SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ થી વજસ્વામીનો સંબંધ ૬૦૧ હોય છે. મધ્યમ મનુષ્યોને માતા ઘરનું કામ કરે ત્યાં સુધી હોય છે. અને ઉત્તમ પુરુષોને માતા જીવે ત્યાં સુધી તીર્થની જેમ હોય છે. આ પ્રમાણે તે બાળકને રુદન કરતાં છ મહિના ગમે છતે દુ:ખ પામીને (માતા) મરવાની ઇચ્છાવાલી બોલી. જે આ બાલક્તો પિતા આવે તો આ બાલકને આપીને હું સુખી થાઉં. કારણ કે આ બાલક મને દુ:ખ આપનારો છે. આ બાલક મારું વૈર વાળવા માટે આવ્યો છે. કારણ કે તે રોયા વિના એક ક્ષણ પણ રહ્યો નથી. એ પ્રમાણે તે (માતા) બોલતે છો તે વખતે ત્યાં સિંહગરિગુરુ ભવ્યજીવોને પ્રતિબોધ કરવા માટે ઓચિંતા આવ્યા. ભિક્ષાને માટે નગરની અંદર જતાં ધનગિરિ (પોતાના) ગુવડે હેવાયા કે તને જે મળે તે તારે અહીં લાવવું. ભ્રમણ કરતાં ધનગિરિ જ્યારે પોતાના ઘરે આવ્યા ત્યારે સુનંદાએ કે તમે પોતાના પુત્રને ગ્રહણ કરો. કણસ્વરે રુદન કરતાં આ પુત્રવડે હું વિલખી કરાઈ છું. તેથી આ પુત્રને તમે લઈ જાવ. જે સોનાવડે બે કાન જલદી તૂટી જાય તે સોનાવડે પોતાનું હિત ઇચ્છનારા સજજનો વડે શું કરાય? ધનગિરિએ ધું કે તું મને બળાત્કારે પુત્ર આપે છે. પછી જો તું માંગીશ તો તને તે પુત્ર આપીશ નહિ. તે પછી ધનગિરિએ સાક્ષીઓ કરીને શ્રી ગુરુનું વચન યાદ કરી સુંદર આકૃતિવાલા પુત્રને ઝોળીમાં નાખ્યો. હર્ષવડે ધનગિરિએ જયારે તે ગુને તે આપ્યો ત્યારે વજની જેમ ઘણો ભાર ગુસ્સે જણાયો અને કહ્યું કે ઘણો ભાર હોવાથી આ બાલકનું નામ વજ થાઓ. તે વખતે તે બાલક રડવાથી અટક્યો ને હર્ષિત થયો. શ્રાવિકાની પૌષધશાલામાં પારણામાં તેને સુવરાવ્યો અને શ્રાવિકાઓએ સ્તનપાન કરાવવાવડે મોટે ર્યો. કોઇક સ્ત્રી ભક્તિવડે બાળકને સ્તનપાન કરાવતી હતી. કોઇક સ્ત્રી નેત્રમાં અંજન કરતી હતી. તે વખતે નિરંતર સાધ્વીઓ અંગને ભણતી હતી ત્યારે વજકુમારે અગિયાર અંગ અનુક્રમે સૂત્રથી અને અર્થથી જાણ્યાં. પાણીમાં તેલ, લુચ્ચાને વિષે ગુપ્તવાત, પાત્રને વિષે થોડું પણ દાન ને બુદ્ધિાળીને શાસ્ત્ર વસ્તુની શક્તિથી પોતાની જાતે (આ વસ્તુઓ) વિસ્તાર પામે છે. સુનંદા આવીને સુંદર વાણીવડે પોતાના પુત્રને રમાડે છે અને પાછો લઈ જવાને ઇચ્છે છે. અને બોલી કે હે પુત્રી તું ઘરે આવ. તે પછી દિવસે દિવસે ગુરુ અને સંઘપાસે સુનંદા પુત્રની માંગણી કરે છે. સંઘ અને ગુરુતે બાળક્ન આપતા નથી. તે પછી સુનંદા રાજાની પાસે પુત્રની માંગણી કરે છે. રાજાએ સંઘને બોલાવીને કહ્યું કે આને જલદી પુત્ર આપો. સંઘે કહ્યું કે રુદન કરીને આ બાળક ગુની પાસે આવ્યો છે. તેથી હે રાજન ! તે માતાની પાસે ક્વી રીતે જાય? હે રાજન ! જો આ બાળક માતાવડે બોલાવાયેલો માતાની પાસે જાય તો સુનંદા પુત્રને ગ્રહણ કરે અન્યથા નહિ. તે પછી મોદક, ખજૂર, ખારેક અને સુખડીવડે થાલ ભરીને ધનગિરિની પત્ની રાજાની પાસે ગઈ. સંઘસહિત ગુરુ ઓધો મુહપતી લઈને રાજાની પાસે આવ્યા. હર્ષવડે બાળક વજ પણ આવ્યો. દયને હરણ કરનારા મોક વગેરે શ્રેષ્ઠ પદાર્થો માતાએ મૂકે ને ગુરએ જલદી સાધુવેશ મૂક્યો. સાધુનો વેશ મસ્તકને વિષે કરીને તે બાળક જ્યારે ગુરુ પાસે ગયો ત્યારે માતા પોતાના મનમાં ખેદ પામી. તે પછી સુનંદાએ વિચાર્યુ કે હે ઉત્તમ પુત્ર! મારે હવે પતિ અને પુત્ર વિના કાલ કેમ પસાર કરે? હ્યું છે કે જે સ્ત્રી કોઈક ઠેકાણે પતિ મરી ગયું પણ વૈધવ્યને પાળે છે. તે ફરીથી ધણીને મેળવીને સ્વર્ગના ભોગોને ભોગવે છે. ખરેખર સ્ત્રીને પતિ અથવા પુત્ર શરણ થાય છે. આથી હું સંયમ સાથે નિચ્ચે વસ્ત્ર (સાધુનાં) ગ્રહણ કરીશ. તે પછી માતાની સાથે વજકુમારે ગુરુ પાસે દીક્ષા લીધી. જે જેતે સાંભળે છે તે તે તેને નિચ્ચે આવડે છે. (યાદ
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy