SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ શ્રી શત્રુંજય-પવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ. જો સુરરિતા જળ હવે – તો આવે આનંદ. જો ગંગાનું પાણી હોય તોજ મીઠું લાગે. આ શબ્દ સાંભળતાં પ્રેમલાની શંકા વધુ દ્રઢ થઇ. આભા નગરી ગંગાના કાંઠે છે. સિંધુના કાંઠે સિંહલ છે. નક્કી આ ચંદ્રરાજા હોવા જોઇએ. તેથી તેનું હૃદય શંકાના હિંડોળે હીંચક્વા લાગ્યું. સિંહલરાજે ચંદ્રને ગુપ્ત રીતે . રાત થોડી છે. કામ ઝાઝું છે. માટે જલદી પતાવો. પછી હાથી ઘોડા વગેરે સુંદર પહેરામણી લઇ, લગ્ન વિધિ પૂર્ણ કરી, ગાજતે વાજતે વર-વહુ સિંહલ રાજાના ઉતારે આવ્યા. વરવહુ એકાંત માં બેઠાં ઘડીકમાં ચંદ્રરાજા ઊભો થાય. ને ઘડીકમાં બેસે. પ્રેમલા સમજી ગઇ કે આમાં કંઇક ભેદ છે.તેથી ચંદ્રરાજાને આઘા પાછા થવા ન દીધા. તેટલામાં હિસક મંત્રી ચંદ્રરાજા સામું જોઇ કર સંજ્ઞાથી કીધું કે હવે પ્રેમલાનો મોહ બ્રેડી વિદાય થાવ. ચંદ્રરાજાએ વડી શંકાનું બહાનું કાઢયું પણ પ્રેમલા સાથે આવી એટલે નાસી ન શક્યો. & હિસક મંત્રી ખૂબ અક્ળાયો. કર સંજ્ઞાથી ક્યું અને અન્યોક્તિથી પણ . વહેલો થા નિશિભૂપહો દિનકર જો તુજ દેખશે થશે પ્રગટ સવિરૂપ હો ' જેમ જેમ હિસક ઉતાવળ કરવા માંડયો તેમ તેમ પ્રેમલા પતિને વધુ વધુ લાડ લડાવવા માંડી. અને બોલે હે નાથ ! હું સમજી ગઇ છું. તમે આભાપુરીના ચંદ રાજા ો હું અંધારામાં હોત તો ગમે તે બહાનું કાઢી છટકી શક્ત. પણ હવે જાણ્યા પછી તમે છટકી નહિ શકો. આ શું માણસની રીત છે કે પરણ્યા પછી પરણેતરને તરછોડવી ? હું તમને મુદ્દલ છટક્વા નહિ દઉ છેતરીને જશો તો હું આભાપુરીએ આવીશ. ચંદ બોલ્યો, "દેવ ! આગ્રહ ન કર. હું વચનથી બંધાયેલ છું, તને અત્યારે મારી બધી કથની કહી શકું તેમ નથી. આમ કહી ચંદ્ર જેવો ઊભો થયો કે તુરત જ પ્રેમલાએ ચંદ્રનો છેડો પકડયો. અને બોલી હે નાથ ! નહિ જવા દઉં ? એટલે હિસક મંત્રી તુરતજ તેની પાસે આવ્યો. અને પ્રેમલાએ મંત્રી વડીલ હોવાથી લાજ કાઢીને છેડે છોડી દીધો. એટલે હિંસક મંત્રી ચંદ્રને તુરત જ બહાર ખેંચી ગયો. પ્રેમલાને મૂર્છા આવી ગઇ. હિંસક મંત્રી ચંદ્રને સિંહલ રાજાપાસે લઇ ગયો ચંદરાજા સિંહલ રાજાથી છૂટો પડયો, પણ રાતનું વૃત્તાંત નજરથી જરાપણ ખસ્યું નહિ. તે સીધો ત્યાંથી નીક્ળી વિમલાનગરીના સીમાડે આવ્યો અને તેજ આંબાની બખોલમાં ભરાયો. થોડી જ વારમાં સાસુ–વહુ બન્ને આવ્યાં. અને સડસડાટ આંબા પર ચઢ્યાં. ને વીરમતિ બોલી રાત્રિ અર્ધો પ્રહરજ બાકી છે બાની સોટી આંબાપર લગાડતાં બોલી આંબા ! લઇ જા અમને આભાપુરી, આંબો આકાશમાર્ગે ઊડયો. સાથે તેનાપર બેઠેલાં સાસુ-વહુ અને બખોલમાં ભરાયેલ ચંદ્રરાજા પણ ઊડયો. વીરમતિ બોલી, ગુણાવલી ! કૌતુક જોયું ને ? જો ઘેર રહી હોત તો પ્રેમલા લચ્છી અને નધ્વજનાં લગ્ન જોવાં મલત ખરાં ?
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy