SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ. છે. કોઈને નહિ કહું. એમ કહી ગુણાવલીથી સત્કાર પામી ગુપ્ત રીતે પાછે વિદાય થયો. વાત વાયરે જાય તેમ આ વાત ગમે તે રીતે આભાનગરીમાં ઠેર ઠેર પ્રસરી ગઈ કે ચંદ્રરાજા કૂકડો મટી મનુષ્ય થયા છે. અહીં થોડા જ દિવસમાં આવવાના છે. આ વાત સાંભળી વીરમતિ બોલી ખોટી વાત છે કૂકડે થયેલ ચંદ્રને મનુષ્ય બનાવનાર કોણ છે. ? મેં કૂકડાને જીવતો રાખ્યો તે જ ભૂલ કરી છે તેને મારી નાંખ્યો હોત તો આ સાંભળવું ન પડત. વિરમતિ સીધી ગુણાવલીના મહેલે આવી. અને બોલી હે ગુણાવલી ! ચંદ્ર કૂકડો મટી મનુષ્ય થયો છે. અને અહીં આવવા માંગે છે. આ વાતમાં શું તથ્ય છે.? યાદ રાખ કે હવે હું તેને જીવતો નહિ છોડું તારી વિનવણીથી જીવતો છેડયો તો જ આ પંચાત છે ને? ગુણાવલી બોલી સાસુજી! લોકોને ક્યાં ધંધો છે.? એતો ગમે તેવા ગામ ગપાટા ઊભા કરે. કુફડો થયેલો થોડે જ મનુષ્ય થઈ શકે છે.?જેણે તમારું આવું પરાક્રમ દેખ્યું હોય તે તો આભાની સામે નજર જ ન નાખે. હું તો આ વાત સાચી માનતી નથી. વિરમતિને ગુણાવલીનાં વચનોથી સંતોષ ન થયો પોતાના આવાસે આવી મંત્રો ભણી પોતાના દેવતાઓને પ્રત્યક્ષ ર્યા. અને પૂછ્યું કે ચંદ્ર મનુષ્ય થયો છે તે ફેલાયેલી વાત છે તે સાચી છે.? અને જો સાચી હોય તો તેને મારી પાસે જીવતો લાવો. એટલે હું તેને મારી નાખું દેવો બોલ્યા વીરમતિ હવે આ જીદ છેડે, પુણ્યશાળી ચંદ્રનું કોઈ વિરૂપ કરી શકે તેમ નથી. કેમકે અમારાથી પણ બલવાન દેવો તેની રક્ષા કરે છે. તે વિમલગિરિના પ્રભાવથી કૂકડો મટી માનવ થયો છે.અને વિમલગિરિના અધિષ્ઠાયક દેવ તેના રક્ષક છે. તેથી તેની આગળ અમારું કાંઈ પણ ચાલે તેમ નથી. ક્રોધે ધમધમતી હાથમાં દાંતી (તલવાર)લઈ તે દેવોને સાથે લઈ વિમલાપુરી તરફ ઊડી. એકદેવે અગાઉથી ચંદ્રને ખબર આપી કેવિમાતા તમને મારવા માટે આવે છે માટે સાવધ રહેજો , ચંદ્રકુમાર તલવાર લઈ માતાનું સ્વાગત કરવાસાએ આવ્યો. આકાશમાં ક્રોધથી ધમધમતી સગડી સરખી જોસ ભેર આવતી વીરમતિ ચંદ્રને સામો આવતી જોઈનીચે ઊતરી અને બોલી દુષ્ટ ! શું તું હજી જીવે છે.? ચંદ્ર બોલ્યો માતા ! હું તો તમારાથી નાનો છું. એટલે આપનાં મર્યા પહેલાં કઈ રીતે મરું? ક્રોધથી ધમધમતી વીરમતિએ દિવ્ય તલવારનો ઘા ચંદ્ર ઉપર ક્યું પણ પુણ્યશાળી ચંદ્રના બખ્તર પર તે તલવાર અથડાઈને વીરમતિની છાતીમાં ભોંકાઈ . ચંદ્ર- દ્રષ્ટને શિક્ષા કરવી જ જોઈએ. તેમ માની તેનો ચોટલો પકડી તેને શિલા ઉપર અફાળી પૂરી કરી. વીરમતિ ક્રોધથી ધમધમતી મૃત્યુ પામી છટકી નરેકે ગઈ. વિમલાપુરીમાં ચારે બાજુ વાત પ્રસરી કે મારવા આવેલી વીરમતિ ચંદ્રુમારના હાથે મૃત્યુ પામી છે. સારા લોકોનાં મૃત્યુથી લોક આંસુ સારે છે. અને દુર્જનના મૃત્યુથી લોક આનંદ પામે છે. તેમ વીરમતિના મૃત્યુથી વિમલાપુરીમાં આનંદ ફેલાયો. ચંદ્રરાજાનું ફરીથી વિમલાપુરીએ સ્વાગત કર્યું. ને દાન અપાયું. વીરમતિના મૃત્યુની વાત
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy