________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર – પૂર્તિ
ર
શ્રી તીર્થમાલા સ્તવન
ના |
(પાંચ ઢાળના સ્તવનના કર્તા અઢારમા સૈકામાં સં૧૮૪૦ માં થયેલા યતિ અમૃતવિજ્યજી છે. આ સ્તવનમાં ખાસ કંઈ વિશેષતા નથી. પણ ક્યા દેરાસરમાં કેટલી પ્રતિમા હતી. તેની નોંધ હોવાથી અને પાછલથી કેટલા ફેરફારો થયા તેનો પણ ખ્યાલ આવી શકે. માટે અહીં તે સ્તવનને આપવામાં આવેલ છે.) (દેશી- ગરબાનીતમે સ્યાને રોકો છે રાનમાંએ દેશી)
– પહેલી
વિમલાચલ વાલા વારૂ રે. ભલે ભવિયણ ભેટો ભાવમાં તમે સેવો એ તીરથ તારે જિમ ન પડે ભવના દાવમાં;
જગ સઘળા તીરથનો નાયક, તમે સેવો શિવસુખદાયકરે
ભવિ –૧
ભ-ર
એ ગિરિરાજને નયણે નિહાળી, તમે સેવો અવિધિ શેષ ટાળો. મુકતા સોવન ફુલે વધાવી, નમિ પૂજો ભાવના ભાવર.
ભ– ૩
કાંકરે કાંકરે સિદ્ધ અનંતા, સંભાસે પાગે ચઢતારે.
ભ-૪
આદિ-અજિત-શાંતિ-ગૌતમ કેશ, પહેલાં પગલાં પૂજો ભલેરાં રે.
ભ-૫
આગે ધોળીપર (બ) ટ્રકે ચઢીયે, હર તિહાં ભરતચક્રીપદ નમીયે રે. ભ-૬
નીલિપર (બ) અંતરાળે આવે, નેમિ – વરદત્ત – પગલાં સોહાવે રે. ભ-૭
આદિથંભ નમિકંડ કુમાર, હિંગલાજ હો ચઢો પ્યારા રે,
ભવિ – ૮ –