SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯૬ શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ. મનમાં કીડો સળવળ્યા કરતો હતો કે સાંભળવા મુજબ મંત્રીશ્વરશ્રી વસ્તુપાળે મંગાવેલી શિલાઓ હજી પણ ભોંયરામાં સલામત પડી છે. જો ક્યાંક મેળ બેસે અને મારું પુણ્ય જોર કરે તો હું એ શિલાઓને બહાર કઢાવી મૂર્તિ ઘડાવી, તીર્થોદ્ધાર કરાવી દાદાની પ્રતિષ્ઠા કરાવું. આ મૂંઝવણનો ઉક્ત લાવવા એમણે ગુરુદેવશ્રીને પ્રશ્ન પૂછેલો, તેને જવાબ મળ્યો કે આ તીર્થોધ્ધારનું કાર્ય તારાથી નહિ પણ તારા પુત્રોથી પાર પડશે. પૂર્વે જ્યારે સમરાશાએ ઉદ્ધાર કરાવ્યો ત્યારે અમારા પૂર્વજ ગુરુ ભગવંતોના વરદ હસ્તે પ્રતિષ્ઠા થયેલી. પુન: જ્યારે જીર્ણોદ્ધાર થશે ત્યારે તારા પુત્રો અને મારા શિષ્યો એ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર થશે. અગમનાં એંધાણ સાંભળીને તોલાશાના હૃદયમાં ટાઢક વળી વ્યથા અને વેદના હવે વિસરાવા લાગી. સાથોસાથ પોતે જીર્ણોદ્ધાર નહિ કરાવી શકે એ વાતનો ઝાટકો પણ અંતરને લાગી ગયો. ચિતોડગઢમાં આવેલા ચિત્રકૂટ પર્વત પર અનેક જિનમંદિરો અને ઉપાશ્રયો આવેલાં હતાં. આચાર્ય પ્રવરે ત્યાં બધે દર્શનાદિ કરીને યાત્રા સંઘ સાથે વિદાય લીધી. તોલાશાએ વધુ સ્થિરતા માટે ઘણો આગ્રહ ર્યો પણ સંઘ સાથે યાત્રા કરી લેવાની ભાવના હોવાથી સૂરીશ્વરે ના પાડી. તોલાશાનું અંતર ફરી પાછું એક્વાર જોરદાર ઝાટકો ખાઈ ગયું અને તેમનું મુખ ચિંતાઓનાં વાદળથી ઘેરાઈ તીર્થોધ્ધારની વેદનાથી નીતરતા આ શ્રાવકની ઉપર કરણા કરીને સૂરીશ્વરે ઉપાધ્યાય શ્રી વિનયમંડનને આજ્ઞા કરી કે તમે અહીં ચિત્તોડમાં જ સ્થિરતા કરો અને અત્યારથી ભાવિના તીર્થોધ્ધારક બાલશ્રી કર્મશાના જીવનનું સંસ્કરણ અને અધ્યાપન આદિ દાવો. ગુરવરની આજ્ઞા શિરોધાર્ય કરીને ઉપાધ્યાયજી આદિ કેટલાક મુનિવરો ચિત્તોડમાં રોકાયા. વયોવૃદ્ધ તોલાશા પોતાના છએ પુત્રોને સાથે રાખીને પૂજ્ય ગુરૂદેવ પાસે સામાયિક, પ્રતિક્રમણ, પ્રવચન, પ્રશ્નોત્તરી અને ઉપધાન તપ આદિ કરવા લાગ્યા. સમય વીતતો ગયો તેમ તેમ બાલ કર્મશા વધુને વધુ ધર્મપ્રિય બનતા ગયા. એક દિવસ તેમની યોગ્યતા જોઈને ગરદેવે ઈટાર્થ–સાધક ચિંતામણિ મહામંત્ર" કર્માશાને વિધિપૂર્વક આપ્યો તેમજ તેની સાધના વિધિ પણ સમજાવી. ત્યારબાદ કેટલાક મહિનાઓ સુધી ચિત્રકૂટમાં રહીને ઉપાધ્યાયજી અન્યત્ર વિહાર કરી ગયા. ત્યારબાદ તોલાશા પુણ્યક્ષેત્રમાં ધનનો સદવ્યય કરતાં કરતાં ઉપકારી ગુરુદેવશ્રી ધર્મરત્નસૂરીશ્વરજીનું સ્મરણ કરતાં કરતાં સઘળાં પાપકર્મોના પચ્ચકખાણને કરીને અનશન સ્વીકારીને સ્વર્ગવાસ પામ્યા. પોતાની પાછળ છ પુત્રો અને એક પુત્રીને છોડતા ગયા. જેમનાં નામ હતાં (૧)રત્નાશા (૨) પમાશા (૩)ગણાશા (૪) દશરથ (૫) ભોજારા (૬) કર્માદા અને પુત્રી સુહવિદેવી.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy