SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય તીર્થના - ૨૧- નામો પાડવાનાં કારણો. ૨૫ ૮- સિદ્ધરાજ :- ઘણા રાજાઓ કેવલજ્ઞાન પામી આ તીર્થને વિષે સિદ્ધિ પામ્યા છે. સિદ્ધિના રાજા બન્યા છે. માટે તેનું નામ “સિદ્ધરાજ " જાણવું. ૯- બાહુબલી :- બાહુબલી નામના ઋષિએ અહીં કાઉસ્સગ્ગ ર્યો હતો. માટે તેનું નામ બાહુબલી' જાણવું ૧૦ – મરુદેવ :- શ્રી ઋષભદેવ પ્રભુજીની માતાની ટૂંકુ આ તીર્થઉપર છે. માટે તેનું નામ “મવ” જાણવું. ૧૧ – ભગીરથ :- આ તીર્થની રક્ષા કરવા માટે અષ્ટાપદતીર્થની જેમ સગરચવર્તીના પુત્રો ભગીરથ આદિ ખાઈ લાવ્યા પણ ઈન્દ્રના કહેવાથી રોકી હતી. માટે તેનું નામ “ભગીરથ” થયું. ૧ર – સહસ્ત્રપત્ર :- આ પર્વતની પાછળ સહસ્ત્ર ફુ છે. માટે તેનું નામ “સહસ્ત્રપત્ર” જાણવું ૧૩ – શતાવર્ત :- આ પર્વતની પાછળ સેવંત્રાની ટૂક છે માટે તેનું નામ “શતાવર્ત" જાણવું ૧૪ – અષેત્તરશાતકૂટ :- આ પર્વતની પાછળ એકસો આઠ ફૂટો અથવા શિખરો છે. માટે આનું નામ “અષ્ટોત્તરશતકૂટ” જાણવું. ૧૫ - નગાધિરાજ:- નગ એટલે પર્વત. બીજા સર્વ પર્વતોમાં આ પર્વત રાજા સમાન છે. માટે તેનું નામ નગાધિરાજ" જાણવું. ૧૬ – સહસ્ત્રકમલ:- આ પર્વતની પાછળ કમલની જેમ સહસ્ત્ર છે. માટે તેનું નામ “સહસકમલ” જાણવું ૧૭ – ઢેક :- ઢેક નામે ટુકુ છે. માટે તેનું નામ “ઢેકગિરિ" જાણવું. ૧૮ - કોડિનિવાસ :- અહીં ક્વડ નામના યક્ષનું મંદિર છે માટે તેનું નામ “કેડિનિવાસ પડ્યું છે. ૧૯ - લોહિયગિરિ:- આ તીર્થની પાસે લોહિતધ્વજ નામે પર્વત છે માટે તેનું નામ લોહિત્યગિરિ જાણવું ૨૦ – તાલધ્વજ :- આ તીર્થની પાસે તાલધ્વજ નામે પર્વત છે. માટે તેનું નામ તાલધ્વજ " જાણવું ૨૧ – કદંબગિરિ:- અતીત ચોવીશીમાં નિર્વાણી નામના તીર્થકરના જંબ નામના ગણધર લેડીમુનિ સાથે આ તીર્થની ટુક ઉપર સિદ્ધિપદને પામ્યા. માટે તેનું નામ “દંબગિરિ" જાણવું. આવી રીતે શ્રી શત્રુંજ્યનાં – ર૧-૧૦-ને ૧- નામો દેવતા-મનુષ્યો અને મુનિઓએ કરેલાં છે. આ તીર્થ ઋષભકૂટાદિકની જેમ શાશ્વતો છે. તે ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલે વધ-ઘટ થાય છે. પરંતુ સર્વથા નારા પામતો નથી માટે સદાકાલ શાસ્વત એવો આ વિમલગિરિપર્વત જયવંતો વર્તો.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy