SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભદ્રબાહુામીએ રચેલા કલ્પનો સંબંધ ટીકાર્થ: આ પ્રમાણે – ભદ્રબાહુવડે શ્રી શત્રુંજયતીર્થના માહાત્મ્યથી યુક્ત બ્લ્યૂ રચાયો ને શ્રી વજ્રસ્વામીએ તેને ઉદ્ધર્યો. તે પછી પાદલિપ્તસૂરિએ સંક્ષેપ્યો (નાનો ર્યો) પહેલાં ભદ્રબાહુસ્વામીએ રચ્યો તેનો સંબંધ હેવાય છે. દક્ષિણાપથમાં શ્રેષ્ઠ પ્રતિષ્ઠાન નામના નગરમાં જનાર્દન નામે બ્રાહ્મણ હતો. તેને સાવિત્રી નામે પત્ની હતી. અનુક્રમે તે બન્નેને સારા દિવસે ભદ્રબાહુ અને વરાહ નામે શ્રેષ્ઠ લક્ષણોથી લક્ષિત બે પુત્રો થયા. માતા પિતા મરણ પામે છે અને બધું ધન ચાલી ગયું ત્યારે નિર્ધન એવા તે બન્ને એક વખત શ્રી યશોભદ્રસૂરિ પાસે ગયા. ત્યાં સંસારની અસારતા ને ધર્મનું શ્રેષ્ઠપણું (સારપણું) ગુરુપાસે ભદ્રબાહુ ને વરાહે સાંભળ્યું. भोग भगुवृत्तयो बहुविधास्तैरेवचायं भवस्तत्वस्येह कृते परिभ्रमत रे लोकाः सृतं चेष्टितैः । आशापाशशतोपशान्तिविशदं चेतः समाधीयतां । क्वाप्यात्यन्तिकसोख्य धामनि यदि श्रद्धेय मस्मद्दचः || १ || ૫૯૩ ઘણા પ્રકારના ભોગો ભાગી જવાની વૃત્તિવાલા છે. અને તે ભોગોવડે આ સંસાર છે. હે લોકો ! તેના માટે તમે અહીં પરિભ્રમણ કરો છે. આવી ચેષ્ટાવડે સર્યું. સેંકડો આશારૂપી પાશમાંથી ઉપશાંતિવડે નિર્મલ એવા ચિત્તની સમાધિ કરો. કોઇ ઠેકાણે આત્યંતિક સુખના ઘરમાં જવાની ઇચ્છા હોય તો અમારા વચનની શ્રદ્ધા કરો (૧) સંધ્યાનાં વાદળાંનો રંગ ને પાણીના પરપોટા સરખા જીવિત હોય ત્યારે ને જલબિંદુ સરખું ચંચલ ને નદીના વેગ સરખું યૌવન હોય ત્યારે હે જીવ! તું કેમ બોધ પામતો નથી ? (૨) આ પ્રમાણે સાંભળીને પ્રતિબોધ પામેલા તે બન્ને ભાઇ ઘરે ગયા. પરસ્પર મંત્રણા કરવા લાગ્યા કે જન્મ કઇ રીતે પસાર કરવો ? ક્યું છે કે : अग्रे गीतं सरसकवयः पार्श्वतो दाक्षिणात्याः, पृष्ठे लीलावलयरणितं चामरग्राहिणीनाम् । यद्यस्त्येवं कुरु भवरसास्वादने लम्पटत्वं, नो चेच्चेत: ! प्रविश सहसा निर्विकल्पे समाधौ ॥ આગળ ગીત છે ને પડખે દક્ષિણદિશાના સરસ કવિઓ છે ને પાછળ ચામરધારીઓનો ક્રીડાવડે થતો અવાજ છે. જો આ પ્રમાણે છે તો સંસારની રચનાના આસ્વાદને વિષે લંપટપણું કર. હે ચિત્ત! જો એ પ્રમાણે ન હોય તો અત્યંત નિર્વિલ્પ સમાધિમાં પ્રવેશ કર ! આ પ્રમાણે વિચારીને બન્ને ભાઇઓએ શ્રી ગુરુપાસે સંસારના દુ:ખને છેદવા માટે દીક્ષા લીધી. ચૌદ પૂર્વધારી આચાર્યના ગુણથી યુક્ત ભદ્રબાહુ (સ્વામી) દશવૈકાલિક વગેરે ગ્રંથોના કરનારા થયા, તે આ પ્રમાણે : - आवस्सयस्स दसकालियस्स तह उत्तरज्झमायारे सूअगडे निज्जुत्तिं, वुच्छामि तहा दसाणंच ॥ १ ॥
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy