SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય-૫વૃત્તિ-ભાષાંતર - પૂર્તિ કરે છે. (ખબર અંતર રાખે છે.) આવા તીર્થસ્વરને ભાવથી પ્રણામ કરીએ. સુરવરમાં મઘવા યથા, ગ્રહ ગણમાં જિમ ચંદ; તે તીર્થસ્વર પ્રણમિયે, તિમ સવિ તીરથ ઈદ - ખ – ૪૫ – દેવતાઓમાં જેમ ઈન્દ્ર શ્રેષ્ઠ છે. ગ્રહોમાં જેમ ચંદ્રમાં શ્રેષ્ઠ છે. તેમ જુદાં જુદાં તીર્થોમાં આ તીર્થ (સર્વ શ્રેષ્ઠ) ઈન્દ્ર જેવું છે. તેથી આ તીર્થને નમસ્કાર કરે. દઠિ દુર્ગતિ વારણે, સમ સારે કાજ; તે તીર્થસ્વર પ્રણમિયે, સવિ તીરથ શિરતાજ: - ખ - ૪૬ - આ ગિરિરાજ દર્શન કરતાં દુગર્તિનું નિવારણ કરે છે. સ્મરણ કરવામાં આવે તો ઇચ્છિત કાયોને પરિપૂર્ણ કરે છે. વળી આ તીર્થ સર્વતીર્થોનો શિરતાજ – મુગટ સમાન છે તેથી તે તીર્થેશ્વરને પ્રણામ કરીએ. પુંડરીક પંચ કોડીશું, પામ્યા કેવલ જ્ઞાન; તે તીર્થેશ્વર પ્રણમિય, કર્મતણી હોય હાણ. – ખ – ૪૭ – શ્રી આદિનાથ પ્રભુના પ્રથમ ગણધર શ્રી પુંડરીક સ્વામી પાંચ કોટી સાધુ સાથે આ ગિરિમાં ક્વલજ્ઞાન પામીને મોક્ષે ગયા. આ ગિરિરાજ કર્મની હાણ – નાશ કરનારો છે. તેથી આ તીર્થસ્વરને નમન કરીએ. મુનિવર કોડી દસ સહિત, દ્રાવિડને વારિખિલ્લ; તે તીર્થેશ્વર પ્રણમિય, ચઢિયા શિવનિશ્રેણ: - ખ – ૪૮ – દ્રાવિડ અને વારિખિલ્લ રાજય માટે લડ્યા. પણ (તાપસના ઉપદેશથી ઠંડા પડીને તાપસ થયા. પછી યાત્રાએ તા મુનિના મુખથી) ગિરિરાજના મહિમાને સાંભળી દશ ક્રોડ મુનિઓ સાથે આ ગિરિરાજ આવ્યા. અનશન કરી. ધ્યાનમાં લીન થઇ મોક્ષે ગયા.આવા તીર્થસ્વરને પ્રણામ કરો. નમિ વિનમિ વિદ્યાધરા, દોય કોડી મુનિ સાથ; તે તીર્થેશ્વર પ્રણમિય, પામ્યા શિવપુર આથ; – ખ – ૪૯ - નમિ અને વિનમિ નામના બે વિદ્યાધો આ ગિરિરાજ પર આવીને બે કોડી સાથે શિવપુર સ્થાન પામ્યા આવા
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy