SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ શ્રી શત્રુંજય-કલ્યવૃત્તિ-ભાષાંતર મનુષ્યો જગતને સુવર્ણમય જુએ છે. આ બાજુ તેણીનું પાણિગ્રહણ કરીને ભારવટ ઉપર ભીમવણિકે પોતાનું નામ અને પોતાના નગરનું નામ લખ્યું. શેઠ દેહચિંતાનું બહાનું કરીને આવીને વૃક્ષના પોલાણમાં ગુપ્તપણે રહ્યો. તેટલામાં તે બને આવી. વૃક્ષ પર ચઢીને તત્કાલ પોતાના ઘરે આવીને હર્ષથી શેક્ની બને સ્ત્રીઓ ઝાડઉપરથી ઊતરી. શેઠ પણ તે વખતે એકાંતમાં આવીને પોતાની શયામાં સૂઈ ગયો. તેટલામાં તે બને સ્ત્રીઓ પણ પોતાનાં સ્થાનમાં રહી. ( ગઈ ) શેઠ વિચારવા લાગ્યો કે – શાસ્ત્રની અંદર સ્ત્રીઓ જે અબલા કહેવાય છે તે અહીં આ બન્ને સ્ત્રીઓમાં નકામું દેખાય છે. કહ્યું છે કે બગલો જીવતાં માગ્લાઓને ગલી તો મુનિ જેવો દેખાય છે. આસક્ત એવો તે મરેલાને ખાતો નથી. આકારના ગૂઢપણાને ધિકકાર હો. સવારે વિવાહકરેલા વસ્ત્રથી યુકત સૂતેલા પોતાના પતિને જોઈને ભીમની બને પ્રિયાઓ પરસ્પર અતિગુપ્તપણે આમ કહેવા લાગી, જેણે લક્ષ્મીપુરમાં સુરસુંદરી ન્યા અંગીકાર કરી તે જ આ વિવાહના વસ્ત્રોથીયુક્ત આપણો પતિ છે. બળવાન એવા આપણાં પતિએ ત્યાં આપણે બન્નેને ગયેલી જાણી છે. તેથી જાગેલો પતિ આપણા બન્નેને પ્રગટપણે મારી નાંખશે. આ પ્રમાણે વિચારી તે વખતે તે બન્ને સ્ત્રીઓ તેની કમ્મરપર મૂલિકા બાંધીને પતિને શુક (પોપટ) કરીને જલ્દી લાકડાંના પિંજરામાં સ્થાપન કર્યો. આ બાજુ પૈસાદાર એવા કુબેરોઠે એક્વખત પુત્રીને પ્રગટપણે કહ્યું કે જમાઈ તને પરણીને ચાલ્યો ગયો છે. હવે શું કરીશું? પુત્રીએ કહયું કે હે પિતા ! આપણા ઘરના ભારવટ- પાટડા ઉપર તમારા જમાઇએ જતાં જતાં અક્ષરની શ્રેણી લખી છે. અક્ષરની શ્રેણી વાંચીને સુરસુંદરીએ હયું કે હે પિતા ! શ્રીપુરનગરમાં શ્રેએવો ભીમનામે મારો પતિ છે. જેથી મને આદેશ આપ. હું ત્યાં જાઉ. પિતાએ કહયું કે હે પુત્રી ! તારે ત્યાં જવું યોગ્ય નથી. પહેલાં તારો નાનો ભાઈ ત્યાં જઈને તારા પતિને ઓળખશે. તે પછી એ આવે ત્યારે તે પણ પોતાના પતિ પાસે જજે. સ્ત્રી એશ્લી પોતાની ઇચ્છા મુજબ દૂરદેશમાં જાય તો શોભા થતી નથી. અને પોતાની જાતે જ પ્રતિષ્ઠા ચાલી જાય છે. આ પ્રમાણે વિચારીને તે વખતે કુબેરશેઠે પોતાના ચંદ્ર નામના પુત્રને જમાઇની તપાસ માટે ઉતાવળે મોલ્યો. ચંદ્ર સમુદ્રમાર્ગે શ્રીપુરનગરમાં ભીમના ઘરે જઈને સારા નમસ્કાર પૂર્વક ભીમની બન્ને સ્ત્રીઓને મલ્યો. ચંદ્ર પૂછ્યું કે તમારો પતિ ક્યાં ગયો છે ? તે જણાવો. તે બન્નેએ કહયું કે તારે શું કામ છે ? તે હે. તે પછી ચંદ્ર પોતાના આવવાનો વૃતાંત મૂલથી હયો. શોક્યના ભાઈને જાણીને તે બન્નેએ તે વખતે કપટપૂર્વક કહ્યું તારો બનેવી પરમદિવસે ઘણી લક્ષ્મીને લઇને વ્યાપારમાટે બીજા દેશમાં ગયો છે. તે પછી તે બન્નેએ વિશિષ્ટ અન્નપાન આદિ આપવાથી ચંદ્રભાઈને આદરપૂર્વક જમાડયો અને તે હર્ષિત થયો. તે બન્નેએ કહયું કે તમારો બનેવી દૂરદેશમાં ગયો છે, તેને આવતાં ઘણા મહીના થશે તમારો બનેવી આ શહેરમાં આવશે ત્યારે ત્યાં સુરસુંદરીને લેવામાટે આવશે. ચંદ્ર વિચાર્યું કે આ પોપટવડે દીપ્યમાન લાકડાનું પાંજરું જો આપણા નગરમાં લઈ જઈએ તો બહેનને આનંદ થશે. તે પછી ચંદ્ર એકાંતમાં પોપટવડે દેદીપ્યમાન લાકડાનું પાંજરૂ પોતાના નગરમાં લઈ જઈ તેણે પોતાની બહેનને જલ્દીથી આપ્યું. પોપટ સાથે ક્રીડા કરતી પોતાના મનને આનંદ પમાડની પિતાના ઘરમાં રહેલી સુરસુંદરી ઘણો સમય પસાર કરવા લાગી. એક વખત પોપટની પાંખના મધ્યભાગમાં રહેલી શ્રેષ્ઠભૂલિયાને જોઈને સુરસુંદરીએ જેટલામાં છોડી નાંખી તેટલામાં ત્યાં શુકપણાને છોડીને જલ્દી પતિ
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy