SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પાણીના ઉપસર્ગનું નિવારણ કરવામાં મીનવ્રજરાજાની કથા ૫૭૯ આવતાં દેવનો શબ્દ સાંભળીને આવીને જિનેશ્વરને નમીને જેટલામાં તે હર્ષવડે બેઠે તેટલામાં બે દેવને સ્વર્ગમાંથી આવીને અરિહંતની આગળ નૃત્ય કરતાં જોઈને રાજપુગે મુનિને કહ્યું. એક દેવ શ્રેષ્ટ રૂપવાલો કેમ છે? ને બીજો દેવહીન સર્વીવાલો ને અલ્પઋદ્ધિવાલો કેમ દેખાય છે? એનું કારણ શું? આ દેવવવડે પહેલાં સુપાત્રને દાન અપાયું છે આથી તેનું સુંદર રૂપ ને શ્રેષ્ઠ સમૃદ્ધિ થઈ છે. બીજા દિવે)એ કુપાત્રને દાન આપ્યું હતું. આથી બીજાનું અધમ રૂપ ને અલ્પ સદ્ધિ થઈ છે. કુમારે કહ્યું કે મારે મોટે ભાગે શક્તિપ્રમાણે સુપાત્રને દાન આપવું. કુપાત્રને ક્યારે પણ નહિ, કહ્યું છે કે: અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન ને કીર્તિદાન એ પાંચદાનમાં પહેલાં બે દાનવડે મોક્ષ ક્યો છે. પછીનાં ત્રણ દાન ભોગ આદિ આપે છે. સવારે ઘેર જતાં બાકીના બંધુઓ વડે હાંસી કરાયો. કુમારે મનમાં રોષ ન ર્યો. ને હર્ષ ન ર્યો. આ બાજુ કોઇક કાપેટિક (સાધુ) રાજકારને વિષે આવ્યો. ને બોલ્યો કે હું ગામમાં રહેવા છતાં લૂંટાયો છું. તે પછી રાજાએ કહ્યું કે તારું શું ગયું છે ? તે બોલ્યો કે હું સમુદ્રમાં બાર વખત ગયો હતો, મને દેદીપ્યમાન કાંતિવાલા ચાર રન થયાં છે. તે ચારરત્ન ચાર કરોડરત્નવડે પણ કોઇવડે મેળ વી શકાતાં નથી. તે આજે રાત્રિએ વંશજાલની અંદર મારાવડે મુકાયાં હતાં. તે ચારરત્ન કોઇક મનુષ્ય રાત્રિમાં લઈને ચાલી ગયો છે. હે રાજા ! તેથી તે રત્નોને જલદી વાળી આપો. (અપાવો) તે પછી રાજાવડે નગરમાં આ પ્રમાણે પડહ વગડાવાયો, કે જેના વડે આ ચારરત્ન ગ્રહણ કરાયાં છે તેને ચોરદંડ થાઓ, તે પછી મીનધ્વજે તે ચારરત્નો રાજાને આપી કહ્યું કે હે પિતા! આનાં આ ચારરત્નો છે તે પછી રોષ પામેલા રાજાવડે કુમાર જલદી વધ માટે ચલાવાયો. (લઈ જવાયો) કુમાર પિતાને નમીને હર્ષિત થયેલો ચાલ્યો. અને ત્યારે દેવે પ્રગટ થઈને રાજાને કહ્યું કે હે રાજન ! તારો આ પુત્ર પુણ્યવાન છે તું ધન્ય છે. સત્ય બોલનાર મનુષ્યમાં રત્નસમાન અત્યંત પિતૃભક્ત આ તારો પુત્ર દેવતાઓને પણ વખાણવા લાયક છે. વાંસની શ્રેણીની અંદર ચારરત્નો મૂકીને મારાવડે મનુષ્યરૂપે હમણાં તારો પુત્ર પરીક્ષા કરાયો છે. હું પહેલા દેવલોકમાંથી તારા પુત્રની પરીક્ષા કરવા માટે અહીં આવ્યો છું. હે રાજા! તારે મીનધ્વજને રાજ્ય આપવું તે પછી રાજા મીનધ્વજકુમારને રાજ્ય આપી દીક્ષા લઈ ચોથા દેવલોકમાં ગયો. તે નગરમાં એક દિવસે ચારે તરફથી મોટા નદીના પૂરવડે નગર વીંટાયે (ઘેરાયે) ને લોકો જીવવાની આશાના સંદેહમાં પડ્યા. તે વખતે રાજા અને નગરલોક હદયમાં સિદ્ધગિરિ નામ જપતો એકાગ્રચિત્તવાળો થયો. તે પછી પ્રાણીનો પ્રવાહ જલદી વંશસ્થલીમાં ગયો. ને નગરમાં ચારે તરફ જય જય શબ્દ થયો. તે પછી મીનધ્વજરાજાએ ઘણા સંધ લોક સહિત શ્રી શત્રુંજય તીર્થને વિષે યાત્રા અને જિનેશ્વરોને નમસ્કાર ક્યાં અનુક્રમે શ્રી શત્રુંજયના ધ્યાનથી જલદી કર્મનો ક્ષય કરી મીનવ્રજરાજા તેજ ભવમાં મુક્તિમાં ગયો. આ પ્રમાણે પાણીનો ઉપસર્ગ નિવારણ કરવામાં મીનધ્વજ રાજાની ક્યા સંપૂર્ણ.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy