SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ. ભરતવર્ષનાં નર-નારીઓની પ્રશંસા કરે છે તેનું કારણ માત્ર તું જ છે ! તારા પુણ્યપ્રભાવે ભારતીઓ પણ પ્રશંસનીય બન્યા છે. આ પ્રમાણે ગિરિવરની ભાવભરી સ્તુતિ કરીને વારંવાર ગિરિરાજને નમસ્કાર કરીને કર્માશા આગળ ચાલ્યા અને આદિપુર (આદપુર)ની તળેટીમાં જઈને વાસ ક્ય. મોટામોટા મંડપે તથા રાવટીઓ બંધાણી, વિશાળ ભોજનાલય તૈયાર કર્યું. પાણીની વ્યસ્થા કરી. સૂત્રધારો (શિલ્પીઓ), કારીગરો વગેરે માટે પણ સુંદર વ્યવસ્થા કરી. તે લોકો જલદીથી સુખપૂર્વક ગિરિરાજ પર આવ-જા કરી શકે માટે જ તળેટીમાં નિવાસ હતો. (પછી જયારે પ્રતિષ્ઠા મહોત્સવ નજીકમાં આવ્યો ત્યારે ચારેકોરથી માણસોનું આગમન વધી જવાથી ત્યાં પાણીની ખેંચ પડવા લાગી તેથી પ્રતિષ્ઠા સમયે ત્યાંથી ખસીને પાદલિપ્તમાં વાસ ક્ય). બાદશાહ બહાદુરશાહ તરફથી ઉદ્ધારનું ફરમાન મેળવ્યા બાદ કર્માશાએ સર્વત્ર સમાચાર પહોંચતા કરી દીધા હતા.જયાં જ્યાં સમાચાર પહોંચ્યા ત્યાં ત્યાં સર્વત્ર આનંદ પ્રસર્યો અને લોકો પ્રતિષ્ઠા મહોત્સવમાં જવાની તૈયારીઓ કરવા લાગ્યા. દેશ-દેશાન્તરોમાંથી મુનિવરોએ પોતાના વિહારની દિશા સિદ્ધાચલ ભણી નકકી કરી.ચિત્તોડગઢથી પણ કર્માશાના બંધુઓ વિપુલ ધનના ચઓ ગ્રહણ કરીને શત્રુજ્ય ગિરિએ આવી પહોંચ્યા. દેશ-દેશાવરોથી જાણકાર શિલ્પજ્ઞ સૂત્રકારો પણ આવી પહોંચ્યા. “અમે પણ અવસરના જાણકાર છીએ”એવું આશ્વાસન આપનારા ઉપાધ્યાય શ્રી વિનયમંડન ગણિવર્ય પણ યાત્રાર્થ સાધુ-સાધ્વીના વિશાળ પરિવાર સાથે ત્યાં આવી પહોંચ્યા ગુસ્વર્યનું આગમન થવાથી કર્મશાનો ઉત્સાહ દ્વિગુણિત થયો. બાદશાહ બહાદુરખાનનો સૂબો મયાદખાન પાલિતાણામાં રહેતો હતો. મ્લેચ્છ સ્વભાવના કારણે તેને આ જીર્ણોદ્ધારનું કાર્ય થાય તે પસંદ ન હતું બિચારો અંદરથી જલતો હતો. પણ પોતાના માલિનું ફરમાન હોવાથી કશું બોલી શક્તો ન હતો. મયાદખાનની સાથે કામ કરનારા ગુર્જરવંશીય રવિરાજ અને નૃસિંહે * કર્માશાના કાર્યમાં ખૂબ સારો સહયોગ પાઠવ્યો. સારા – શુભ દિવસે સૂત્રધારો તથા ઉપાધ્યાયજી મહારાજ સાથે કર્મશા ગિરિરાજ પર ગયા. મોગલોએ રેલી વેરણછેરણ સ્થિતિ જોઈને તેમનું દિલ દ્રવી ઉઠ્યું. દાદાના દરબારમાં પ્રવેશ ર્યો તો ત્યાં માત્ર દાદાનું ખંડિત મસ્તક દેખાયું. પબાસન પર માત્ર મસ્તક પૂજાતું હતું. પથ્થરોના ટુકડા ચારે બાજુ વેરાયેલા પડયા હતા. મંદિર સાવ અવાવરું બની ગયું હતું. શિખરોના ઘણા ભાગો ધ્વસ્ત થઈ ચૂક્યા હતા. આ બધું જોઈને કર્મશાનું હૃદય ભરાઈ આવ્યું અને આંખેથી અશ્રુનો જલસ્રોત વહેવા લાગ્યો * લાવણ્યસમયની પ્રશસ્તિ આ બનેને મયાદખાનના મંત્રી તરીકે જાણાવે છે. ડો. બુલ્હરના કથન અનુસાર આ બને જૈન હતા.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy