________________
શ્રી શત્રુંજય તીર્થમાં દરેક વસ્તુનાં નામો પાડવાનાં વિવિધ કારણો
૮૭૫
શ્રી શત્રુંજય તીર્થમાં દરેક વસ્તુનાં નામો
પાડવાનાં - વિવિધ - કારણો
(નગર – દરવાજા- રતા - પાગ - ટૂક - વિસામા - કુંડો ને - જિનમંદિશે)
પાદલિપ્તપુર – પાલિતાણાનગર: આકાશગામિની વિદ્યાના સ્વામી અને લેપના પ્રભાવે રોજ પાંચ તીર્થની યાત્રા કરનાર પૂ. આચાર્ય મહારાજશ્રી પાદલિપ્તસૂરિ નામના આચાર્ય ભગવંતના નામને આશ્રીને તેમની પાસેથી મંત્રને તંત્રના શાસ્ત્રની વિદ્યાને પામેલા તેમના વિદ્યા શિષ્ય નાગાર્જુને પોતાના ગુરુની સ્મૃતિમાં આ ગામની સ્થાપના કરી હતી, તેથી તેનું નામ પાદલિપ્તપુરા પાડવામાં આવ્યું હતું. પાછળથી લોકેએ બોલતાં બોલતાં ગુજરાતી ભાષામાં અપભ્રંશ કરીને પાલિતાણા એવું નામ પાડી દીધું.
તલાટી રોડ:- શ્રી શત્રુંજ્ય તીર્થની તળેટીમાં જવા માટેનો જે રસ્તો છે તેનું નામ તલાટીએડ કહેવામાં આવે છે. તે રેડ પુલથી શરુ કરીને તળેટીના પગથિયા સુધી કહેવાય છે.
આગમ મંઢિ:- પરમ પૂજ્ય આગમોબારક આચાર્ય દેવશ્રી આનંદસાગરસૂરિજી મહારાજે.
“ વિષમકાલ જિનબિંબ જિનાગમ – ભવિયણ કે આધારા ” આ કહીને સહુ પ્રથમ વખત એક સાથે સચિત્ર દેહ આપી સુગંધમાં સોનું ભેળવી દીધું છે. અને આ જમાનાની એક અદભુત કહી શકાય એવી નવીનતા સર્જી છે. તેથી તેનું નામ આગમોનું મંદિર આગમમંદિર પાડવામાં આવ્યું તેમાં ૪૫ આગમને આશ્રીને ચૌમુખ પ્રભુઓ સાથે ની દેરીઓ અને ભીતપર આરસની શિલાઓમાં – ૪૫ – આગમો કોતરાવીને લગાડવામાં આવ્યા છે. તેનાં દર્શન – વંદનને પૂજન કરીને આગળ ચાલતાં જયતલાટી આવે છે.
જયતલાટી :- ભાવિક આત્માઓને જ્યાંથી ઉપર ચઢવા માટેનાં પગથિયાંની શરૂઆત થાય છે. અને જ્યાં પાંચમાંથી પહેલું ચૈત્યવંદન સાથિયો વગેરે કરાય છે. અને જ્યાંથી ચઢવાની શરૂઆત કરતાં ભક્તજનોના હદય અને મુખમાંથી આપોઆપ ય શબ્દ નીકળી પડે છે કે “બોલો આદીશ્વર ભગવાનની જે (જ્ય)” જ્યાં આગળ આ જય શબ્દ બોલાય છે. તે સ્થલને જ્ય તલાટી કહેવાય છે. અહીંથી જ યાત્રાની શરૂઆત થાય છે.
એક જમાનામાં આ પાગને (ચઢવાના રસ્તાને) મનમોહન પાગ " એમ કહેવાતું હશે. પાછળથી ભૂલી જવાયું.
5 શ્રી શત્રુંજય તીર્થનાં -૧૪– ખમાસમણના-૮-મા દુહામાં આનો ઉલ્લેખ મળે. અને બીજા બાજુની પાસે પ્રસિદ્ધ જ છે. તેથી આ પાગને મનમોહન પગ માનવી જોઈએ.