SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ સમરસિંહનો ઉઘ્નર નિર્દોષ શિલાપાટ તૈયાર થઇ છે. માટે હવે તેમાંથી હું પ્રતિમા કરાવું કે વસ્તુપાલ મંત્રીએ આણેલી શિલામાંથી કરાવું ? આ વિષે સંઘ ફરીથી મારા પર કૃપા કરી આજ્ઞા આપે, તે સાંભળી સંઘે પ્રથમ જે પ્રમાણે ક્યું હતું. તે જ પ્રમાણે ક્યું, કારણ કે સજજનોનું વચન પથ્થરની ઉપર ઘેરેલી રેખાની જેમ ફેરફાર થતું નથી. ૫ તે વખતે સંઘના આગેવાન પુરુષોએ સમરસિંહને ક્યું કે હે સાધુ સમરસિંહ ! શ્રી શત્રુંજ્ય ઉપરનાં સર્વદેવ મંદિરોનો ઉદ્ધાર કરાવવો જોઇએ કારણ કે મ્લેચ્છ લોકોએ મુખ્ય દેરાસર સાથે તેની આસપાસ રહેલી સર્વ દેરીઓનો પણ નાશ ર્યો છે, માટે આપણે બધાય આ પુણ્યકર્મની વહેંચણી કરી લઇએ. સમસ્ત સંધ તે કાર્ય કરવા માટે સર્વને સૂચના આપે. આ સાંભળી તેમાંનો કોઇ એક પુણ્યવાન પુરુષ બોલી ઊઠ્યો કે શ્રી શંત્રુજય ઉપરના મુખ્ય દેરાસરનો હું ઉદ્ધાર કરાવીશ. સંઘ તે માટે મને અનુમતિ આપે. ત્યારે સંધ બોલ્યો કે : “જે પુરુષ પ્રતિમા કરાવનારો છે. તેજ મુખ્ય દેરાસરનો ઉદ્ધાર પણ ભલે કરાવે. કેમકે જેનું ભોજન હોય તેનું જ પાન બીડું યોગ્ય ગણાય” આ વાતનો એ પ્રમાણે નિર્ણય થયો તે પછી સંઘે તે તે ધર્મકૃત્યની મુખ્ય પુરુષોને વહેંચણી કરી આપી અને પછી સર્વેએ સંઘને તથા સંઘના વચનને પ્રમાણ કરીને પોત પોતાને સોંપવામાં આવેલા કાર્યમાં ઉત્સાહ બતાવ્યો ને સૌ સૌને ઘેર ગયા. સાધુ દેશલ પણ પ્રભુના આદેશની પેઠે સંઘના આદેશને પામી આનંદિત બન્યો. તેણે ફરીથી પણ પાતાક મંત્રી પાસે કેટલુંક ધન ને માણસો રવાના કર્યો કારણ કે આવાં શુભ કાર્યોમાં ક્યો પુરુષ ધનના ખર્ચની ગણતરી કરે ? બીજી તરફ પાતાક મંત્રીએ જ્યારે નિર્દોષ શિલા ખાણમાંથી નીક્ળી ત્યારે કારીગરોને સુવર્ણનાં કંકણ–વસ્ત્ર વગેરેનું દાન આપી સંતોષ્યા. મહીપાલ રાજા પણ તે બિંબ શિલાને નીકળેલી સાંભળીને તેને વધાવવા માટે આનંદપૂર્વક પોતાના નગરમાંથી ખાણ ઉપર આવ્યો. તેણે તો પ્રત્યક્ષ ભગવાન નીક્ળ્યા હોય તેમ કસ્તુરી–કપૂર ને પુષ્પો વડે શિલાપાટનું પૂજન કર્યું. મોટાં મોટાં દાનો આપ્યાં. નૃત્યને સંગીતનો આરંભ કરાવ્યો.. એઠા થયેલા લોકોને પાનબીડાં અર્પણ કર્યાં, ને પછી રાજાએ તે શિલાપાટને કારીગરો દ્વારા ખાણ ઉપરથી નીચે ઉતરાવી ને મહોત્સવ કરાવ્યો. આજુબાજુના ભાવિક લોકો ત્યાં આવી આવીને શિલાપાટની કપૂર ચંદન ને પુષ્પો વડે પૂજા કરવા લાગ્યા. બીજા શ્રાવકોએ પણ ગીત– ગાન અને વાજિંત્રો વડે સર્વ પ્રદેશને શબ્દમય કરી મૂક્યો, પછી રાજા પાતાક મંત્રીને સર્વ ભલામણ કરી પોતાના નગરમાં ગયો અને પાતાકમંત્રીએ એક મોટા રથ ઉપર તે શિલાને ચઢાવીને પર્વત પરથી નીચે ઉતરાવી, તે વખતે તેની આગળ પાછળ અનેક પુરુષો વળગેલા હતા અને બળવાન ધોળા બળઘે તેને ખેંચતા હતા. માર્ગમાં પગલે પગલે કોદાળીવાળા માણસો ખાડા ટેકરાવાળી જમીનને ખોદી રહ્યા હતા અને રથનાં બન્ને પૈડાંઓની ધરીઓ ઉપર સતત તેલની ધારાઓ થયા કરતી હતી, આ રીતે મોટા આરંભથી તે શિલાપાટને મંત્રીએ નીચે ઉતરાવી. એ મહાન રથ કુમાર સેના નામના ગામના ઉપવનની સપાટ પર જ્યારે આવ્યો ત્યારે ત્યાંથી લગાર પણ આગળ ચાલ્યો નહિ. ત્યાં લોકો આવીને ઉત્સવ કરવા લાગ્યા. બીજી તરફ મંત્રીએ પાટણ નગર તરફ એક માણસને મોક્લીને સાધુ સમરસિંહને ખબર હેવડાવી કે પ્રતિમા માટેની શિલાપાટ કુમારસેના ગામ સુધી આવી ગઇ છે. આ સાંભળીને સમરસિંહ પણ મેઘનો ધ્વનિ સાંભળીને જેમ મોર આનંદ પામે તેમ પ્રસન્ન થયો.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy