SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જય-લ્પવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ. નામ મણિપોખર પાડ્યું. આ બન્ને પુત્રો સગાભાઇની જેમ સ્નેહથી વધવા લાગ્યા. ચંદ્રરાજા આમ સર્વ રીતે સુખી થયા, તેની આજ્ઞા ત્રણ ખંડમાં પ્રવર્તી, ને ચંદ્રરાજા રાજરાજેશ્વર થયો. ક્યાંય પણ ધડીભર વિમલાચલને હૃદયથી વીસરતો નથી. તેણે વિમલાચલ પર અનેક બિંબો ભરાવી ધણી પ્રતિષ્ઠા કરાવી. અને તીર્થની અનુપમ પ્રભાવના કરી. એક વખતે વનપાલકે આવી ચંદ્રરાજાને વધામણી આપી કે હે રાજન ! ઉધાનમાં ભગવંત શ્રી મુનિસુવ્રત સ્વામી પધાર્યા છે. ચંદ્રરાજા આ સાંભળી ખૂબ હર્ષિત થયો. અને તેણે વનપાલને સાત પેઢી સુધી ચાલે તેટલું ઈનામ આપ્યું. અને રાજાએ ચતુરગી સેના તૈયાર કરી સર્વ પરિવાર અને પ્રજા સાથે નગરની બહાર આવ્યો. ભગવાનનું સમવસરણ જોતાં પુલક્તિ થયો, અને જેમ માણસ જીવનમાં ગુણોનાં પગથિયાં ચઢે તેમ સમવસરણનાં પગથિયાં ચઢી ભગવાનને પ્રદક્ષિણા દઈ પર્ષદામાં બેઠો અને પ્રજાજનો પણ યોગ્ય સ્થાને બેઠા. સૌ શાંત બની ભગવાનની સામે સ્થિર દષ્ટિવાલા થયા. એટલે પ્રભુએ મેઘના જેવી ગંભીર વાણીવડે દેશના શરુ કરી. હે ભવ્યો ! આ જીવ પોતાનાં – જ્ઞાન – દર્શન અને ચારિત્રના સ્વભાવને ભૂલી જઈ જડ વસ્તુના સ્વભાવમાં રાચે – માગે છે. અને તેથી જ અનર્થની પરંપરા ઉત્પન્ન કરે છે. જીવને દેહમારે લાગે છે. ધન મારું લાગે છે. પુત્ર મારો લાગે છે. સ્ત્રી મારી લાગે છે. અને દુનિયામાં જે બધી વસ્તુઓ મૂકીને જવાની છે તેને તેજ વસ્તુઓ મારી લાગે છે. પણ જે જ્ઞાન – દર્શન – ચારિત્રરૂપી ધર્મ જે સદાય સાથે રહેવાનો છે તે પારકો લાગે છે. આ દ્રષ્ટિનો ભમ જ્યાં સુધી ન ટળે ત્યાં સુધી તેનું લ્યાણ કઈ રીતે થાય ? જીવ અવ્યવહાર રાશિમાંથી આમ કોઈ કોઈવાર ઊચો આવે, પણ આવા વિભમને કારણે પાણે પટકાય છે. માટે સ્વભાવ દશાને સમજી વિભાવદશાનો ત્યાગ કરવો જરૂરી છે. દેશના પૂર્ણ થઈ એટલે ચંદ્રરાજા વિચારે ચઢયો. વીરમતિ સાથે વૈરની પરંપરા – પ્રેમલા – ગુણાવલી – શિવ માલા – મકરધ્વજ વગેરે સાથેનો નેહ સંબંધ એ શું વિભાવ દશા છે.? આ વિભાવદશા આપણા આત્મામાં કર્મોના થર (પડલ) જમાવતી જાય તેમાં પણ પૂર્વભવનાં કર્મો કારણ રૂપ હોય છે. આ પૂર્વભવનું સ્વરૂપ જ્વળજ્ઞાની સિવાય બીજો કોણ બતાવે? તેથી તેણે ફરીવાર ભગવંતને નમીને પૂછ્યું કે “હે ભગવંત ! પૂર્વભવે મેં એવું ક્યું કર્મ કર્યું હતું કે જેને લઈને મને મારી વિમાતાએ કૂકડે બનાવ્યો? ક્યા કર્મથી મારે નટે સાથે ભમવું પડ્યું? આ પ્રેમલાને ક્યા કર્મથી વિષકન્યાનું આળ આવ્યું? અને કનકધ્વજ શાથી કોઢિયો થયો? . ભગવાને કહ્યું કે રાજન! આ જગતમાં પ્રેમ – તેષ – સુખ – દુઃખ એ બધાં પૂર્વભવનાં કારણોથી થાય છે. તે તમારો પૂર્વભવ કહું તે સાંભળો એટલે તેનાં બધાં કારણો આપોઆપ સમજાઈ જશે. વિદર્ભ દેશમાં તિલકાપુરી નગરીમાં મદનભમ રાજા અને કનકમાળા નામે રાણી હતી. તે રાજાને એક્શ પુત્રી તિલકમંજરી હતી.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy