચામાં ઊંચી ટૂક છે. આ ટૂકમાં મૂળનાયક પ્રભુ શ્રી આદિનાથની ચૌમુખ પ્રતિમા બિરાજે છે. ચૌમુખજીની મોટી ટૂના બે વિભાગો છે. બહારના વિભાગને “ ખરતરવસહી ” તરીકે ઓળખવામાં આવે છે. અને અંદરના વિભાગને ચૌમુખજીની ટૂક અથવા સવા સોમાની ટૂક હેવાય છે. વિક્રમ સંવત – ૧૬૫૭ – માં આ ટૂની રચના થઇ હતી. ક્લાકોતરણીની દૃષ્ટિએ પણ મનોહર લાગતી આ ટૂકમાં દર × ૫૭ – ફૂટનો ભવ્ય પ્રાસાદ છે. ને તેનું શિખર – ૯૭ – ફૂટ ઊંચું છે. = મંદિરની ફરસમાં લીલા – શ્વેત અને ભૂરા રંગના સુંદર આરસના કટકાઓ જડેલા છે. ગભારામાં – – ફૂટ ઊંચા અને – ૧૨ – ફૂટ લાંબાને પહોળા સફેદ આરસના પવાસન પર – ૧૦ – ફૂટ – ઊંચી શ્રી આદિનાથ દાદાની ચાર મંગલકારી મૂર્તિઓ સોહે છે. મુખ્ય મંદિરના રંગ મંડપમાં – ૧૨ – સ્તંભો ઉપર – ૨૪ – દેવીઓનાં મનોહર મંગલકારી ચિત્રો છે. દેવીઓને વાહન સહિત કળામય રીતે કોતરવામાં આવેલ છે. ગભારાની પાસેના એક ગોખલામાં પદ્માવતી દેવીની નાનકડી પણ મનોહર મૂર્તિ બિરાજમાન છે. વિ. સં. ૧૬૫૭ – માં આ ટૂની રચના થઇ હતી ત્યારે તેની પાછળ ૪૮ – લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. યાત્રિકોને આ ખર્ચનો અંદાજ જાણીને આશ્ચર્ય થશે કે આ ટૂની રચના પાછળ પથ્થર વગેરેને ઊંચક્વા માટે જે ઘરડાં વપરાયાં હતાં તેનો ખર્ચ – ૮૪ – હજાર રૂપિયા થયો હતો. કુલ – ૧૦૦, જેટલી આરસની પ્રતિમાઓ અને જિનબિંબો ધરાવતી આ ટૂના અધિષ્ઠાતા મૂળનાયક શ્રી આદિનાથ પ્રભુજી છે. ચૌમુખજીની આ ટૂને સવા સોમાની ટૂક પણ ક્લેવામાં આવે છે. તેના માટેની જે રસિક વાર્તા બોલાય છે. તે પાળ આપેલ છે.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy