SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહેશીભવન અને શાંતિનાથના ભવનનો અધિકાર मरुदेविसंतिभवणं, उद्धरिही जत्थ मेहघोसनिवो । कक्विपत्तो तं इह सिरिसित्तुंजय महातित्थं ॥ ३२ ॥ पच्छिमउद्धारकरो - जत्थविमलवाहणो निवोहोड़। કુવ્વસહજીવક્ષા – તેં ભિત્તુંનયમહાતિસ્થં રૂા ૫૧ ગાથાર્થ : જ્યાં લ્કીનો પ્રપુત્ર મેઘઘોષરાજા મરુદેવી અને શ્રી શાંતિનાથના ભવનનો ઉદ્ધાર કરશે . તે શત્રુંજ્યતીર્થ અહીં લાંબાકાળ સુધી જય પામો (૩ર) જ્યાં છેલ્લો ઉદ્ધાર કરનાર શ્રી વિમલવાહનરાજા શ્રી દુપ્પસહ ગુરુના ઉપદેશથી થશે, તે શ્રી શત્રુંજ્ય મહાતીર્થ જયવંતુર્તો (૩૩) ટીકાર્થ:- જે તીર્થમાં શ્રી ઋષભદેવની માતા મરુદેવીના ભવનને અને સોલમા શ્રી શાંતિનાથ તીર્થંકરનો પ્રાસાદ જે પહેલાં હતાં તે બન્નેનો ઉદ્ધાર ક્કીનો પુત્ર જે શક્તિ અને તેનો પુત્ર મેઘઘોષ – જે હ્કીનો પ્રપુત્ર-ઉદ્ધાર કરશે તે તીર્થ લાંબા કાળ સુધી જ્યવંતુ વતા. (૩ર) અને છેલ્લો ઉદ્ધાર કરનાર વિમલવાહન રાજા દુપ્પસહ ગુરુના ઉપદેશથી જે તીર્થમાં થશે, તે શત્રુંજય નામનું તીર્થ ચિરકાલ જ્યવંતુ વર્ના (૩૩) ક્કી રાજાનો પુત્ર શક્તિ નામે રાજા ન્યાયમાર્ગવડે પૃથ્વીનું પાલન કરતો જિનેશ્વરના ધર્મનેજ કરશે. પ્રીતિનું પાત્ર પ્રીતિમતી નામની પત્ની છે. વિનયવડે રાજાના હૃદયને હંમેશાં ખુશ કરશે. તે બન્નેને મેઘઘોષ નામનો શ્રેષ્ઠપુત્ર થશે. તે રૂપલાવણ્યની શોભાવડે કામદેવની શોભાને જીતનારો થશે. હવે પંડિતની પાસે સર્વે ધર્મ ને કર્મની ક્લાઓને ભણાવાયેલો બુધાચાર્યની જેમ તે રાજપુત્ર ચતુર થશે. શક્તિરાજા શ્રી શત્રુંજયનું માહાત્મ્ય સાંભળીને સમાધિવાળો સંઘસહિત શ્રી સિદ્ધિગિરિ ઉપર આવશે. ત્યાં શક્તિરાજા સંઘપતિનાં કાર્યો કરીને સંઘ સહિત ગુરુનું વસ્ત્રોથી ગૌરવ કરશે. મારા ઘરના આંગણાની ભૂમિઓ શ્રી સંઘના ચરણની રજથી ઉત્પન્ન થયેલ રજની શ્રેણીથી પવિત્ર કરાયેલી ક્યારે થશે ? જેનાવડે સર્વસંધ અને ગુરુ ભક્તિથી અન્ન આદિના દાનથી સત્કાર કરાયા છે તે નિશ્ચે સ્વર્ગ અને મોક્ષના સુખની પરંપરાને પામે છે. ત્યાં શક્તિવિહાર નામે શ્રી સંભવનાથ તીર્થંકરનો પ્રાસાદ શક્તિરાજા લક્ષ્મીનો વ્યય કરવાથી કરાવશે, તે પછી શક્તિરાજા શ્રી ગિરનાર પર્વત ઉપર જઈને વિસ્તારથી આદરપૂર્વક શ્રી નેમિનાથ તીર્થંકરની પૂજા કરો.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy