SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ શ્રી શત્રુંજય-ક્લ્પવૃત્તિ-ભાષાંતર વિક્રમ રાજાએ કરાવેલા શ્રી શત્રુંજ્યનાઉદ્ધારનું- સ્વરૂપ શ્રી વિક્રમાદિત્ય રાજાએ શ્રી શત્રુંજયતીર્થઉપર વિસ્તારથી યાત્રા કરીને ચૈત્યનો ઉદ્ધાર કરાવ્યો. તે આ પ્રમાણે: ગભિલ્લ રાજાના પુત્ર શ્રેષ્ઠ પરાક્રમવાલા વિક્રમાદિત્યરાજા ન્યાયમાર્ગવડે પૃથ્વીનું પાલન કરતો હતો. તેને કમલા વગેરે ઘણી સુંદર પત્નીઓ હતી. સુકોમલા નામની પત્નીથી ઉત્પન્ન થયેલો વિક્રમચરિત્ર નામે પુત્ર થયો. અનુક્રમે તેને નિર્મલપુણ્યથી બે સુવર્ણપુરુષ થયા, અને તેનું સઘળું રાજ્ય હાથી-ઘોડા વગેરેવડે પ્રગટપણે વૃદ્ધિ પામ્યું, વિક્રમાદિત્યરાજાએ શ્રીસિદ્ધસેનગુરુની પાસે શ્રીજિનેશ્વરે હેલો ધર્મ સભ્યસહિત સ્વીકાર્યા. (અહીં વિસ્તારથી રાજ્યની પ્રાપ્તિ–પૃથ્વીને દેવા વગરની કરવી આદિનો સર્વસંબંધ મારા કરેલા શ્રી વિક્રમાદિત્યચરિત્રમાંથી જાણવો) એક વખત વિક્રમાદિત્યરાજાએ શ્રી સિદ્ધસેન ગુરુની પાસે આદરપૂર્વક શ્રી સિદ્ધગિરિનું માહાત્મ્ય આ પ્રમાણે સાંભળ્યું. શ્રી પુંડરીકગિરિ તરફ એક એક પગલું મૂકે છતે કરોડો ભવનાં કરેલાં પાપોથી મુકાય છે. જેણે આદરપૂર્વક સંઘસહિત શ્રી શત્રુંજયગિરિ ઉપર યાત્રા કરી છે. તે થોડા ભવે પણ મોક્ષના સુખને પામે છે. જ્યાં જગદ્ગુરુ (આદિનાથ પ્રભુ) ઓગણોસિત્તેર કોડા કોડી પંચાશી લાખ કરોડ–ચુમ્માલીશ હજાર ક્રોડ વાર પહેલાં પાદુકાના સ્થાને (રાયણના પગલે ) પ્રાપ્ત થયા છે. (પધાર્યા છે.) તે સર્વતીર્થના ફલને આપનારા શ્રી સિદ્ધગિરિને હું વખાણું છું. જયાં સુધી આ શત્રુંજયતીર્થ પૂજાયું ન હોય ત્યાં સુધી તેનો ગર્ભવાસ છે. ધર્મ તો દૂર રહેલો છે. જોવાયેલો જે દુર્ગતિને હણે છે. નમસ્કાર કરાયેલો બે દુર્ગતિને હણે છે. અને ધ્યાન કરાયેલો જે ભવ્ય પ્રાણીઓને મોક્ષ આપે છે. એ પ્રમાણે શ્રી સિદ્ધગિરિનું માહાત્મ્ય સાંભળીને રાજાએ શ્રી શત્રુંજ્યગિરિઉપર યાત્રા કરવા માટે તે વખતે ઉદ્યમ ક્યા. તે પછી શ્રી વિક્રમાદિત્યે કુમ કુમ પત્રિકાઓ મોક્લીને સારા દિવસે પ્રગટપણે શ્રી સંઘને ભેગો કર્યો. સારા દિવસે વિક્રમાદિત્યરાજાએ શ્રી શત્રુંજ્યઉપર અરિહંતોને નમસ્કાર કરવા માટે હર્ષવડે ઘણું દાન આપતા પ્રસ્થાન કર્યું. તેમના સંઘમાં ચાદ મુકુટબદ્ધ રાજાઓ હતા. અને ૭૦– લાખ શુદ્ધ શ્રાવકનાં કુટુંબો હતાં અને ઉત્તમ ગુણવાલા ક્રિયાના સમૂહમાં કુશલ-પ૦, સિદ્ધસેન આદિ સૂરીશ્વરો જિનેશ્વરને નમસ્કાર કરવા માટે ચાલ્યા. ઓગણસિત્તેરસો શ્રેષ્ઠ સુવર્ણનાં દેવમંદિરો હતાં. અને લોકોનાં મનને હરણ કરે એવાં રુપાનાં ચાંદીનાં ત્રણસો દેવાલયો હતાં. ને પાંચસો દંતમય (હાથીદાંતનાં) દેવાલયો હતાં અને અઢારસો કાષ્ઠમય દેરાસરો ચાલતાં હતાં. એક ક્રોડ–બેલાખ ને નવસો રથો હતા. અઢાર લાખ ઘોડાઓ હતા. ને છ હજાર હાથીઓ હતા. વિક્રમાદિત્ય
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy