SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય તીર્થના - ૨૧- નામો પાડવાનાં કારણો. ૨૭ ૧૧ – લોહિયગિરિ :- શ્રી શત્રુંજ્યની લોહિત નામની ટૂક છે. માટે તેનું અગિયારમું નામ લોહિયગિરિ છે. તેથી તેને પ્રણામ કરો. ૧૨ – તાલધ્વજ:- સંસારી જીવ જેને નમન કરીને પોતાના જન્મને પ્રમાણ – સફલ કરે છે. તેથી બારમું નામ “તાલધ્વજ" છે. ૧૩- દંબ:- શ્રી શત્રુંજ્યની દંબગિરિનામે એક ટુકુ છે. તેથી તેનું તેરમું નામ બદંબ છે. જેમ મારવાડમાં આંબો દુર્લભ છે તેમ આ મનુષ્ય લોકમાં આ ગિરિ મળવો દુર્લભ છે. ૧૪ – સહસાન્જ:- જેની એક નું નામ સહસાન્જ છે. માટે તેનું ચૌદમું નામ “સહસાન્જ છે. જ્યાં કાલિક મુનિ એક હજાર સાથે મુક્તિપદને પામ્યા છે. ૧૫ – નગાધીશ :- જે ગિરિરાજ સર્વપર્વતોનો રાજા છે. તેથી તેના પંદરમા નગાધીશનામને પ્રેમથી નમું છું. જેનાથી લક્ષ્મી મળે છે. ૧૬ – સિદ્ધરાટ :- સિદ્ધિપદને આપનાર સ્થાનકોમાં આ સ્થાન રાજા સમાન છે. તેથી તેનું સોલકું નામ “સિદ્ધરાટ” છે. જે ગિરિરાજ પૂજક ભવ્યજીવોને શિવપદનું દાન કરે છે. ૧૭– શતપત્ર:- આ શ્રી શત્રુંજયનું સત્તરમું નામ “શતપત્ર" છે. તે નામને તમે નિત્ય પ્રણામ કરો. તેના નામથી નવનિધિ પ્રાપ્ત થાય છે. અને એ ચોક્કસ મોક્ષપદ આપનાર છે. ૧૮ – શતકૂટ:- આ શ્રી શત્રુંજયનું અઢારમું નામ “શતકૂટ” છે. તે નામ ગુણથી પાડવામાં આવ્યું છે કારણ કે આ ગિરિરાજ એકસોને આઠ શિખરો ટકરી)થી શોભે છે. માટે હે ભવ્ય પ્રાણીઓ તમેતે ગિરિને ભાવથી નમસ્કાર કશે. ૧૯ –પયરશિ:- આ ગિરિરાજની સેવા કરવાથી પુણ્યની રાશિ –(ઢગલો સમૂહ) બંધાય છે. તેથી તેનું ઓગણીશમું અદભુત નામ “પુણ્યરાશિ” જાહેર કરવામાં આવ્યું. ર૦ – સુરપ્રિય:- ભવનપતિ —વ્યંતર – જ્યોતિષી અને વૈમાનિક દેવોના સમૂહને આ તીર્થ અત્યંતપ્રિય છે. અને સુખના દ જેવું છે. માટે તેનું વશમું નામ “સુરપ્રિય" પડ્યું છે. ૨૧ – સહસપત્ર :- શ્રી શત્રુંજ્યનું ઉદાર એવું એક્વીશમું નામ “સહમ્રપત્ર" છે. તે નામ સાંભળતાં હૈયામાં હર્ષનું પૂર ઊભરાય છે.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy