SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ. વિ.સં. ૧૩૫૬ થી ૧૩૬૦ની આસપાસમાં દિલ્હીના બાદશાહ અલ્લાઉદ્દીને ભાઇ અલકખાન તથા વજીર નસરતખાનને સાથે લઇને ગુજરાત પર ચડાઇ કરી, હિંદુ રાજ્યનું કાસળ કાઢી નાખ્યું. રાણી કમલાદેવીને પોતાની બીબી બનાવી. પાટણથી છેક લાહોર સુધીનો પ્રદેશ જીતી લીધો. ૬૮ સમ્રાટ સિધ્ધરાજ અને કુમારપાળના યશસ્વી રાજ્યકાળ પસાર થયા બાદ રાજા અજયપાળના સમયથી જ ગુજરાતની દશા બેસી ચૂકી હતી (પડતીનો પ્રારંભ તો, અજયપાળે મંદિરો તોડવાં શરૂ કર્યાં ત્યારથી જ થઇ ચૂક્યો હતો) ત્રણ વર્ષની રાજ્ય સત્તામાં તેણે કુમારપાળનાં બંધાવેલ પાણ, મોઢેરા, ગાંભુ, સારસ્વતમંડળ વગેરે ગામોનાં મંદિરો તોડાવી નાખ્યાં. અને તારંગાનું વિશ્વ વિખ્યાત મંદિર તોડવા પણ તે તૈયાર થયેલો, ન્તુિ શિલણ નામના ભાંડે નાટક ભવીને તે અપકૃત્ય કરતાં અટકાવ્યો હતો. અજયપાળે મહામંત્રી કને તેલની કડાઇમાં તળી નાખવાનો ઓર્ડર ર્યો હતો. મંત્રી અંબડને સૈનિકો દ્વારા જીવતો પકડાવીને મારી નંખાવ્યો. આચાર્ય શ્રી રામચંદ્રસૂરિજીને તપાવેલા તાંબાની પ્લેટ પર સુવાડીને જીવતા શેકી નાખ્યા. જ્ઞાનભંડારોને બળાવી નાખ્યા. આવાં ઘોર પાપોને આચરીને અંતે પોતાના જ બોડીગાર્ડ ગણાતા ગાંગા અને વૈજલીના હાથે તલવારના ઝાટકે અકાળે મૃત્યુ પામ્યો હતો. વનરાજ ચાવડાએ સ્થાપેલા ગુજરાતના સ્વતંત્ર રાષ્ટ્ર પર ચાવડાઓ, સોલંકીઓ તથા વાઘેલાઓએ શાસન કર્યું. તેમાં સોલંકીઓનો યુગ તે સુવર્ણયુગ કહેવાતો હતો. તે સમયે સાહિત્યક્ષેત્રે કાવ્યો, ગ્રંથો, વ્યાકરણો, પ્રબંધો, કોષો વગેરે ખૂબ જ મોટી સંખ્યામાં રચાયાં હતાં. તીર્થો, મંદિરો અને ધર્મસ્થાનકો પણ હજારોની સંખ્યામાં નિર્મિત થયાં હતાં. ગુજરાતની સત્તા છેક સિંધ, પંજાબ ઉજજૈન મહારાષ્ટ્રથી લઇને છેક અરબી સમુદ્ર સુધી વિસ્તરી હતી. ગુજરાત, ગુજરાત ન રહેતાં મહાગુજરાત બની ચૂક્યું હતું. આવા સર્વાંગીણ વિકાસમાં જૈન મંત્રીઓનો ફાળો મહત્ત્વનો હતો. ઐતિહાસિક વાણી એવી સંભળાય છે કે, गोजरात्रमिदं राज्यं वनराजात् प्रभुत्यभूत स्थापितं जैन मन्त्राद्यैः, तदद्वैषी नैव नन्दति ॥ પ્રબંધ ચિંતામણિ વનરાજ પ્રબંધ : ગુજરાતનું રાજ્ય વનરાજ ચાવડાથી શરૂ થયું જે જૈન મંત્રીઓએ સ્થાપન કર્યું છે. જૈનોની ઇર્ષ્યા કરનાર ક્યારેય સુખી થતો નથી. રાજા અજ્યપાળથી પ્રારંભાયેલ ગુજરાતની પડતીનો છેલ્લો પડઘમ કરણરાજવેલો આવ્યો ત્યારે એવા જોરશોરથી બજ્યો કે ગુજરાતમાંથી હિન્દુરાજ્ય નાશ પામ્યું અને મોગલ સામ્રાજ્ય ચારેકોર ઘ્વાઇ ગયું.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy