________________
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
આર્યદેશ, ઉત્તમકુલ, ઉત્તમરૂપ, બલ, આયુષ્ય, મનોહર બુદ્ધિ અને મનુષ્યપણું પામીને જે મૂર્ખ મનુષ્ય ધર્મ કરતો નથી તે સમુદ્રમાં ગયેલો વહાણને છોડી દે છે. ધર્મને વૃદ્ધિ પમાડતા મનુષ્યે મિથ્યાત્વને સર્વથા છોડી દેવું જોઇએ. મૃત્યુ અને જીવિતની જેમ તે બન્નેને (ધર્મ અને મિથ્યાત્વને) ગાઢવિરોધ છે. જે કારણથી પોતાના હિતને ઇચ્છનારાએ ભાવથી ધર્મ કરવો જોઇએ, અનુક્રમે તે નિશ્ચે સ્વર્ગ અને મોક્ષની સંપત્તિઓ પામે છે.”
શરીરધારી પ્રાણીઓ ભાવપૂર્વક દાન પુણ્ય આદિ યિા કરતાં રાજ્ય અને સ્વર્ગનાં સુખોને પામે છે. તેમાં સંશય નથી.”
૫૪
રાજાએ ક્યું કે ભાવ અને અભાવનું આંતરું કઇ રીતે થાય ? ગુરુએ ક્યું કે દેવનગર સરખા કાન્યકુબ્જ દેશમાં નિર્ષિદેવ અને ભોગદેવ નામના બે ણિકો છે. સદ્ભાવ અને અભાવને વિષે તું તે બન્નેનું સ્વરૂપ જાણ.
कौशेयं कृमिजं सुवर्णमुपलाद् दूर्वापि गोलोमत:, पङ्कात्तामरसं शशाङ्क उदधेरिन्दीवरं गोमयात् । काष्ठादग्निरहे: फणादपि मणि गोंपित्ततो रोचना; प्राकाश्यं स्वगुणोदयेन गुणिनो गच्छन्ति किं जन्मना ॥
કીડાઓમાંથી રેશમ થાય. પથ્થરમાંથી સોનું, ગાયની રૂંવાટીમાંથી ધોકાદવમાંથી કમલ-સમુદ્રમાંથી ચંદ્ર, છાણમાંથી લક્ષ્મી, કાષ્ઠમાંથી અગ્નિ, સર્પની ફણામાંથી મણિ-ગાયના પિતમાંથી ગોરોચન, ગુણવાન પુરુષો પોતાના ગુણના ઉદયને પ્રગટ કરે છે. ફક્ત જન્મવડે શું ? તે પછી રાજાએ સુમિત્ર મંત્રીને તે બન્નેના સ્વરૂપને જાણવા માટે કાન્યકુબ્જ નગરમાં મોક્લ્યો.
તે વખતે ધનપતિ નિધિદેવ વીશ ક્રોડ સુવર્ણનો સ્વામી થયો .અને ભોગદેવ પણ વીશ ક્રોડ સુવર્ણનો સ્વામી થયો. નિર્વિદેવના ઘરના દરવાજાને વિષે જીર્ણશીર્ણ શ્રેષ્ઠ માણસને જોઇને મંત્રીશ્વરે પૂછ્યું કે નિધિદેવ ક્યાં છે ? નિધિદેવે ક્યું કે અહીં છે, તમે શા માટે આવ્યા છો તે ો. મંત્રીએ કહ્યું કે હું તેનો હમણાં મહેમાન છું. નિધિદેવે ક્યું કે અહીં મહેમાનો વડે જ હું ભક્ષણ કરાયો છું. તું પણ આવ. મારા ઘરમાં તને જમણ આપીશ. મેલથી વ્યાપ્ત છે શરીર જેનું એવો વણિક મહેમાન સહિત જઈને પગ ધોયા વિના પૃથ્વીતલ ઉપર જમવા માટે બેઠો. પહેલાં કાંગ–વાલ- વગેરે થોડું તેલ સહિત તેની સાથે જમતાં તેણે દૂધ માંગ્યું પગ અથડાવાથી દૂધનું પાત્ર વંઠે (ચાકરે) ભાંગી નાંખ્યું. તે વખતે ચાકરની ઉપર શેઠ નિર્દયપણે ઘણો રોષ પામ્યો. તેણે વિચાર્યું કે આ મરાય તોપણ દોષ ન થાય, તેથી આચમન લઇને શેઠ તેની સાથે ઊભો, થયો, પછી તેની સાથે શેઠ ઉધરાણી વડે નગરમાં ભમતાં સાંજે પાછો આવ્યો. અને તેથી ઘી વિનાની રાબ પીધી. રાત્રિમાં તૂટેલી શય્યામાં જીર્ણ પથારી ઉપર સુવડાવેલો મંત્રીરાજ વિચારવા લાગ્યો કે અહો! આનું ગૌરવ આશ્ચર્યકારક છે. શેઠાણીએ ક્યું કે હે ક્રિયામાં કંઠ એવા વંઠ! તારા વડે દૂધનું પાત્ર ભાંગી નંખાયું તે મારાવડે સહન કરાયું. હવે પછી તારાવડે આવું ન થવું જોઇએ.