SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ લલિતા સરોવર અને અનુપમા સરોવરનો સંબંધ પપ૯ તે પછી અનુપમા દેવીએ ઘણા ધનનો વ્યય કરી શ્રી અજિતનાથના મંદિરના સ્થાનકે શ્રેષ્ઠ સરોવર કરાવ્યું તે સરોવરની પાસે દેવી અનુપમાએ ઘણા ધનનો વ્યય કરી મોટું જિનેશ્વરનું મંદિર રાત્રે કહ્યું છે કે : प्रासाद - प्रतिमा - यात्रा - प्रतिष्ठा च प्रभावना अमायुद्घोषणादीनि - महापुण्यानि भाग्यतः ॥१॥ रत्नानामिव रोहण: क्षितिधरः खं तारकाणामिव, स्वर्ग कल्पमहीरूहामिव सर: पङ्केरूहाणामिव। पाथोधिः पयसामिवेन्दुमहसां स्थानं गुणानामसा - वित्यालोच्य विरच्यतां भगवत: सङ्घस्य पूजाविधिः ॥१॥ જો ભાગ્ય હોય તો પ્રાસાદ પ્રતિમા યાત્રા પ્રતિષ્ઠા પ્રભાવના અને અમારિની ઉદ્દઘોષણા વગેરે મહાપુણ્યો થાય છે, જેમ રત્નોને માટે રોષ્ણગિરિપર્વત – તારાઓને માટે આકાશ-લ્પવૃક્ષોને માટે સ્વર્ગ કમલોને માટે જેમ સરોવર –ચંદ્ર સરખા તેજવાલા પાણીનું સ્થાન જેમ સમુદ્ર-તેમ પૂજ્ય એવા સંઘની પૂજા ગુણોનું સ્થાન છે, એમ વિચારીને સંઘની પૂજાવિધિ કરો. એક વખત ઉત્સવ થયે છતે સજજનોએ પૂછ્યું કે હે લલિતાદેવી! તેં દ્રવ્ય કોનું વાપર્યું? તે વખતે લલિતાદેવીએ કહ્યું કે હમણાં આ સરોવરમાં મારાવડે હર્ષથી પતિસંબંધી ઘણું ધન વપરાયું છે. તારાવડે આ સરોવરમાં કોનું દ્રવ્ય વપરાયું છે તે તું હે! આ પ્રમાણે સજજનીવડે કહેવાય છે તે વખતે અનુપમા દેવીએ %ાં મારાવડે સરોવરમાં પિતાના ઘરનું દ્રવ્ય વપરાયું છે તેમણે સજજનો !તમે હમણાં નિચ્ચે જાણો. લલિતાદેવીએ સજજનો આગળ સત્ય કહે મે તેજ વખતે લલિતા સરોવર પાણીથી ભરાઈ ગયું. અનુપમાદેવીએ સજજનો પાસે અસત્ય કહે ને તે વખતે જ અનુપમા સરોવર પાણી વડે ખાલી થઈ ગયું. તે પછી અનુપમાદેવીએ આખુંય સરોવર ઘણા દ્રવ્યનો વ્યય કરી તાંબાની પટ્ટીથી જડાવેલું કરાવ્યું તો પણ તે સરોવર વરસાદના પાણી વડે પ્રગટરીતે ભરાયું નહિ. પાણીવડે તે તરત જ ખાલી થઈ જાય છે. આથી હિતને ઈચ્છનારા કેઈએ જૂઠું બોલવું નહિ. જૂઠું બોલવાથી પ્રાણીઓને આલોકને પરલોકમાં દુઃખ થાય છે. સત્ય બોલવાથી લોકો હંમેશાં પ્રત્યક્ષ રીતે સુખી થાય છે પરલોકમાં સ્વર્ગનાં સુખ અને મોક્ષનાં સુખ આશ્રય કરે છે. માટે કહ્યું છે કે: विश्वासायतनं विपत्तिदलनं देवैः कृताराधनं, मुक्तेः पथ्यदनं जलाग्निशमनं व्याघ्रोरगस्तम्भनम् । श्रेयः संवननं समृद्धिजननं, सौजन्यसंजीवनं। कीर्ते: केलिवनं प्रभावभवनं, सत्यं वच: पावनम्॥१॥ પવિત્ર એવું સત્ય વચન વિશ્વાસનું ઘર છે. વિપત્તિઓનો નાશ કરનાર છે. દેવોવડે આરાધન કરાયેલું છે. મોક્ષનું ભાથું છે, પાણી અને અગ્નિને શાંત કરનારું છે. વાઘ અને સર્પને સ્તંભન કરનારું છે. લ્યાણની ઉત્પત્તિ કરનારું છે.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy