SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ સમરસિંહનો ઉદ્ધાર ૮૯ મુહૂર્તનો નિર્ણય કરી જાહેર ક્યું. એ સર્વને સંમત થયું એટલે એક મુખ્ય જ્યોતિષી પાસે તુરતજ લગ્નપત્રિકા લખાવી, અને લગ્નપત્રિકા કંનાં છાંટણાંથી છંટકાયેલી અત્યંત શોભતી હતી. તે પત્રિકા તેઓએ દેશલના હાથમાં અર્પણ કરી, પછી સાધુ સમરસિંહે આચાર્ય મહારાજનાં ચરણ ઉપર ચંદનનું તિલક કરી તેમનાં મસ્તકનું કપૂરથી પૂજન ક્યું ને વંદન ક્યું. જ્યોતિષવેત્તાઓનાં લલાટમાં કાલાગાસ્નાં તિલક કરી ઉત્તમ દ્રવ્ય-વસ્ત્ર ને પાનબીડાં આપી સન્માન ક્યું. શ્રાવકોને ચંદનનાં તિલકને ફૂલમાળા પહેરાવી, કપૂર સાથેનાં પાનબીડાં આપી સંતોષ પમાડ્યા, ને દેશલે શ્રી સંઘને બહુમાનપૂર્વક વિદાયગીરી આપી. પછી પ્રતિષ્ઠાનો સમય નજીક આવ્યો એટલે દેશલે સર્વ દેશોમાંથી સંઘને બોલાવવા માટે કોઈ ઠેકાણે કુટુંબીઓને કોઈ ઠેકાણે પૌત્રોને કોઈ ઠેકાણે પોતાના સલાહકારોને કોઈ ઠેકાણે બીજા પુરુષોને વિનંતિપત્ર લઈને રવાના ક્ય, અને પોતે યાત્રાને માટે પ્રત્યક્ષ રથના જેવું એક દેવાલય તૈયાર કરાવ્યું. એ દેવાલયને પૌષધશાલામાં લઈ જઈ શ્રી સિરિ ગુરુ પાસે વાસક્ષેપ નંખાવ્યો.. પછી દેશલે શુભવારે ને શુભ નક્ષત્રે દેવાલયના પ્રસ્થાનનો વિચાર મનમાં નક્કી ક્યો. તે દિવસ જ્યારે નજીક આવ્યો ત્યારે દેશલે પૌષધશાલામાં જઈને સર્વ સંઘને એો ર્યો. સહુને યોગ્યતા પ્રમાણે ઊંચા આસને બેસાડ્યા. પછી સાધુ સમરસિંહ પણ પોતાના સ્થાને બેઠા, પછી સાધુ દેશલ પૃથ્વી પર ઢીચણ મૂકીને શ્રી સિરિ આગળ પોતાના મસ્તક પર વાસક્ષેપ નંખાવવા માટે બેઠો. ગુરુએ તેના લલાટમાં તિલક કરીને વાસક્ષેપ નાંખ્યો. પછી સદગુરુ એવા સિદ્ધસૂરિએ સમરસિંહના મસ્તક પર વાસક્ષેપ નાંખ્યો. અને તેને આશીર્વાદ આપ્યો કે સર્વ સંઘપતિઓમાં તું મુખ્ય થા. પછી દેશલે ગુરુએ કહેલા સમયે પોતાના ઘર દેરાસરમાં જે આદિનાથ પ્રભુની પ્રતિમા હતી તેને હર્ષપૂર્વક સંઘમાં સાથે રહેનારા દેવાલયમાં મંગલપૂર્વક પધરાવી, તે સમયે પાંચ પ્રકારના હર્ષથી સર્વ દિશાઓ ગાજી ઊઠી, તે દિવસે પોષ મહિનાની અજવાળી સાતમ હતી અને તેથી પોષ માસ જે પહેલાં સાંસારિક કાર્યોમાં વર્ષ ગણાતો તેજ ધર્મનો પોષક બની લ્યાણનો આશ્રય બન્યો. તે સમયે કપર્ધયક્ષ-શ્રી સત્યાદેવીએ તથા શાસનદેવીએ સમરસિંહના શરીરમાં સ્થિતિ કરી. બીજી તરફ પેલા દેવાલયમાં બે બળવાન બળોને જોડવામાં આવ્યા. તે બળદનાં શીગડી કસુંબી રંગથી રંગવામાં આવ્યાં હતાં ને તેજ રંગનાં કપડાં તેને ઓઢાડ્યાં હતાં. તેના પર કંકુના થાપા માર્યા હતા. તેઓની આસપાસ ઘૂઘરીઓના ઝણકાર થતા હતા. તેથી સાંભળનારાઓને આનંદ થતો હતો. તે સમયે સુહાસિની સ્ત્રી ચોખાથી ભરેલો થાલ જેમાં નાળિયેર હતું તેવો થાળ લઈ સન્મુખ આવી અને તેણે દેશલ તથા સમરસિંહના મસ્તક પર અક્ષયનિધિની પેઠે અક્ષત નાંખ્યા, તેમજ એક નાળિયેર તેમના હાથમાં આપી શ્રીખંડનું તિલક કરી પુષ્પની માળા પહેરાવીને તે સ્ત્રીએ આશીર્વાદ આપ્યા. સામત્તે વાજિંત્રના શબ્દપૂર્વક દેવાલયને આગળ ચલાવ્યું. તે વખતે હાથી–બળદ–પલાણેલો ઘોડે વગેરેનાં શુન્ન થયાં. તે સમયે મોટા મોટા આચાર્ય ભગવંતો આગળ ચાલતા હતા. સાથે ઘણા મુનીરો પણ હતા. કેટલાક શ્રાવક્ષે પણ રાજાઓની પેઠે રત્નના અલંકારોથી શોભિત થઈ ઘોડે સવાર તરીકે દેવાલયની આગળ ચાલતા હતા. તે વખતે વાજિંત્રોના શબ્દોથી એકઠા થયેલા માણસો શેરીઓમાં સમાતા નહોતા.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy