________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
પુત્ર મરણ પામ્યો વૈરાગ, ઈન્ટ પ્રીવીયો મહાભાગ,
ઈન્દ્રવચન હૈડામહિ ધરી પુત્રમરણ ચિંતા પરિહરી,
ભરત તણી પર સંઘવી થયો. શત્રુંજયગિરિ યાત્રાએ ગયો.
ભરતે મણિમય બિંબ વિશાળ, ક્ય ક્નક પ્રાસાદ ઝમાલ, તે દેખી મન હરખ્યો ઘણું નામ સંભાર્ય પૂર્વજ તણું જાણી પડતો કાળ વિરોષ. રખે વિનાશ ઉપજે રેખ, સોવનગુફા પશ્ચિમ દિસી જિહાં રણ બિંબ ભંડાર્યા તિહાં,
કરી પ્રાસાદ સયલ રૂપાના, સોવન બિંબ કરી સ્થાપના,
ક્ય અજિત પ્રાસાદ ઉદાર, એહ સગર સપ્તમ ઉદ્ધાર,
પચાસ કોડી પંચાણું લાખ ઉપર સહસ પંચોતેર ભાખ,
એટલા સઘવી ભૂપતિ થયાં, સગર ચક્વર્તિ વારે ધ્રાં,
વ્યંતરેન્દ્ર આઠમો સુચંગ, અભિનંદન ઉપદેશ ઉનંગ,
વારે શ્રી ચંદ્રપ્રભાણે, ચંદ્રશેખર સુત આદરઘણે,
ચંદ્રયશા રાજા મનરંજ, નવમો ઉદ્ધાર ક્યું શેત્રુંજ,
શ્રી શાંતિનાથ સોલમાં સ્વામી, રહ્યાં ચોમાસુ વિમલગિરિ ઠામ,
તસસુત ચકાયુધ રાજીયો, તેણે દશમો ઉદ્ધારજ કીયો,
કયો શાંતિ પ્રાસાદ ઉદ્દામ, હવે દશરથ સુત રાજારામ,
એકાદશમો ર્યો ઉદ્ધાર, મુનિસુવ્રત વારે મનોહાર,
નેમિનાથ વારે જો ધાર, પાંડવ પાંચ કરે ઉદ્ધાર,
શ્રી શત્રુંજયગિરિ પુગીરલી, એ દ્વાદશમો જાણો વલી,