SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજ્ય ગિરિરાજનાં-૧૦૮-ખમાસમણના-૧૦-દુહાઓ અર્થ સાથે ૬૯ ચંદ્ર સૂરજ સમક્તિ ધરા, સેવ કરે શુભચિત; તે તીર્થસ્વર પ્રણમિયે. પુષ્પદંત વિદિત, - ખ – ૧૦૧ – સમ્યક્વને ધારણ કરનારા ચંદ્ર અને સૂરજ દેવતાઓ શુભ ચિત્ત વડે આ ગિરિરાજની સેવા કરે છે. તેથી આ ગિરિનું પુષ્પદંત એવું નામ પ્રસિદ્ધ થયું તે તીર્થેશ્વરને પ્રણામ કરીએ. | ભિન્ન રહે ભવજલ થકી, જે ગિરિ લહે નિવાસ; તે તીર્થસ્વર પ્રણમિયે, મહાપદ્મ સુવિલાસ -ખ- ૧૦૨ - કમલ કાદવમાંથી જન્મે છે. અને પાણીથી વૃદ્ધિ પામેછે.અને પછી બન્નેથી અલગ થઈને રહે છે. તે જ રીતે આ ગિરિરાજના સેવનથી ભવ્ય જીવો ભવજલને (સંસારને) તરી જાય છે. તેથી આ ગિરિરાજનું શોભતું એવું મહાપદ્ય નામ આપ્યું. તે તીર્થસ્વરને ભાવથી પ્રણામ કરીએ. ભૂમિપરી જે ગિરિવરે, ઉદધિ ના લોપે લીહ; તે તીર્થેશ્વર પ્રણમિયે; પૃથ્વીપીઠ અનહિ. પર્વતો અને સમુદ્રો પોતાની મર્યાદાને નથી ઓળંગતા. તેનું કારણ આ ગિરિવરનો પ્રતાપ છે. આથી જ આ ગિરિવરનું નામ પુથ્વીપીઠ પડ્યું છે. તે તીથૈશ્વને ભાવથી પ્રણામ કરીએ. મંગલ સવિ મલવાતણું, પીઠ એહ અભિરામ; તે તીર્થસ્વર પ્રણમિયે, ભદ્રપીઠ જશ નામ –ખ –૧૦૪ – –ખ -- ૧૦૩ - સર્વ વસ્તુને મેળવવા માટે એક સ્થાન જોઈએ. આવા સ્થાન રૂપ પીઠ એટલે આ ગિરિવર છે. અને તે મોક્ષ સુધીની બધી વસ્તુ મેળવી આપે છે. તેથી આ ગિરિનું નામ ભદ્રપીઠ થયું તે તીર્થેશ્વરને પ્રણામ કરીએ. મૂળ જસ પાતાલમાં, રત્નમય મનોહાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, પાતાલમૂળ વિચાર –ખ – ૧૦૫ - આ ગિરિરાજનું મૂળિયું પાતાલમાં છે. વળી આ ગિરિરત્નમય ને મનોહર છે. તેથી આ ગિરિરાજને પાતાલમૂળ નામથી બોલાય છે. તે તીર્થસ્વરને પ્રણામ કરીએ. કર્મક્ષય હોયે જિહાં, હોય સિદ્ધસુખ લ; તે તીર્થેશ્વર પ્રણમિય, અકર્મક મનમેલ. –ખ – ૧૦૬ -
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy