SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ. સમરસિંહે ક્યું કે હે સ્વામી ! તમે જો પ્રસન્ન થયા હો તો તેને માટે એક પ્રમાણપત્ર (પરવાનો) આપો જેથી મારું આ કાર્ય સિદ્ધ થાય. આ સાંભળી ગુજરાતના અધિપતિ સૂબા અલપખાને પોતાના મુખ્ય પ્રધાન બહિરામખાનને સમરસિંહ માટે પરવાનો લખી આપવા આજ્ઞા કરી. બહિરામખાનને પણ સાધુ સમરસિંહ અધિક પ્રિય હતો. તેથી તેણે પોતાની ઓફિસમાં જઇને રાજાની આજ્ઞા પ્રમાણે તુરતજ અત્યંત માનપૂર્વક સમરસિંહને પરવાનો આપ્યો. અને તે પરવાનો સાથે લઇ સમરસિંહ સહિત બહિરામખાન અલપખાનની પાસે આવ્યો. અલપખાને તે પરવાનો હાથમાં લઇને વાંચી જોયો. અને પછી તેણે બહિરામખાનને હ્યું કે મસ્તકના ટોપ સહિત એકસુવર્ણની તસરીફા જે મણિ અને મોતીઓથી ભરેલી હોય તેને સત્વર આપના ખજાનામાંથી લાવીને આપો. બહિરામખાને તુરત લાવી આપી. તેણે પોતેજ પાનનું બીડું અને પરવાનો સમરસિંહના હાથમાં સોંપ્યાં ને તસરીફા અર્પણ કરી. ને હ્યું કે હે સાધુ ! નિર્ભય થઈને તારું મનવાંછિત સિધ્ધ કર. પછી બુદ્ધિશાળી સમરસિંહે તસરીફા લઇ લીધી અને આનંદપૂર્વક મસ્તકના ટોપને પહેરી લીધો. પછી પરવાનાને મસ્તક પર મૂકીને હ્યું કે હવે પ્રમાણપત્ર રૂપી સિંહ મારી પાસે છે તેથી મને દુષ્ટ લોકો અને સમર્થ લોકો તરફથી ભય નથી. ત્યાર પછી એક ઉત્તમ ઘોડો મંગાવીને શ્રી અલપખાને સાધુ – સજજન એવા સમરસિંહને અર્પણ કર્યો. એટલે બહિરામખાને અલપખાનની આજ્ઞાથી સમરસિહને ઘેર જવા માટે ઘોડા પર ચઢાવી દીધો. અને પોતે ઘર સુધી સાથે આવ્યો. ત્યારે સમરસિંહે પોતાના ઘરે પધારેલા પ્રધાન બહિરામખાનને જાત જાતની ભેટો આપી પ્રસન્ન ર્યો. અને પછી તેમને વિનય પૂર્વક રજા આપી. ૧૨ પછી સમરસિંહ પોતે શ્રી સિદ્ધસૂરિને વંદન કરવાની ઇચ્છાથી નગરના લોકો સાથે પૌષધશાલામાં ગયો. ત્યાં ગુરુમહારાજનાં ચરણમાં વંદન કરીને પ્રથમ આશીર્વચન મેળવ્યું. અને તીર્થના ઉદ્ધાર માટે જે પરવાનો મલ્યો હતો. તેનું નિવેદન ગુરુને કર્યું.ત્યારે ગુરુએ ક્યું કે તારું ભાગ્ય ઉત્તમ પ્રકારે જાગતું છે કારણ કે દેવોના દ્વેષી એવા અલપખાને આ કાર્યમાં તને સંમતિ આપી. માટે હે સાધુ સમરસિંહ ! તીર્થનો ઉદ્ધાર કરવામાં તું સત્વરે ઉદ્યમ કર. તને ધર્મલાભ આપીએ છીએ. તેના પ્રભાવથી તારી કાર્યસિદ્ધિ વિના વિલંબે થાય. તે પછી સમરસિંહે ગુરુને હ્યું કે શ્રી વસ્તુપાલ મંત્રીએ મંમાણ પર્વતની એક શિલા પહેલાં આણેલી છે. અને તે શિલાને અખંડપણે ભોંયરામાં મૂકી રાખી છે. જે હજુ અખંડપણે હયાત છે. તો હે પ્રભુ તેમાંથી જ એક નવી પ્રતિમા તૈયાર કરવામાં આવે તો કેમ ? તે પછી ગુરુએ પુણ્યશાલી એવા દેશલને તથા પુત્ર સમરસિંહને ક્યું. પૂર્વે મંત્રી વસ્તુ પાલ જે મંમાણ પર્વતની શિલા લાવ્યા હતા તે હાલ સંઘના તાબામાં છે. માટે ચારે પ્રકારના સંઘની અનુમતિ લઇને તેમાંથી એક પ્રતિમા બનાવીને તેની શ્રી શત્રુંજ્યપર મૂળનાયક તરીકે પ્રતિષ્ઠા કરી શકાય. વળી એવો નિયમ પણ છે કે સર્વ પ્રકારનાં ધર્મકાર્ય હંમેશાં સંઘની સંમતિથી જ કરવાં.ગુરુની આ વાણી સાંભળી ભવિષ્યના કાર્યનો વિચાર કરવામાં ઉત્કંક્તિ થઇને પ્રસન્નચિત્તે પોતાના ઘેર ગયા. હવે એક દિવસે સમરસિંહે મોટા મોટા આચાર્યોને તથા સંઘના મુખ્ય મુખ્ય શ્રાવકોને એક સ્થલે ભેગા ર્યો. અને પછી શ્રી નેમિનાથ ભગવાનના મંદિરમાં સહુ સંઘને યોગ્ય રીતે બેસાડયો. પછી તેઓ સર્વેને પ્રણામ કરી બે હાથ જોડી સમરસિંહે ક્યું કે આ સમગ્ર સંઘને મારી એક વિનંતિ છે. તેઓ મારી આ વિનંતિ ઘ્યાનમાં લેશે એમ હું ઇચ્છું છું.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy