SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૯ હાથીના વિષયમાં ચાર મિત્રની કથા ભૂમંડન નામના નગરમાં ચંદ્ર, વીર, સૂર અને અમર નામના ચાર મિત્રો મૈત્રીથી યુક્ત શ્રેષ્ઠ ચિત્તવાલા રહેતા હતા. ચાસ્ય (મિત્રો) ગુરુ પાસે શાસ્ત્રસમૂહને ભણતાં યાથી વ્યાપ્ત ચિત્તવાલા ઘણા પંડિત થયા. એક વખત સર્વ મિત્રો લક્ષ્મીને માટે પોતાના નગરમાંથી નીકળ્યા. પોતાના કર્મથી કેટલીક લક્ષ્મી ઉપાર્જન કરી, કહ્યું છે કે:- જાતિ-રૂપ અને વિદ્યા આ ત્રણે મોટા ખાડામાં પડે ધન જ વૃદ્ધિ પામે. કારણ કે જેનાવડે બધા ગુણો પ્રગટ થાય છે. તેઓ માર્ગમાં જતા હતા ત્યારે ખભા ઉપર રહેલો છે બકરો જેને એવો આવતો બ્રાહ્મણ અકસ્માત, તેઓને સામો મલ્યો. તેઓએ જાણ્યું કે બાભણવડે હમણાં આ બોકડો યજ્ઞને માટે લઈ જવાય છે. આપણે પુણ્યને માટે ક્વી રીતે બચાવવો? તેમાંથી એક રૂપ પરિવર્તન કરીને સન્મુખ આવીને બોલ્યો કે હે વિપ્ર ! તું હમણાં તરાને ખભા ઉપર શા માટે વહન કરે છે? બે ઘડી પછી બીજો સન્મુખ આવીને બોલ્યો કે હે બ્રાહ્મણ! હમણાં તારવડે મૃગ ખભા ઉપર કેમ કરાયો છે? બે ઘડી પછી ત્રીજો સન્મુખ આવીને બોલ્યો કે હે વિપ! હમણાં તારાવડે આ કૂતરો ખભા ઉપર કેમ કરાય છે? બે ઘડી પછી ચોથો સન્મુખ આવેલો બોલ્યો કે હે બ્રાહ્મણ ! તારાવડે વરુ ખભા ઉપર કેમ કરાય છે? બ્રાહ્મણ વિચારવા લાગ્યો કે મને યજમાને દુષ્ટ આશયવાળો રાક્ષસ આપ્યો છે? તે મને જલદી મારી નાંખશે. આ પ્રમાણે વિચારીને બે આંખ મીચી દઈને ભય પામતા બ્રાહ્મણે ખભા ઉપરથી ઉતારીને જીવિત માટે તેને દૂર ફેંકી દીધો. બ્રાહ્મણ પાસેથી બકરાને છોડાવીને ચાર મિત્રો ધન ઉપાર્જન કરવા માટે હર્ષવડે આગળ ચાલ્યા, તે પછી ઘણી બુદ્ધિથી યુક્ત સારી રીતે જાણેલા બલવડે ઉક્ટ, દુષ્ટ એવા તેઓ બ્રાહ્મણ પાસેથી બોકડાની જેમ શ્રવા માટે શક્તિશાળી આગળ જતાં તેઓને મઘેન્મત એવો હાથી હણવાની ઈચ્છાવાળો સામો મળ્યો. તે વખતે તે સર્વ મિત્રો શ્રી શત્રુંજયતીર્થને હૃદયમાં કરીને ત્યાંજ પર્વતના શિખરની જેમ દઢપણે ઊભા રહ્યા. હાથી તેઓને જોઈને હણવા માટે અશક્ત વિચારવા લાગ્યો કે શું આ સર્વે મનુષ્યો નિચ્ચે મારાવડે જોવાયા છે? આ પ્રમાણે વિચારતો તે હાથી તે વખતે જાતિસ્મરણ પામીને તેઓનાં ચરણોને નમીને તેઓની આગળ શાંત ચિતવાળો ઊભો રહ્યો, તે સર્વમિત્રો વિચારવા લાગ્યા કે આ હાથી આપણાં ચરણોને વારંવાર નમતો કેમ ઊભો રહે છે? બીજે કોઈ ઠેકાણે જતો નથી. આ બાજુ ઓચિંતા શાનીમુનિ તે વનમાં જલદી આવ્યા. તેઓવડે હાથીનું સ્વરૂપ પુછાયું. તે મુનિએ તેઓને આ પ્રમાણે કે ભૂમંડલપુરમાં ચંદ્ર,વીર,સૂર અને અમર નામના ચાર મિત્રો હતા. અને પાંચમો ધરણ હતો. ચાર જિનધર્મને જાણનારા અરિહંતના ધર્મને કરતા હતા. આ પાંચમાને કહેતા હતા કે અરે તું જૈનધર્મને કર. તે પાંચમો ધર્મ કરીને મરણ પામી આ હાથી થયો. મિત્ર એવા તમે ભાગ્યયોગે આ વનમાં આવ્યા. આ હાથી હમણાં પૂર્વભવને
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy