________________
સોળમા ઉદ્ધારનો ઉજળો ઈતિહાસ
સારી રીતે જમાડવામાં આવતા હતા. જે જે યાચો આવતાં તેમને પાછું વાળીને જોયા વિના કર્મશાએ લાખો નહિ પણ કરોડેના હિસાબમાં દાન આપ્યું હતું. સેંકડો હાથી–ઘોડા વગેરે પણ અલંકારોથી સજાવીને યાચકેને ભેટ ક્ય હતા. ગર્જના કરતાં મેઘની જેમ કર્ભાશાએ એટલી બધી ધનવૃષ્ટિ કરી કે યાચકરૂપી ચાતકો સદા માટે તૃપ્ત થઈ ગયા.
કેટલાક લોભી યાચકોને મનમાં થતું કે જો બહુરૂપી વિદ્યા હોત તો ઘણાં રૂપ કરીને કર્મશા પાસેથી વધુ ધન મેળવત પણ અફસોસ ! એકરૂપથી કેટલું મેળવી શકાય ?
સુદ્ર માણસ ક્યારેક પોતાના કુલાચાર મૂી દે તે બને, અર્થી માણસ યાચક વ્રતને પણ ક્યારેક મૂકી દે તે બને, પણ મહાત્મા જેમ પોતાનું વ્રત મૂકતા નથી તેમ કર્મશા દાન દેતાં દેતાં ક્યારે ય અટક્યા નથી.
સૂત્રધારોનું સન્માન :
જેમણે દિવસ - રાત જોયા વિના પોતાનાં ટાંકણાં ચલાવીને સુંદર બિંબોનું સર્જન ક્યું છે એવા સૂત્રધારે જેમનાં નામ છે જોઈતાભાઈ, પત્ની ચંપા, પુત્ર નાથા અને ભાઈ કોતા ! અમદાવાદના સૂત્રધારો હતા કોલા, પુત્ર વીરુ ભીમા, વેલા અને વછા ! ચિત્રથી આવેલા સૂત્રધારો હતા ટીલા-પુત્ર ખોના, ગાંગા, ગૌ, કાલાદેવા, નાકર નાયા, ગોવિદ, વિનાયક, ટીલા, વાછા, ભાણા, કાળા, દેવદાસ, ટીકા, ઠાકર, કાળા, વિનાય, કામ, હીરા, દામોદર, હરરાજ અને થાન આ બધાનું સોનાની જનોઈ, સોનાની મુદ્રિક, કુંડલ, કંકણ આદિઆભરણો તથા રેશમી વસ્ત્રોથી બહુમાન કરવામાં આવ્યું.
ધન, વસ્ત્ર, અાન, ભૂષણ, વાહન અને પ્રિય વચનથી ભક્તિ અને બહુમાનપૂર્વક પધારેલાં સાધર્મિકોનું કર્માશાએ બહુમાન કર્યું.
નિરંતર અન્ન પાણી, વસ્ત્ર, ઉપકરણ, ઔષધ અને પુસ્તકાદિ વડે સન્માન કરી પૂજનીય સાધુ-સાધ્વી ભગવંતની નિરંતર ભક્તિ કરવામાં આવતી.
બાળકથી માંડીને ગોપાલ સુધી આબાલગોપાલ સર્વજનો કર્મશાનાં અન અને વસ્ત્રાદિની ભક્તિથી એવા ભાવિત બન્યા હતા કે કર્મશાનું નામ ક્યાં ગવાતું ન હતું તે સવાલ છે !
વિ. સં. ૧૫૮૭ના વૈશાખ વદ 8ને સોમવારે શુભ દિવસે (એટલે પ્રતિષ્ઠાના બીજા જ દિવસે) આ પ્રબંધ રચાયો છે જેનો પ્રથમદર્શ (પહેલી કોપી) ઉપાધ્યાય શ્રી વિનયમંડન ગણિની આજ્ઞાથી મુનિ સૌભાગ્યમંડને ૧૫૮ના વૈશાખ વદ ૧૦ અને ગુરુવારના દિવસે લખ્યો છે. તેજ પ્રબંધના આધારે આ ગુર્જર અનુવાદ આલેખ્યો છે.
આ આખોય ઉદ્ધાર મહામનાપૂ. મુનિશ્રીહેમરનવિજ્યજી મ. લેખિત- “સિલચલશિખરે દીવો ” આ પુસ્તકમાંથી જ ગ્રહણ કરેલ છે.
કર્માશાએ કરાવેલે સોલમો ઉબર સંપૂર્ણ: