________________
શ્રી આદિનાથપ્રભુને વિનંતિ રૂપશ્રી શત્રુંજ્ય સ્તવન
શ્રી આદિનાથપ્રભુને વિનંતિ રૂપ શ્રી શત્રુંજય સ્તવન
૮૦૯
પ્રણમી સયલ જિણંદ પાય, મનોવાંછિત કામી;
સક્લ તીરથનો રાજીઓ, પ્રણમું શિરનામી;
જસ દરશન દુર્ગતિ ટળે,નાસે સર્વરોગ;
સ્વજન કુટુંબ મેળો મલે, દીએ મનોવાંછિત ભોગ - ૧ -
બધા જિનેશ્વરોનાં ચરણકમલને નમીને મનનું ઇક્તિ આપનાર જેનાં દર્શનથી દુર્ગતિ ટળે છે. જેના સેવનથી સર્વરોગો નાશ પામે છે. જેની આરાધનાથી સ્વજન અને કુટુંબનો મેળો મલે છે.એવા સક્લ તીરથના રાજા શ્રીશત્રુંજયતીર્થને મસ્તક નમાવી પ્રણામ કરું છું. ( ૧ )
નાભિકુમાર જગ જાણીએ, મદેવાનો નંદ,
વદન કમળ દીપે અતિભલું, જાણે પૂનમ ચંદ,
શત્રુંજય કેરો રાજીઓ, સોવનમય કાયા,
ઊંચપણે સતધનુષપંચ, પ્રણમે સુરરાયા,
૨ -
જેનું મુખ રુપી કમલ અત્યંત દીપે છે. અને જેનું મુખ પૂનમના ચંદ્રનીજેમ શોભે છે.અને જે શ્રી શત્રુંજય તીર્થના રાજા છે. જેના શરીરની કાંતિ સુવર્ણના રંગ જેવી છે. જેના શરીરની ઊંચાઇ પ∞, ધનુષ્યની છે. જેને દેવતાઓના સ્વામી ઇન્દ્રો નમે છે. તેવા મરુદેવાના પુત્ર શ્રી નાભિકુમાર છે. એમ જગતમાં જાણો. (૨)
ચોસઠ ઇન્દ્ર આદે મલી, સુર સેવા સારે,
ત્રિભુવન તારણ વીતરાગ, ભવપાર ઉતારે,
ચાલોને શેત્રુંજે જઇએ, હરખે કીજે જાત્ર,