________________
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
૨
સવાસોમાની ટૂકનો ઈતિહાસ
વંથલી (વણથલી) ગામમાં પ્રમાણિકતા–પ્રતિષ્ઠા અને શુભ નિષ્ઠાના મુદ્દા લેખવાળા સવચંદ શેઠ વેપાર કરતા હતા. શેઠ અને શાહુકારે બધા તેમને પોતાની મિલકત આપતા અને જ્યારે જોઈએ ત્યારે પાછી મેળવતા હતા,
એક વખત એક ઈર્ષ્યાખોર વેપારીએ એક ગિરાસદારના કાન ભંભેરીને કહ્યું કે સવચંદ શેઠ ખોટમાં છે. માટે હવે તમારી મિલક્ત પાછી મલી રહી !
ગિરાસદારે શેઠ પાસે આવીને પોતાની બધી મૂડી પાછી માંગી. તે ટાઈમે પેઢીમાં એટલી રકમ રોકડ ન હતી. વહાણો આવ્યાં ન હતાં, ઉઘરાણી પણ જલદી પતે એમ ન હતી. પ્રતિષ્ઠાનો સવાલ હતો.જો ના કહે તો આબરૂ જાય તેમ હતું. પોઠને મૂંઝવણ થઈ, થોડીવાર વિચારણા કરી અમદાવાદના પ્રતિષ્ઠિત તે સોમચંદ શેઠ ઉપર મોટી હૂંડી લખી આપી, લખતાં લખતાં આંસુના બે ટીપાં હૂંડીપર પડી ગયાં, તે હૂંડી ગિરાસદારને આપી,
ગિરાસદાર નામ પૂછતો સોમચંદ શેઠને ત્યાં ગયો.શેઠ બહાર ગામ ગયા હતા.માણસોએ તેના ઉતારા વગેરેની સરભરા કરી, મુનીમે હૂંડી લીધી, વાંચીને સવચંદ શેઠનું ખાતું શોધવા લાગ્યો. પણ ખાતે મલ્યું નહિ. એટલે ગિરાસદારને હ્યું કે શેઠ આવે ત્યારે આવજો.
ગિરાસદારને શંકા પડી, લાખ રૂપિયાની હૂંડી હતી. બે ક્લાક ફરીને પાછો આવ્યો. સોમચંદ શેઠ હૂંડી હાથમાં લઇ તપાસવા લાગ્યા ખાતાવહી તપાસરાવી, ત્યારે મુનીમે કહ્યું કે આપણે ત્યાં તેમનું ખાતું નથી. સોમચંદ શેની નજર હૂંડીઉપર પડેલાં આંસુઉપર ગઈ. અક્ષરો પણ પૂજતા હાથે લખાયેલા હોય એમ લાગ્યું શેઠ બધી વાત સમજી ગયા. રોઠે પોતાને ખાતે રકમ લખીને હૂંડીની રકમ ગિરાસદારને ગણી આપી.
થોડા દિવસ પછી સોમચંદ શેઠનું નામ લેતા કોઈ મહેમાન આવ્યા. શેઠે આડતિયા ધારી પોતાને ઘેર લઈ ગયા. જોખમ ગાડીમાંથી પટારામાં મુકાવ્યું. જમ્યા બાદ વાત નીકળતાં શેઠને કહ્યું કે તમારા રૂપિયા વ્યાજ સાથે લઈ ખાતું ચૂકતે કરો.
શેઠને આશ્ચર્ય થયું કે શેના રૂપિયા? શેની વાત? મહેમાને યાદી આપી હૂંડીની વાત કરી, આપે હૂંડી સ્વીકારી મારી લાજ રાખી હતી.
સોમચંદ શેઠે ક્યાં કે રૂપિયા તો જમે ખર્ચ નંખાઈ ગયા છે. સંક્ટમાં આવેલા સધર્મિને સહાય કરવી તે મારી ફરજ હતી. માટે હવે તે રૂપિયા મારાથી લેવાય નહિ. સવચંદ શેઠ ખૂબ જ આગ્રહ કરવા લાગ્યા. બન્ને જણા રૂપિયા