SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ ૮૦૦ સુનંદા- સુમંગલા માતા, બ્રાહ્મી સુંદરી બહેન વિખ્યાતા, વળી ભાઈ નવ્વાણું પ્રસિદ્ધ, સવિ મૂર્તિ મણીમય કીધ – ૧૨ – નીપાઈ તીરથ માલ, સુપ્રતિષ્ઠા કરાવી વિશાળ, યક્ષ ગૌમુખ ચક્રેશ્વરી દેવી, તીરથ રખવાળ ફ્લેવી. – ૧૩ – ઈમ પ્રથમ ઉદ્ધારજ કીધો. ભરતે ત્રીભુવન જસ લીધો, ઇન્દ્રાદિક કીર્તિ બોલે, નહિ કોઈ ભરત નૃપ તોલે, - ૧૪ - શત્રુંજય માહત્મ માંહી, અધિકાર જો જો ઉત્સાહી, જિન પ્રતિમા જિનવર સરખી, સહો સૂત્ર ઉવવાઈ નિરખી –૧૫ - વસ્તુછંદ : - ભરતે કીધો ભરતે કીધો પ્રથમ ઉદ્ધાર, ત્રિભુવન કીર્તિ વિસ્તરી, ચંદ સૂરજ લગે નામ રાખ્યું તેણે સમય સંઘ પતિ કેટલા હુઆ, સો ઇમ શાસે ભાખ્યું -૧૬ - કોડી નવ્વાણું નરવરા, હુવા નેવાશી લાખ. ભરત સમયે સંઘપતિવળી, સહસ ચોર્યાશી ભાખ, ૧૭ – A ઢાલ - સાતમી (ચોપાઇની દેશી) ભરતપાટે હુવા આદિત્યયશા, તસ સુત મહાયશા, અતિબલભદ્ર અને બલવીર્ય, કીર્તિવીર્ય અને જલવીર્ય.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy