SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજ્યની યાત્રામાં સાધુગુણરાજનો સંબંધ વિષે સન્માન ને પૂજા આપનારું છે. ભટ્ટ આદિને વિષે યશ કરનારું છે. દાન કોઇ ઠેકાણે નિષ્કલ નથી. આ સાંભળી સાધુ શિરોમણિ ગુણના સ્થાન જેવો ગુણરાજ ભૂખ્યા લોકોને વિષે જલદી અત્યંત અન્ન આપવા માટે પ્રવો. તે દિવસે દિવસે બે મૂઢા અન્ન આપતો હતો.અને અન્નથી પોતાની જ્ઞાતિ અને પરજ્ઞાતિને જિવાડતો હતો. વિસ્તારથી સોપાક નગરમાં એક એક યાત્રા કરતો તે સાઠ હજાર ટંક વાપરતો હતો. મુનિસુંદરસૂરિને ઉપાધ્યાય પદ કરાવતાં તેણે ૨૦ હજાર ટંક વાપર્યા, તેનો ભોગી એવો નાનો ભાઇ અંબક દિવસે દિવસે પાંચસો દ્રમ્ય વાપરતો હતો. તેણે કોઇક વખત પ્રતિસ્પામ્યા નામનો દેશ ર્યો. તે દેશ ભાંગી ગયે છો તે હઠથી ભાર્યા સાથે વૈરાગ્યવાસિત હૃદયવાળો થયો, દીક્ષા લેવાની ઇચ્છાવાળો થયો.. પ્રિયાના ભાઇ સજજનોવડે નહિ માને છો છોડી દીધો છે વૈભવ જેણે એવો અમ્બાક વ્રત લઇને પોતે બે વર્ષ (ગૃહસ્થપણામાં) રહ્યો.. કુટુંબે માને તે હર્ષથી બહુલક્ષ્મીને વાપરતાં ગુણરાજે ગુરુના હાથે ભાઇને દીક્ષા અપાવી. દેવસુંદરસૂરીશ્વરની પાસે અનુક્રમે શુદ્ધવ્રતને પાલતાં તે મોટેભાગે આયંબિલ વગેરે તપ કરતો હતો. ૧૩ તે વખતે શ્રી સોમસુંદરસૂરીશ્વરની પાસે યાત્રાનું ફલ સાંભળી શ્રી શત્રુંજ્યને વિષે યાત્રા કરવાની ઇચ્છાવાલો થયો. શ્રી સોમસુંદરસૂરીશ્વરના ઉપદેશથી વિક્રમાદિત્યરાજાથી ૧૪૭૭ વર્ષ ગયે તે ગુણરાજ ઘણા સંધને બોલાવીને શ્રી શત્રુંજયગિરિઉપર ભાવથી જિનેશ્વરોને નમસ્કાર કરવા માટે ઉત્સુક થયો. અહમદ સુલતાન પાસેથી ફરમાન મેળવીને ગુણરાજે થમાં રહેલું મોટું દેવમંદિર કર્યું. સુવર્ણપત્રથી વ્યાપ્ત શિખરથી શ્વેત બે અક્ષથી (પૈડાંથી) પ્રચંડ દેદીપ્યમાન બજવાળો રથ સર્વને અત્યંત આનંદ આપતો હતો. આ પ્રમાણે બીજા, ચિત્તને હર્ષ આપનારા શ્રેષ્ઠ નવરથોને બીજા સંઘપતિઓ લાવ્યા. તે જિનેશ્વરથી યુક્ત ત્યાં શોભતા હતા. ત્રીસસો મનોહર શય્યાપાલકો આવ્યા. અને નહિ ઊભા રહે તેવા સાતસો રથો શોભતા હતા. ને ચારસો પિત્તલના ઘડાઓ વહન કરનારા હતા. પાંચસો ઘોડા, આઠસો ઊંધે, પાંચસો પાડા, સોથી વધારે ભેંસો, સેંકડો પાલખીઓ શ્રેણીઓની સ્ત્રીથી શોભિત હતી. લક્ષ્મીથી મનોહર બે લાખ મનુષ્યો હતા. ગાયકોની અને કૌતુક કરનારાઓની સંખ્યા વિદ્યમાન નથી. શ્રી સોમસુંદરસૂરિ, શ્રી મુનિસુંદરસૂરિ, શ્રી જયચંદ્રઆચાર્ય શ્રી જિનસુંદરસૂરિ બીજા પણ ગચ્છને આશ્રિત સો આચાર્યો ચાલ્યા. પંડિતોવડે સાધુ સાધ્વીઓની સંખ્યા મેળવાતી નથી. ગામે ગામે અને નગરે નગરે પ્રગટપણે સ્નાત્રપૂજાના ઉત્સવ કરતાં સંઘપતિએ બન્ને તીર્થને વિષે હર્ષવડે યાત્રા કરી. શ્રી જિનસુંદરસૂરીશ્વરના પદે ( તેમની નિશ્રામાં) જે ઉત્સવ થયો તેનું વર્ણન કરવા પંડિતો અને દેવો પણ શક્ય નથી. તે સંઘપતિ ગુણરાજે ઉત્તમ ધર્મકાર્યમાં ત્રણલાખ ટૂંક અનુક્રમે વાપર્યા. આ પ્રમાણે શ્રી શત્રુંજ્યયાત્રામાં સાધુ ગુણરાજનો સંબંધ સંપૂર્ણ
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy