SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ સાત વાહન રાજાના ઉરની ક્યા ભોગવ્યા. સાતધાતુરહિત તે શેષનાગ હોતે તે (શુક્ર) વીર્યના પુદ્ગલોનો સંચાર કરી તે બ્રાહ્મણની બહેનને દિવ્ય શક્તિવડે ગર્ભ થયો. તે પછી શેષનાગે આ પ્રમાણે ક્હયું. હું નાગોનો સ્વામી દેવ છું. હમણાં તું મારાવડે ભોગવાઇ છે. દેવોને શુના પુદગલો હોય છે? જેના સંપર્કથી દેવીઓને ગર્ભ થાય ? (તે દિવ્ય પ્રભાવથી જાણવું) ભગવંત કહે છેકે:– હોય છે. પરંતુ તે વૈક્તિ-શરીરની અંતર્ગત હોય છે. તેથી તે ગર્ભધારણકરવામાં હેતુભૂત થતા નથી, અને તે પુદગલો તે દેવીઓના કાન આદિ ઇન્દ્રિયપણે છે. સ્પર્શ-રુપ-શબ્દ મનથી સેવન કરતી દેવીઓને વિષે પણ જે શુક્ર પુદગલોનું સંક્રમણ થાય છે. તે દિવ્ય પ્રભાવથી જાણવું. ૪૮૭ કાયથી સેવન કરનારાઓને તો સ્પષ્ટ જ છે. આ પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રની ટીકામાં છે. અહીં શુક્ર એતો ઉપલ ક્ષણ છે. પરંતુ વૈક્તિ સંબંધી સાતે ધાતુઓ હોય છે. પરંતુ પરિશેષપણાથી આદારિક શરીરમાં તે ગર્ભાધાનમાં કારણ ભૂત થાય છે. તારે સંક્ટ આવે બ્ને નિશ્ચે મને યાદ કરવો. તે પછી તે શેષનાગ પોતાના સ્થાનમાં ગયો. તેણીએ પોતાની જે વિચેષ્ટા અંશમાત્ર પણ બન્ને ભાઇઓની આગળ ન કહી. પરંતુ ગર્ભવૃદ્ધિ પામે છતે બહેનના ગર્ભને જોઇને તે બન્ને ભાઇઓ વિચારવા લાગ્યા કે કોઇ ઠેકાણે અકાર્યનું સેવન કરવાથી આનાવડે શીલખંડન કરાયું છે. એ પ્રમાણે વિચારીને બહેનને જલદી બ્રાહ્મણની પાસે મૂકીને જણાવ્યા સિવાય તે બન્ને કોઇ ઠેકાણે દેશાન્તરમાં ગયા. પારકાના ઘરમાં કામોને કરતી વૃદ્ધિ પામતો છે ગર્ભ જેનો એવી તેણીએ સમય પ્રાપ્ત થયે તે શ્રેષ્ઠ પુત્રને જન્મ આપ્યો. સરખી વયવાલા બાલકો સાથે હર્ષવડે હંમેશાં રમતાં તે બાલકે અનુક્રમે રાજા થઈને હાથી-ઘોડા આદિ સેના હર્ષવડે કરી. માટીમય હાથી—ઘોડા આદિવડે અને પોતાના કરેલા સમાન વયવાળા સુભટો સાથે “રાજા” એ પ્રમાણે નામથી તે બાળક રમે છે. માટી મય હાથી—ઘોડા વગેરે બનાવી બનાવીને તે બાળક સમાનવયવાળાઓનો રાજા થઇને નિરંતર આપે છે. ધાતુની અંદર ધન્ ધાતુનો અર્થ દાન હોવાથી તે બાલકનું લોકોએ તે વખતે સાતવાહન નામ આપ્યું. પોતાની માતાવડે ભણાવાતો તે બાલક સાતવાહન ઘણાં શાસ્ત્રના અર્થને જાણેછે અને અત્યંત નિર્મલ બુદ્ધિ પામે છે. આ બાજુ ઉજયિની નગરીમાં વિક્રમાદિત્યરાજા રાજય કરતે તે કૃષ્ણ બ્રાહ્મણ ઘણો વૃદ્ધ થયો. ઘડપણમાં ચારે પુત્રોને બોલાવીને બ્રાહ્મણે કહયું કે હું મરી ગયે તે તમારે એક વખત પણ કજિયો ન કરવો. ઘરના ચારે ખૂણામાં ચાકુંભ છે. તે તમારા નામથી નિશ્ર્ચિત છે. તે તમારે ગ્રહણ કરવા. તે વખતે તે પુત્રોએ પિતાનું વાક્ય સ્વીકારે તે તેજ વખતે પિતા સ્વર્ગમાં ગયો. તેથી તેના પુત્રોએ તેને દાહ આપ્યા. પિતાનું પ્રેતકાર્ય કરીને તે પુત્રો ચારે ઘડાઓને બહાર કાઢીને (તુષ) છેતરાં–ને હાડકાં વગેરે જોઇને કયિો કરે છે. તે બ્રાહ્મણ પુત્રો નિરંતર વિવાદ કરતે તે તે નગરમાં કોઇ માણસે તેઓનો નિર્ણય ન ર્યો તે પછી તે ભાઇઓ શ્રેષ્ઠ પ્રતિષ્ઠાનપુરમાં ગયા. અને તેઓ બોલ્યા કે કોઇ બલવાન માણસ અમારા વિવાદને ભાંગશે ? તે પછી અધિકારીઓ બોલ્યા કે હમણાં તમારો ક્યો વિવાદ છે ? તેઓએ ક્હયું કે મરતાં એવા અમારા પિતાએ અમને ચારેને કહ્યું હતું કે
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy